બિલકીસબાનો કેસ : 12 દોષિતો કોણ હતા અને હુમલામાં તેમણે કેવી ભૂમિકા ભજવી હતી?

બિલકીસબાનો, બીબીસી ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર બિલ્કીસ બાનો કેસ: 12 દોષિતો કોણ હતા અને તેમની શું ભૂમિકા હતી?
ઇમેજ કૅપ્શન, બિલકીસબાનો કેસ મામલે માર્ચ 2002માં લીમખેડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બિલ્કીસ બાનો કેસના બે દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી. સુપ્રીમ કોર્ટે બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયાની સજા સ્થગિત કરતાં બંનેને છોડી મૂક્યા હતા.

આ નિર્ણય બાદ બિલ્કીસ બાનોએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તેઓ અંતિમ શ્વાસ સુધી ન્યાય માટે લડતાં રહેશે.

જોશી રણધિકપુરમાં દર્દીઓની સારવાર કરતો હોવાનું બાનો દ્વારા કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે. નિવેદન અનુસાર બાનોના પિતાએ પણ તેમની પાસેથી સારવાર લીધી હતી. દાહોદના સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, જોશીના પિતા એક સરકારી હૉસ્પિટલમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જોકે, જોશી ડૉક્ટર હતો કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

પ્રદીપ મોઢિયા રણધિકપુરમાં આવેલી મસ્જિદના સંકુલમાં દુકાન ચલાવતો હતો અને કોઈક કારણસર તેણે દુકાન બંધ કરવી પડી હતી. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે તેની તૈયાર કપડાંની દુકાન હતી.

બીબીસી ગુજરાતીએ આ કેસના તમામ 12 દોષિતોની ભૂમિકા અને તેમની પૃષ્ઠભૂમિ જાણવાનો પ્રયાસ કર્યો છે. તેમાંથી એક, જેમનો ચાર્જશીટમાં 'આરોપી નંબર 3' તરીકે ઉલ્લેખ હતો તે નરેશ મોઢિયાનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. બાનોએ તેની ઓળખ પોતાના પર સામૂહિક બળાત્કાર કરનારાઓ પૈકીના એક તરીકે કરી હતી.

આ મામલે માર્ચ 2002માં લીમખેડા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી અને 2004 સુધી ગુજરાતમાં કેસની સુનાવણી ચાલી હતી. આ દરમિયાન કેસમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા હતા. સૌપ્રથમ સુપ્રીમ કોર્ટે કેસની તપાસ CBIને સોંપી હતી, અને ત્યારબાદ 2004માં સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી મુંબઈ ટ્રાન્સફર કરી હતી.

2008માં મુંબઈની વિશેષ CBI કોર્ટે 11 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. 2009થી 2026 દરમિયાન દોષિતોએ અનેક વખત પેરોલ અને જામીન માટે અરજીઓ કરી હતી.

ઑગસ્ટ 2022માં ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને માફી આપી હતી અને તેમને ગોધરા સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ ભારે વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ કરવામાં આવી હતી. તેમાંથી એક અરજી બિલ્કીસબાનોએ કરી હતી. સપ્ટેમ્બર 2024માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના માફીના આદેશને રદ કર્યો હતો અને તમામને ફરી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

મુંબઈની વિશેષ કોર્ટના અંતિમ ચુકાદા અને દાહોદના સ્થાનિક આગેવાનો સાથેની વાતચીતના આધારે બીબીસી ગુજરાતીએ આ કેસના તમામ 12 દોષિતોની પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે.

અહીં દોષિતોના નંબર 2004માં CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં નોંધાયેલા મૂળ નંબર પ્રમાણે છે.

દોષિતો કોણ હતા અને ગુનામાં તેમની ભૂમિકા શું હતી?

બિલકીસબાનો, બીબીસી બિલકીસબાનો, બીબીસી ગુજરાત બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર બિલ્કીસ બાનો કેસ: 12 દોષિતો કોણ હતા અને તેમની શું ભૂમિકા હતી?
ઇમેજ કૅપ્શન, બિલકીસબાનોના સમર્થનમાં આવેલી મહિલાઓની એક ફાઇલ તસવીર.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દોષિત નંબર 1

જસવંત ચતુર નાઈ

બિલકીસબાનોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે રણધિકપુરથી ભાગી રહ્યાં હતાં, ત્યારે એક ટોળાએ તેમને ઘેરી લીધાં હતાં, જેમાં જસવંત ચતુર નાઈએ તલવારથી તેમના પર હુમલો કર્યો હતો. બિલકીસબાનોએ તલવારનો ઘા રોકવા માટે હાથ આગળ ધરતાં તેમના ડાબા હાથમાં ઈજા થઈ હતી.

બાનોના નિવેદન અનુસાર જસવંત નાઈએ તેમની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ દોષિત નંબર 2 ગોવિંદ નાઈ અને બાદમાં દોષિત નંબર 3 નરેશ મોઢિયાએ તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, જસવંત નાઈ વિવિધ માલ-સામાન કમિશન પર વેચતો હતો. તે વાસણોથી લઈને જમીન અને મકાનો સુધીની વસ્તુઓ વેચવાનું કામ કરતો હતો. તે મુખ્યત્વે રણધિકપુરમાં કામ કરતો હતો અને ખેતી પણ કરતો હતો.

દોષિત નંબર 2

ગોવિંદ નાઈ

બિલકીસબાનોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગોવિંદ નાઈ તેમની સાથે બળાત્કાર કરનાર બીજી વ્યક્તિ હતો. આ ઘટનાને પગલે બિલકીસબાનો બેભાન થઈ ગયાં હતાં.

જ્યારે તેઓ ભાનમાં આવ્યાં, ત્યારે તેમણે પોતાના પરિવારજનોના મૃતદેહો જોયા હતા. ગોવિંદ નાઈ રણધિકપુરમાં છૂટક કામકાજ કરતો હતો.

દોષિત નંબર 3

નરેશ મોઢિયા

બિલકીસબાનોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની સાથે બળાત્કાર કરનાર ત્રીજી વ્યક્તિ નરેશ મોઢિયા હતો.

ટ્રાયલ દરમિયાન મોઢિયાનું મૃત્યુ થઈ ગયું હતું.

દોષિત નંબર 4

શૈલેષ ચીમનલાલ ભટ્ટ

શૈલેષ ભટ્ટે બિલકીસબાનોની સાડા ત્રણ વર્ષની દીકરી સાલેહાને તેમના હાથમાંથી છીનવી લીધી હતી અને જમીન પર પછાડી હતી. તેના કારણે સાલેહાનું મૃત્યુ થયું હતું.

બિલકીસબાનોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, શૈલેષ ભટ્ટે સાલેહાને પથ્થરાળ જમીન પર પછાડી હતી. મુખ્ય સાક્ષી સિરાજ ઘાંચીએ પણ શૈલેષ ભટ્ટને ટોળામાં હાથમાં તલવાર સાથે જોયો હતો.

શૈલેષ 2002માં આ વિસ્તારના પૂર્વ સરપંચ તરીકે જાણીતો હતો.

દોષિત નંબર 5

રાધેશ્યામ ભગવાનદાસ શાહ

બિલકીસબાનોએ જણાવ્યું હતું કે રાધેશ્યામ શાહે તેમના પરિવારની અન્ય મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો. શાહ વકીલ હતો અને જ્યારે એની ધરપકડ થઈ ત્યારે તેને વકીલાત કરતાં બે વર્ષથી ઓછો સમય થયો હતો.

તેણે જ માફી માટેની અરજી કરી હતી અને ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને માફી આપી હતી. જોકે, આ માફીનો નિર્ણય પાછળથી રદ કરવામાં આવ્યો હતો.

ચુકાદામાં જણાવાયું છે કે તેની સાથેના અન્ય 5થી 12 નંબર સુધીના દોષિતોએ અન્ય મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો. તેણે ટોળામાં રહેલા પુરુષો પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી.

દોષિત નંબર 6

બિપિનચંદ્ર કનૈયાલાલ જોશી ઉર્ફે લાલા ડૉક્ટર

બિલકીસબાનોએ જણાવ્યું હતું કે તેમના પિતા બિપિનચંદ્ર જોશી ઉર્ફે લાલા ડૉક્ટર પાસેથી દવા લેતા હતા.

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બિલકીસબાનોના પિતાએ દવાઓનાં નાણાં ચૂકવ્યાં ન હોવાથી તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે લાલા ડૉક્ટર દિવ્યાંગ હતો. જોકે, બિલકીસબાનોએ આ દાવાઓને નકારી કાઢ્યા હતા. લાલા ડૉક્ટરની વ્યવસાયિક લાયકાત અંગે સ્પષ્ટતા નથી.

દોષિત નંબર 7

કેશર ખીમા વોહાનિયા

બિલકીસબાનોના પરિવારની મહિલાઓ સાથે બળાત્કાર અને લોકોની હત્યામાં તેની સંડોવણી હોવાનું નોંધવામાં આવ્યું હતું. તે મુસ્લિમોને મારી નાખવાના નારા લગાવતા ટોળાનો હિસ્સો હતો.

તે આ વિસ્તારમાં છૂટક કામ કરતો હતો અને ખેતી પણ કરતો હતો.

દોષિત નંબર 8

પ્રદીપ રમણલાલ મોઢિયા

તે મસ્જિદ પરિસરમાં દુકાન ચલાવતો હતો અને કોઈક કારણસર તેને દુકાન બંધ કરવી પડી હતી.

ફિરોઝ ઘાંચી અને અન્ય મુખ્ય સાક્ષીઓએ જણાવ્યું હતું કે મોઢિયા રણધિકપુરનો રહેવાસી હતો. રમખાણો દરમિયાન તેમના ઘરો પર પથ્થરમારો થયો હતો. તેમણે દોષિત નંબર 8 પ્રદીપ મોઢિયાને ટોળામાં જોયો હતો. તે પણ બળાત્કાર અને હત્યામાં સામેલ હતો.

દોષિત નંબર 9

બકા ખીમા વોહાનિયા

મુખ્ય સાક્ષી સિરાજ ઘાંચીએ તેની ઓળખ રમખાણોનાં ટોળામાં સામેલ વ્યક્તિ તરીકે કરી હતી. તે આ વિસ્તારમાં ખેતી કરતો હતો. બિલકીસબાનોના પરિવારની મહિલાઓ પર બળાત્કાર અને હત્યાના ગુનાઓમાં તેને દોષિત ઠેરાવવામાં આવ્યો છે.

દોષિત નંબર 10

રાજુ બાબુલાલ સોની

તે મહિલાઓ પર બળાત્કાર કરનાર અને તેમની હત્યા કરનાર ટોળાનો હિસ્સો હતો. તે રણધિકપુરમાં વસવાટ કરતો હતો અને પોતાના ઘરમાં જ તેની સોના-ચાંદીની દુકાન હતી. આ ઉપરાંત, ધરપકડ થઈ ત્યારે મુખ્ય બજારમાં તેની એક પાનની દુકાન પણ હતી.

દોષિત નંબર 11

મિતેશ ચીમનલાલ ભટ્ટ

યાકૂબ રસૂલ દ્વારા કોર્ટમાં અપાયેલા નિવેદનમાં મિતેશ ભટ્ટની ઓળખ મુસ્લિમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનાર અને રણધિકપુરમાં ઘરો સળગાવનાર વ્યક્તિ તરીકે કરાઈ હતી.

બિલકીસબાનોએ પણ મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરવાના આરોપીઓમાં તેની ઓળખ કરી હતી. તે આ વિસ્તારમાં અખબાર વેચવાનું કામ કરતો હતો.

દોષિત નંબર 12

રમેશ રૂપા ચંદાના

રમેશ ચંદાનાએ પોતાના બચાવમાં દલીલ કરી હતી કે ચૂંટણી દરમિયાન તેણે મુસ્લિમ સમાજના ઉમેદવારી જૂથ માટે કામ કર્યું હતું, માટે તેને ફસાવવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે તેની આ દલીલ માન્ય રાખી ન હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તે આ વિસ્તારના એક વરિષ્ઠ ભાજપ નેતાનો મુખ્ય કાર્યકર હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન