ગુજરાત : 'પ્રેમ સંબંધ, તકરાર, હત્યા અને સળગેલી કાર...', ASI હત્યા કેસમાં આરોપી મહિલા હેડ કૉન્સ્ટેબલ સુધી કેવી રીતે પહોંચી પોલીસ?

બીબીસી ગુજરાતી ગુજરાત: 'આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હત્યા કરી લાશને કારમાં સળગાવનાર' મહિલા હેડ કૉન્સ્ટેબલ કેવી રીતે પકડાઈ? સાબરકાંઠા બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, 'પોલીસકર્મીની હત્યાના કેસમાં મહિલા પોલીસકર્મીની ધરપકડ' બાદ આ કેસ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

થોડા દિવસ પહેલાં સાબરકાંઠા જિલ્લામાં હાથમતી નદીના કાંઠે એક સળગેલી કારમાં બળી ગયેલું માનવ કંકાલ મળી આવ્યું અને બાદમાં ખબર પડી કે આ કંકાલ અન્ય કોઈનું નહીં, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ) અશ્વિન તાંબિયાડનું હતું.

હવે, આ કંકાલ મળ્યાના એક અઠવાડિયા બાદ આ સમગ્ર ઘટના 'હત્યાનું એક આયોજનબદ્ધ કાવતરું' હોવાનું ખુલ્યું હતું.

આ હત્યાના કેસમાં આરોપી તરીકે મહિલા પોલીસ હેડ કૉન્સ્ટેબલ સહિત ચાર લોકોની ધરપકડ કરાયાના અહેવાલ છે.

'પોલીસકર્મીની હત્યાના કેસમાં મહિલા પોલીસકર્મીની ધરપકડ' બાદ આ કેસ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

આખરે તપાસ કરનાર પોલીસ ટીમ મહિલા પોલીસકર્મી સહિતના આરોપીઓ સુધી કેવી રીતે પહોંચી એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ સંબંધિત પોલીસ અધિકારી અને અન્ય પક્ષકારો સાથે વાતચીત કરી હતી.

શું હતો સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ગુજરાત: 'આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હત્યા કરી લાશને કારમાં સળગાવનાર' મહિલા હેડ કૉન્સ્ટેબલ કેવી રીતે પકડાઈ? સાબરકાંઠા બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, એએસઆઇની હત્યાનો આરોપ 37 વર્ષીય મહિલા પોલીસ હેડ કૉન્સ્ટેબલ આલ્ફાબહેન પર લાગ્યો છે

કેસ અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર, સાબરકાંઠાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં કામ કરતા 45 વર્ષીય બિનહથિયારધારી આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશ્વિન તાંબિયાડ અને આ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 37 વર્ષીય મહિલા પોલીસ હેડ કૉન્સ્ટેબલ આલ્ફા ક્લાસવા વચ્ચે 'પ્રેમસંબંધ' હોવાની ચર્ચા હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, 8 નવેમ્બરે અશ્વિનભાઈ પોતાની અર્ટિગા કાર લઈને નોકરીએ ગયા હતા. તેઓ બે દિવસ સુધી ઘરે પરત ન આવતાં એમના મોટા ભાઈ સિદ્ધરાજે ભાઈના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી અને એ જ દિવસે હાથમતી નદીના કાંઠે પાદરા ગામ પાસેથી અશ્વિનભાઈની કાર સળગેલી હાલતમાં મળી હતી, જેમાં એક માનવ કંકાલ પણ મળી આવેલું.

અશ્વિનભાઈના મોટા ભાઈ સિદ્ધરાજ ભાઈ તાંબિયાડે પોતે કરેલી પોલીસ ફરિયાદ અંગે વાત કરતાં કહ્યું કે, "મારો ભાઈ બે દિવસ સુધી ઘરે ના આવ્યો એટલે અમે તપાસ કરી, પણ એનો કોઈ પત્તો ન મળતાં અમે પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા. એ જ દિવસે એની અર્ટિગા કાર સળગેલી હાલતમાં હાથમતી નદી પાસે મળી આવી. એમાં બળેલી હાલતમાં એક માનવ કંકાલ હતું."

"અમને શંકા થઈ કે આ માનવ કંકાલ મારા ભાઈનું હોઈ શકે એટલે પોલીસે મારા પિતા બાબુભાઈ સાથે કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. ત્યારે ખબર પડી કે માનવ કંકાલ અશ્વિન નું જ હતું. આ દરમિયાન અમને ખબર પડી કે એની સાથે જ ચિઠોડા પોલીસ સ્ટેશનમાં કામ કરતી હેડ કૉન્સ્ટેબલ આલ્ફા અને એના ભાઈઓએ મારા ભાઈની હત્યા કરી એની લાશ કારમાં મૂકીને સળગાવી દીધી છે. અમે પોલીસમાં એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પોલીસે એની ધરપકડ કરી છે."

શું કહે છે પોલીસ ?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી ગુજરાત: 'આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની હત્યા કરી લાશને કારમાં સળગાવનાર' મહિલા હેડ કૉન્સ્ટેબલ કેવી રીતે પકડાઈ? સાબરકાંઠા બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, અરવલ્લીના પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અરવલ્લીના પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને જયારે સળગેલી અર્ટિગા કાર મળી ત્યારે એના નંબર પરથી ખબર પડી કે એ ચિઠોડા પોલીસ સ્ટેશનના એએસઆઇ અશ્વિન તાંબિયાડની છે, પણ અમને બળેલું માનવ કંકાલ પાછળની સીટમાં મળ્યું હતું. એટલે એક વાત નક્કી હતી કે કાર સળગી નહોતી. લાશને એમાં મૂકી સળગાવાઈ હતી."

તેઓ કહે છે કે ડીએનએ ટેસ્ટથી ઓળખ નક્કી થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"અમે આસપાસનાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં. એની તપાસમાં 9 નવેમ્બરના રોજ તેમાં એક સફેદ રંગની ઇકો કાર અને અર્ટિગા કાર દેખાઈ. હાથમતી નદી પાસેના પાદરા ગામ પાસેથી અર્ટિગા કાર પરત આવતી ન દેખાઈ, પણ રાત્રે એજ ઇકો કાર આવતી દેખાઈ."

તેઓ આગળ કહે છે કે:

"બીજી તરફ, તપાસ કરતાં માલૂમ પડ્યું કે કારની અંદર અને બહાર પેટ્રોલ છાંટવામાં આવ્યું હોવાનું જણાયું. એનું સાયન્ટિફિક ઍનાલિસિસ કર્યું, જેના આધારે એક નિષ્કર્ષ પર પહોંચ્યા કે જેણે કારને આગ લગાડી હોય એ દાઝ્યા હશે. અમે તાત્કાલિક આખાય વિસ્તારનાં દવાખાનાંની સાથોસાથ પેટ્રોલ પંપનાં સીસીટીવી ફૂટેજ જોયાં ત્યારે જે ઇકો કાર અમને હાથમતી નદીના પટ તરફ જતી આવતી દેખાઈ હતી એ જ કાર માં આવેલા લોકો કેરબામાં પેટ્રોલ ખરીદતા દેખાયા. બીજી તરફ, દવાખાનાંની તાપસ કરતાં ખબર પડી કે ચિઠોડામાં મહિલા હેડ કૉન્સ્ટેબલ આલ્ફાબહેને પ્રાથમિક સારવાર કરાવી હતી. વધુ સારવાર માટે હિંમતનગરની એક હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં. આ ઇકો કાર અંગે તપાસ કરતાં ખબર પડીકે એ કાર ચિઠોડા પોલીસ સ્ટેશનનાં હેડ કૉન્સ્ટેબલ આલ્ફાબહેને એના પિતા અશોકભાઈના નામે ખરીદી હતી."

પોલીસ અધિકારના કહેવા પ્રમાણે આમ, એક પછી એક કડીઓ જોડાતાં આરોપીઓ પરની શંકા વધુ ને વધુ પાકી થતી ગઈ.

જાડેજા કહે છે કે, "એ પછી પોલીસે આલ્ફાના ભાઈ કલ્પેશ ક્લાસવા, પિતરાઈ પંકજ અને તેમના મિત્ર મનોજની અટકાયત કરી. ઉપરાંત હિંમતનગરની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં આલ્ફાબહેનને પણ અટકમાં લેવાયાં."

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, શરૂઆતમાં ચારેય જણે તપાસમાં સહયોગ નહોતો આપ્યો, પરંતુ બાદમાં પૂછપરછમાં 'ગુનો કબૂલ્યો' હતો.

પોલીસ અધિકારી જાડેજાના કહેવા મુજબ, "આ ચારેય જણે કબૂલેલું કે આલ્ફાબહેનને અશ્વિનભાઈ સાથે પ્રેમસંબંધ હતો. આલ્ફા સંબંધ તોડવા માગતી હતી અને અશ્વિન સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો."

"8 નવેમ્બરે આલ્ફાએ અશ્વિનને ઘરે બોલાવ્યો હતો અને ચિઠોડા ખાતેના ભાડાના મકાનમાં એની હત્યા કરી હતી. એ બાદ અન્યો સાથે મળીને અશ્વિનની લાશને એક કોથળામાં બાંધી હાથમતી નદીના પટમાં મૂકેલી અશ્વિનની અર્ટિગા કારમાં મૂકીને કારને પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. અચાનક મોટો ભડકો થતાં આલ્ફાના હાથ અને શરીરનો કેટલોક ભાગ દાઝી ગયો હતો. હાલ, અમે આ ચારની ધરપકડ કરી છે. મૃતદેહને આગળની ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. જેના આધારે એની હત્યા કેવી રીતે થઈ એ અંગે ચોક્કસ તારણ જાણવા મળશે."

શું કહે છે આલ્ફાના પરિજન ?

આલ્ફાના કૌટુંબિક કાકા અને સોમૈયા ગામના ડુંગરી ગરાસિયા જ્ઞાતિના આગેવાન રમેશ ક્લાસવાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આલ્ફાનો સ્વાભાવ પહેલેથી ગુસ્સાવાળો હતો, પણ એનામાં કૌટુંબિક ભાવના વધુ હતી. એને પોલીસમાં નોકરી મળ્યા પછી કુટુંબને મદદરૂપ થવા ઇકો કાર લાવી દીધી હતી, પણ એને કોઈની સાથે પ્રેમસંબંધ હતો એની કોઈને જાણ નહોતી. એ હત્યા જેવું પગલું ભરશે એવી કોઈને કલ્પનાય નહોતી. પોલીસ તપાસમાં જે બહાર આવ્યું છે એ જાણીને અમને આઘાત લાગ્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન