You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મૈં વાપસ આઉંગા'નાં લેખિકા માટે આ ફિલ્મ કેમ ખાસ છે?
'મૈં વાપસ આઉંગા'નાં લેખિકા માટે આ ફિલ્મ કેમ ખાસ છે?
પ્રકાશિત
ફિલ્મ 'મૈં વાપસ આઉંગા' એક એવા પરિવારની કહાણી છે, જે ભાગલા દરમિયાન એકબીજાથી વિખૂટો પડી ગયો હતો.
આ ફિલ્મ વિભાજનની કરુણાંતિકા જરૂર રજૂ કરે છે, ફિલ્મ ભાગલાની વેદના સ્વીકારે છે અને ઇતિહાસની રાખમાં બચેલા પ્રેમના તણખા ફંફોસે છે.
ફિલ્મનાં લેખિકા નયનિકા મેહતાણી માટે આ માત્ર ફિલ્મની કહાની નથી, પરંતુ તેમની પોતાની સાથે જોડાયેલી વાર્તા પણ છે. તેમનાં નાનીના પરિવારનું એક સમયે સરગોધામાં ઘર હતું અને તેમના કેટલાક સંબંધીઓ હજુ પણ સલામ ગામમાં રહે છે.
શુમાઇલા ખાને નયનિકા સાથે વાત કરી અને તેમના મામા બેંકા સહનીને મળીને ફિલ્મ પાછળ જોડાયેલી પરિવારની યાદો અને ભૂતકાળને સમજવાનો પ્રયાસ કર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન