ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સીજેપી નેતાઓ સામે બે કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સીજેપી નેતાઓ સામે બે કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો - ન્યૂઝ અપડેટ

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સીજેપી નેતાઓ સામે બે કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રવક્તા અને સિનિયર ઍડવોકેટ ગૌરવ ભાટિયાએ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) અને તેના નેતાઓ અભિજિત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકા સામે દિલ્હી હાઇકોર્ટમાં 2 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.

લાઇવ લૉ અનુસાર, આ કેસ પાંચ સપ્ટેમ્બરના રોજ સૌરવ દાસ અને આશુતોષ રંકા દ્વારા ઍક્સ પર કરવામાં આવેલી પોસ્ટને લઈને દાખલ કરવામાં આવ્યો છે.

ભાટિયાનો આરોપ છે કે દાસ અને રાંકાએ તેમના કોઈ સાચા નિવેદનની આલોચના કરવા કે તેની સામે અસંમતિ દર્શાવવા પૂરતું જ પોતાને સીમિત ન રાખ્યા, પરંતુ તેમના નામે એવું નિવેદન જોડીને જાહેર કર્યું, જે તેમણે ક્યારેય આપ્યું જ નહોતું.

માનહાનિની અરજીમાં જણાવાયું છે કે, "ભાટિયાનો ફોટો વાંધાજનક કન્ટેન્ટ સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક નકલી નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેનાથી લોકોમાં એવો ખોટો સંદેશ ગયો કે એ નિવેદન ભાટિયાએ જ આપ્યું હતું."

કેસમાં સીજેપી અને તેના નેતાઓ પર ન્યાયતંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતાં નિવેદનો અને પોસ્ટ સતત મૂકવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

મુંબઈમાં વડા પ્રધાન મોદીના કાર્યક્રમ પહેલાં બે સંદિગ્ધ લોકોને અટકાયતમાં લીધા- ન્યૂઝ અપડેટ
પીએમ મોદીના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં કાર્યક્રમ પહેલાં બે શંકાસ્પદ લોકોની અટકાયત (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, પીએમ મોદીના બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં કાર્યક્રમ પહેલાં બે શંકાસ્પદ લોકોની અટકાયત (ફાઇલ ફોટો)
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

મહારાષ્ટ્રના મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત હેઠળ લીધા છે.

આ કાર્યવાહી મંગળવારે સાંજે બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી ભાગ લે તે પહેલાં કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન કાર્યાલય (PMO) નો અધિકારી હોવાનો ઢોંગ કરીને કાર્યક્રમ સ્થળે પ્રવેશ કરનાર 24 વર્ષીય યુવક અને તેના કથિત સશસ્ત્ર બૉડીગાર્ડને અટકાયત કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે યુવકે પોતાને વડા પ્રધાન કાર્યાલયનો અધિકારી હોવાનું જણાવીને બાંદ્રા ઈસ્ટ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો. તેની સાથે રહેલા બૉડીગાર્ડ પાસેથી એક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ સ્થળે તહેનાત સુરક્ષાકર્મીઓ અને પોલીસ અધિકારીઓને બંનેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગી હતી. ત્યારબાદ તેમણે બંનેને રોકીને પૂછપરછ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, યુવક વડા પ્રધાન સંબંધિત કોઈ માન્ય ઓળખપત્ર અથવા અન્ય પુરાવો રજૂ કરી શક્યો નહોતો. ત્યારબાદ યુવક અને તેની સાથે રહેલા બૉડીગાર્ડને અટકાયત હેઠળ લેવામાં આવ્યા હતા. બાદમાં બંનેને પૂછપરછ માટે મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

આ મામલાની તપાસ મુંબઈ પોલીસની ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ અને સ્થાનિક પોલીસ કરી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંનેની પૂછપરછ સાથે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ પશ્ચિમ બંગાળમાં એવું શું કહ્યું કે ભાજપને સ્પષ્ટતા કરવી પડી?

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
ઇમેજ કૅપ્શન, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધીરેન્દ્ર કૃષ્ણ ગર્ગ (ધીરેન્દ્ર શાસ્ત્રી) કે જેઓ બાગેશ્વર બાબા તરીકે જાણીતા છે, તેમણે રવિવારે હાવડા જિલ્લાના લીલુઆમાં દુર્ગાપૂજા દરમિયાન હિન્દુઓને શાકાહારી ખોરાક ખાવાની અપીલ કરી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલથી પશ્ચિમ બંગાળમાં વિવાદ થયો છે. વિપક્ષોનો આરોપ છે કે રાજ્યની ભાજપ સરકાર બંગાળની સંસ્કૃતિનું અપમાન કરી રહી છે.

રવિવારે લીલુઆમાં એક કાર્યક્રમને સંબોધતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, "કૃપા કરીને ખોટું ન લગાડશો, પણ પશ્ચિમ બંગાળમાં એક વાત મને ગમતી નથી. નવરાત્રિ અને દુર્ગાપૂજા દરમિયાન, પૂજા-પંડાલો પાસે માંસાહારી ખોરાક ખાવામાં આવે છે. વિવિધ પ્રકારના ગંદા ખોરાક રાંધવામાં આવે છે."

તેમણે કહ્યું, "હું ઇચ્છું છું કે દરેક હિન્દુ આવનારી નવરાત્રીમાં જાગે અને આવા લોકોને બહાર કાઢે. તેઓ શુદ્ધ નથી. તેઓ ધર્મનું અપમાન કરી રહ્યા છે."

આ મુદ્દે ભાજપના પશ્ચિમ બંગાળના પ્રમુખ સમિક ભટ્ટાચાર્યે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વગર આ વાતને ફગાવી દીધી હતી.

તેમમે કહ્યું હતું કે, "બંગાળીઓ માછલી અને માંસ કેવી રીતે ન ખાઈ શકે? સ્વામી વિવેકાનંદે એમ પણ કહ્યું હતું કે દેવી કાલીને મટન ચઢાવવામાં આવશે. જો કોઈ વિવેકાનંદથી પણ ઉપર ઊઠવાનો પ્રયાસ કરે છે, તો તે ખતરનાક છે. આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે."

ભટ્ટાચાર્યે કહ્યું, "પશ્ચિમ બંગાળના લોકો શું ખાશે કે પહેરશે તે અંગે અમારે કંઈ કહેવું નથી. બંગાળીઓ જે કરવા ટેવાયેલા છે તે જ કરશે. જેમને ધોતી પહેરવી છે તેઓ ધોતી પહેરશે. જેમને લુંગી પહેરવાનું પસંદ છે એ લુંગી પહેરશે. બંગાળીઓ માછલી કેવી રીતે ન ખાઈ શકે? આ મુદ્દો સતત ચાલતો રહે છે. બહારથી કોઈ આવીને અહીં શું કહે છે એની ચિંતા કેમ કરીએ? "

પીએમ મોદી સામે માનહાનિના મામલામાં રાહુલ ગાંધીની અરજી કોર્ટે ફગાવી

રાહુલ ગાંધી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી અંગે કરેલી ટિપ્પણી પર એક માનહાનિનો કેસ ચાલી રહ્યો છે.

બૉમ્બે હાઈકોર્ટે આ કેસના સંદર્ભમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે.

કાયદાકીય સમાચાર અને વિશ્લેષણ માટેની વેબસાઇટ બાર ઍન્ડ બેન્ચ અનુસાર, જસ્ટિસ એનઆર બોરકરે રાહુલ ગાંધીની અરજી પર આ આદેશ આપ્યો છે, જેમાં તેમણે તેમની સામે સમન્સ જાહેર કરવાના આદેશને રદ કરવાની માગ કરી હતી.

જોકે, કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં મૅજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહેવાથી છ અઠવાડિયાંની રાહત આપી છે.

આ સમય દરમિયાન, તેમને હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તક મળશે.

આ માનહાનિનો કેસ ભાજપ નેતા મહેશ શ્રીમલ દ્વારા ગિરગાંવ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે સપ્ટેમ્બર 2018માં રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં એક રેલી યોજી હતી અને તે દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક, માનહાનિ કરનારા નિવેદનો આપ્યાં હતાં.

દિલ્હી : સત્ય નિકેતન ઇમારત દુર્ઘટનામાં રૅસ્ક્યૂ ઑપરેશન પૂર્ણ, મૃતકોની સંખ્યા સાત થઈ

સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

દિલ્હીના ચીફ ફાયર ઑફિસર અભિલાષ મલિકના જણાવ્યા અનુસાર સાતમી સપ્ટેમ્બરે સાંજે 5:10 વાગ્યે માહિતી મળી હતી કે સ્થળ પરથી બધો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે અને શોધખોળ દરમિયાન કોઈ વધુ જાનહાનિ થઈ નથી.

કાટમાળ દૂર કરવાનું અને લોકોને શોધવાનું કામ પૂર્ણ કર્યા પછી તમામ યુનિટને સ્થળ પરથી પાછા બોલાવાયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે વધુ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

રવિવારે થયેલી ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની સંખ્યા સાત પર પહોંચી ગઈ છે.

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે ઇમારતના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

મૃતકોની યાદી:

  • અભિષેક - સોનભદ્ર, ઉત્તર પ્રદેશના રહેવાસી, ઉંમર - 20 વર્ષ (વિદ્યાર્થી)
  • યુવરાજ સોની - દુર્ગ, છત્તીસગઢના રહેવાસી, ઉંમર - 20 વર્ષ (વિદ્યાર્થી)
  • પવન ઔરૈયા, ઉત્તર પ્રદેશના રહેવાસી, ઉંમર-17 વર્ષ (વિદ્યાર્થી)
  • અર્પિત જહાજ- દેવાસ, મધ્ય પ્રદેશના રહેવાસી, ઉંમર- 19 વર્ષ (વિદ્યાર્થી)
  • અક્ષતસિંહ યાદવ- કટની, મધ્ય પ્રદેશનો રહેવાસી, ઉંમર- 18 વર્ષ (વિદ્યાર્થી)
  • સુરિન્દરસિંહ - ઉંમર - 75 વર્ષ (મજૂર)
  • એક અજાણી વ્યક્તિ

ઘાયલોની યાદી:

  • અસગર અલી – ૩૦ વર્ષ
  • નીરજ બાવા – 19 વર્ષ
  • આદિત્યકુમાર – 19 વર્ષ
  • નીતિન ચિબ – 19 વર્ષ
  • મોહમ્મદ અયાન – 18 વર્ષ

આ ઘટનામાં અત્યાર સુધીમાં બિલ્ડિંગના માલિક, તેમનાં પત્ની અને પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે.

નેપાળે પૂર પછી કહ્યું, 'પુનર્નિર્માણ માટે છ અબજ ડૉલરનો ખર્ચ થશે'

નેપાળ પૂરની વિનાશકતા

નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ બીબીસીને જણાવ્યું છે કે વિનાશક પૂર પછી મજબૂત અને વધુ ટકાઉ માળખાગત સુવિધાઓનું પુનર્નિર્માણ કરવા માટે છ અબજ ડૉલર સુધીનો ખર્ચ થશે.

તેમણે કહ્યું કે આ જરૂરી છે જેથી કરીને નવી ઇમારતો અને જાહેર માળખાગત સુવિધાઓ વગેરે આવી આપત્તિઓનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર રહે.

તેમણે કહ્યું કે એક મજબૂત પુનર્નિર્માણ માટે સામાન્ય પુનર્નિર્માણ કરતાં દસ ગણો વધુ ખર્ચ થઈ શકે છે.

તાજેતરમાં ભોટેકોશી-ત્રિશુલી પૂરને કારણે નેપાળમાં 1200થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો લોકો ગુમ થયા છે.

તાજેતરમાં નેપાળ સરકાર નુકસાનીનું ઝડપી આકલન કરી રહી છે અને પછી વિસ્તૃત આકલન પણ કરવામાં આવશે.

વિદેશમંત્રી શિશિર ખનાલે કહ્યું છે કે થયેલું નુકસાન અબજો રૂપિયાનું છે, પરંતુ સ્પષ્ટ આંકડા અને જરૂરિયાતોની સ્થિતિ પોસ્ટ ડિઝાસ્ટર નીડ્સ ઍસેસમેન્ટ પછી જ ખબર પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન