You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
ચાંદીપુરા વાઇરસને ફેલાતો અટકાવવા ગાય, ભેંસ કે બકરીની તપાસ કેમ કરાઈ રહી છે?
આમ તો, સેન્ડફ્લાય કે માટીની માખીને ચાંદીપુરા વાઇરસનો સ્થાપિત વેક્ટર (રોગનું વાહક) માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં 2024ના ફેલાવા દરમિયાન તપાસવામાં આવેલા વેક્ટર સેમ્પલ્સમાં ચાંદીપુરા નહોતો મળી આવ્યો અને કોઈ ચોક્કસ વેક્ટરની ઓળખ થઈ શકી નહોતી. હવે 2026ના ફેલાવા દરમિયાન વૈજ્ઞાનિકો સેન્ડફ્લાય ઉપરાંત મચ્છર, બગાઈ (ટિક) અને માઇટ જેવી અન્ય જીવાતોની પણ સંભવિત ભૂમિકાની તપાસ કરી રહ્યા છે.
પાંચ દલિતોની કતલમાં ચાળીસે ચાળીસ આરોપીઓ મુક્ત, 'તો હત્યા કોણે કરી?'
રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2015માં ખેતરમાં કામ કરી રહેલા એક દલિત પરિવારના પાંચ લોકોની હત્યા કરી દેવાઈ અને લગભગ એક ડઝન કરતાં વધુ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. હવે 11 વર્ષ બાદ આ મામલામાં ગત 5 ઑગસ્ટના રોજ મેડતા એસસી-એસટી સ્પેશિયલ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે ને 40 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
લાહોરના ઘરના હિન્દુ માલિકે જ્યારે મુસ્લિમ કબજેદારને પત્ર લખ્યો, ભારતના ભાગલાની ભાવુક કહાણી
આ પત્ર ધ્યાનપૂર્વક વાંચો અને એ પણ યાદ રાખો કે આ પત્ર એક એવા હિંદુએ લખ્યો હતો, જેને 1947ના વિભાજન દરમિયાન લાહોર છોડીને જલંધર આવવું પડ્યું હતું.
સંપૂર્ણ વંદે માતરમ્ વગાડાતાં કૉંગ્રેસ મુખ્યાલયમાં નેતાઓ 'અસહજ' દેખાયા? જયરામ રમેશે આપ્યો આ જવાબ
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા ખાતે યોજાયેલા સમારોહમાં હાજર રહ્યા નહોતા. ગયા વર્ષે પણ બંને નેતાઓ આ સમારોહમાં સામેલ થયા નહોતા. ભાજપે તેને સ્વતંત્રતા દિવસનું અપમાન ગણાવ્યું છે.
મુશર્રફે વાજપેયીને સલામી કેમ નહોતી આપી? 'ઑપરેશન સફેદ સાગર'માં દર્શાવાયેલી કારગિલની કથાની ચકાસણી
પહાડો પર પગપાળા ચઢતા સૈનિકો, બંકરો અને પહાડની ટોચ પર ફરકતો તિરંગો. નૅટફ્લિક્સ પર તાજેતરમાં રજૂ થયેલી વેબ સિરીઝ 'ઑપરેશન સફેદ સાગર' પહેલી વાર આ યુદ્ધને વાયુસેનાના દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
વીડિયો, ભારત મારો દેશ છે, પાકિસ્તાન મારું ઘર છે : ભારતના ભાગલાની કહાણી, અવધિ 6,29
ભલે બન્ને પરિવારોમાં માઇલો અને અલગ વિઝાનું અંતર રહ્યું પણ તેમનું દિલ એકબીજા સાથે જોડાયેલું છે. સપનાના કાકાના દીકરા અવિનાશ ભારતમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
અમદાવાદ : આનંદનિકેતન સ્કૂલ વિવાદમાં 'કોમવાદ'નો રંગ કેમ લાગ્યો?
આ પ્રથમ વખત નથી કે જ્યારે ગુજરાતમાં આવી રીતે શાળાની કોઈ ઘટના 'કોમવાદ'માં ફેરવાઈ ગઈ હોય. વર્ષ 2023માં ઘાટલોડિયાની એક શાળામાં એક સંગીત શિક્ષકને એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. શિક્ષક પર આરોપ હતા કે તેઓ હિંદુ બાળકોને નમાઝ પઢવાનું શિક્ષણ આપી રહ્યા છે.
કીડી-મકોડામાંથી શીખવા જેવી પાંચ મહત્ત્વની બાબતો, જે તમને બનાવશે વધારે સમજદાર
જંતુઓનું મગજ ખસખસના દાણા જેવડું હોવા છતાં જ્યારે નિર્ણય લેવાની વાત આવે, ત્યારે કદાચ તેમની પાસે આશ્ચર્યજનક શાણપણ હોય છે. કીડી-મકોડા નિર્ણય કેવી રીતે લે છે? જીવજંતુઓની આ 5 ટિપ્સ તમારા જીવનને બદલી નાખશે.
'ઘરમાં પત્તાં રમવા ગુનો નથી, પરંતુ તેમાં...', ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા પર શું કહી રહ્યા છે કાયદાના નિષ્ણાતો?
ગુજરાતમાં હાઇકોર્ટે તાજેતરમાં પોતાના એક ચુકાદામાં કહ્યું, કોઈ ખાનગી મકાન કે ફ્લૅટમાં લોકો પત્તાં રમતા હોય તો એટલા માત્રથી તે જગ્યાને 'ગુજરાત પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ, 1887' હેઠળ 'કૉમન ગેમિંગ હાઉસ' ગણી શકાય નહીં.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
પાકિસ્તાન 14 ઑગસ્ટે અને ભારત 15 ઑગસ્ટે કેમ ઉજવે છે સ્વતંત્રતાદિવસ? જાણો તેની પાછળનું સાચું કારણ
ભારત અને પાકિસ્તાન સાથે સ્વતંત્ર થયા તેમ છતાં બંને દેશોના સ્વાતંત્ર્યદિનમાં એક દિવસનું અંતર કેમ છે? જાણો તેની પાછળનું સાચું કારણ.
બૉયફ્રેન્ડ ભાડે મળશે: સાથે કૉફી પીવાના 499 ને ફિલ્મ જોવાના 1,250 રૂપિયા, વાઇરલ જાહેરાતોની હકીકત શું છે
હૈદરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનરે ચેતવતાં કહ્યું, "આ યુવતીઓને નિશાન બનાવવા માટે સાઇબર ગુનેગારોએ શોધી કાઢેલી એક નવી ડેટિંગ ટ્રૅપ છે."
મેલોની અને મોદી પર રાહુલ ગાંધીના મંચ પર કેવી મજાક ઉડાડવામાં આવી, ભાજપે કૉંગ્રેસ પર મહિલાવિરોધી હોવાનો આક્ષેપ કેમ કર્યો
આ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીના મંચ પર કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે એવું કંઈક કહ્યું કે વિવાદ ઊભો થઈ ગયો અને ભાજપે રાહુલ ગાંધી પર મહિલા વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે.
પન્નામાં આ મજૂરોને 50 લાખનો હીરો કેવી રીતે મળ્યો, જિંદગી કેવી બદલાઈ?
વજન માપતા આ હીરાનું વજન 16.96 કૅરેટ હોવાનું જણાયું અને જિલ્લા ખનીજ અધિકારી રવિ પટેલે કહ્યં કે તે કુદરતી હીરાના સૌથી બહેતરીન પ્રકારો પૈકી એક છે.
અંગ્રેજોને 35 હજારનું ધિરાણ : 109 વર્ષ પછી ભારતીય પરિવારે બ્રિટિશ સરકાર પાસે વ્યાજ સાથે રકમ પરત માગી
મધ્ય પ્રદેશના સીહોરના રૂઠિયા પરિવારનો દાવો છે કે તેમના પૂર્વજ જુમ્માલાલ રૂઠિયાએ 1917માં બ્રિટિશ સરકારને 35 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા. હવે, 109 વર્ષ પછી પરિવારે આ રકમ વ્યાજ સાથે પરત માગી છે.
બટવારા 1947: લાહોરમાં એકલી રહેલી હિન્દુ 'માઈ'ની કહાણી, વિભાજન બાદ પણ પાકિસ્તાન ન છોડનાર મહિલાનું શું થયું
એક મુસ્લિમ પરિવાર ભારતના ભાગલા પછી લખનૌથી ઊખડીને લાહોરમાં એક હિન્દુ હવેલીમાં રહેવા આવે છે. લાહોરની એક એવી ભવ્ય હવેલી, જેની માલિકણ એક વૃદ્ધ મહિલા છે. વિભાજનમાં પરિવાર ગુમાવી ચૂકેલી એ મહિલા મુસ્લિમ મહોલ્લામાં એકલી બચી ગયેલી હિન્દુ મહિલા છે.
'જનોઈ પહેરો છો, માંસ ખાવ છો?' રામ મંદિર ટ્રસ્ટના સી.ઈ.ઓ.ના ઇન્ટરવ્યૂમાં આવા અનેક સવાલ પૂછાયા
ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે એક ઉચ્ચસ્તરીય સમિતિએ કુલ 5,585 અરજીઓમાંથી પસંદ કરાયેલા 16 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. હવે આ સમિતિ આમાંથી ત્રણ ઉમેદવારોનાં નામ ટ્રસ્ટને મોકલશે. અંતિમ નિર્ણય ટ્રસ્ટ લેશે.
ગુજરાતની 46% વસ્તી મફત અનાજ પર નભે છે, લોકસભામાં સરકારે જાહેર કર્યો આંકડો, નિષ્ણાતો શું કહે છે?
લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે ગુજરાતમાં કુલ 3.38 કરોડથી વધુ લોકો મફત અનાજ પર નિર્ભર છે. જો વસ્તીને ધ્યાનમાં લઇએ, તો લગભગ અડધોઅડધ ગુજરાતની વસ્તી સરકારના મફત અનાજ પર આધાર રાખે છે.
હિટલરના ખતરનાક V2 રૉકેટના ભાગોને નાઝીઓની નાક નીચેથી બ્રિટન કેવી રીતે પહોંચાડાયા?
નાઝીઓ થોડા દિવસ અગાઉ ત્યાંથી પીછેહઠ કરી ગયા એ પહેલાં બ્લિઝના એક નવા શસ્ત્રના પરીક્ષણનું અને પ્રક્ષેપણનું સ્થળ હતું. ઍડોલ્ફ હિટલરને આશા હતી કે તેની મદદથી પશ્ચિમી મિત્રરાષ્ટ્રો સામેના યુદ્ધનું પરિણામ ઊલટાવી શકાશે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ