દિનેશ બાંભણિયાના માફીના નિવેદન વચ્ચે જાણો આનંદીબહેન પટેલે સીએમપદેથી કેમ રાજીનામું આપ્યું હતું?

આનંદીબહેને કેમ રાજીનામું આપ્યું હતું. દિનેશ બાંભણિયા આનંદીબહેનની માફી, અનાર પટેલ, આનંદીબહેન પટેલની રાજકીય કારકિર્દી, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર પાટિદાર અનામત આંદોલન
ઇમેજ કૅપ્શન, તા. પહેલી ઑગસ્ટ, 2016ના સાંજે પાંચેક વાગ્યા આસપાસ આનંદીબહેન પટેલે ફેસબુક ઉપર સીએમપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

'મારે આનંદીબહેન સામે ઊભા રહીને માફી માગવી છે. અનારબહેન, તમને આ જાહેરમંચ પરથી કહું છું કે આનંદીબહેનને ગુમાવવાનો અમને ખૂબ જ મોટો અફસોસ અને દિલથી રંજ છે. કદાચ અમારી બધી ભૂલો કરતાં એક મોટી ભૂલ એ થઈ છે.'

તાજેતરમાં રાજકોટના જસદણ ખાતે પાટીદાર સમાજના સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) નેતા દિનેશ બાંભણિયાએ આ વાત કહી હતી.

આ કાર્યક્રમમાં આનંદીબહેન પેટલનાં દીકરી અનારબહેન પણ હાજર હતાં, તેમણે કહ્યું, 'દિનેશભાઈને ખાસ કહીશ કે કોઈ પણ વાતનું દુ:ખ રાખવાનું જરૂર નથી. મમ્મીના હૃદયમાં કશું પણ નથી.'

ત્યારે પાટીદાર અનામત આંદોલનનો 'ચહેરો' બનેલા હાર્દિક પટેલનું કહેવું છે કે, 'એ આંદોલન અનામત માટે હતું અને કોઈના રાજીનામા માટે ન હતું.'

આનંદીબહેનની નિમણૂક અને રાજીનામા સાથે અનેક બાબતો પહેલી વખત બની હતી. ત્યારે 10 વર્ષ જૂના પ્રકરણના સમગ્ર ઘટનાક્રમ ઉપર એક નજર કરીએ.

આનંદીબહેન પટેલનું ફેસબુક પર રાજીનામું

આનંદીબહેને કેમ રાજીનામું આપ્યું હતું. દિનેશ બાંભણિયા આનંદીબહેનની માફી, અનાર પટેલ, આનંદીબહેન પટેલની રાજકીય કારકિર્દી, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આનંદીબહેન પટેલની ફાઇલ તસવીર

તા. પહેલી ઑગસ્ટ, 2016ના સાંજે પાંચેક વાગ્યા આસપાસ ગુજરાત સરકારના કર્મચારીઓ દિવસભરનું કામકાજ પતાવીને ઘરે ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમને ફેસબુક પર આનંદીબહેન પટેલની નવી પોસ્ટનું 'નોટિફિકેશન' મળ્યું.

આનંદીબહેન પટેલે ફેસબુક ઉપર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમાં તેમણે મહિલા મોરચાનાં વડાંથી લઈને મુખ્ય મંત્રી અલગ-અલગ હોદ્દા આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો.

સાથે જ આગામી (2017ની) વિધાનસભાની ચૂંટણી પહેલાં 'યુવા ચહેરા'ને આગળ કરી શકાય તથા વાઇબ્રન્ટ ગુજરાતની સારી રીતે તૈયારીઓ થઈ શકે તે માટે રાજીનામું આપી રહ્યાં હોવાનું જણાવ્યું.

આનંદીબહેને ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, બે મહિના પહેલાં જ તેમણે પક્ષના કેન્દ્રીય નેતૃત્વને રાજીનામું આપવાનો ઇરાદો જણાવી દીધો હતો અને ફેસબુકના માધ્યમથી તેનો પુનર્રોચ્ચાર કર્યો હતો.

આ રીતે તેમનું રાજીનામું આશ્ચર્યજનક હતું, કારણ કે ભારતમાં અગાઉ કોઈ રાજનેતાએ સોશિયલ મીડિયા પર તેમનાં મુખ્યમંત્રીપદ પરથી રાજીનામું નહોતું આપ્યું. એમના પછી ઉદ્ધવ ઠાકરેએ પણ સોશિયલ મીડિયા ઉપર જ રાજીનામાની જાહેરાત કરી હતી.

આનંદીબહેને કેમ રાજીનામું આપ્યું હતું. દિનેશ બાંભણિયા આનંદીબહેનની માફી, અનાર પટેલ, આનંદીબહેન પટેલની રાજકીય કારકિર્દી, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ,
ઇમેજ કૅપ્શન, આનંદીબહેને ફેસબુક ઉપર આપેલું રાજીનામું

એ સમયે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. ગુજરાત ભાજપમાં બંને વચ્ચે બનતું ન હોવાની વાત 'ઑપન સિક્રેટ' જેવી હતી. એટલે કેટલાકે આનંદીબહેનના પગલાને અમિત શાહ ઉપર દબાણ લાવવાના માધ્યમ તરીકે જોયું. જોકે, તેની વિધિવત રીતે ક્યારેય પુષ્ટિ નહોતી કરવામાં આવી.

તો કેટલાક વિશ્લેષકોના મતે તે મોદીના ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટનું નવું સ્વરૂપ હતું. તો કેટલાકે પૂર્વ શિક્ષિકાના રાજીનામાં રહેલી ભાષાકીય ભૂલો જોઈ હતી.

તો આમ આદમી પાર્ટીનું કહેવું હતું કે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ભયભીત થઈને આનંદીબહેને રાજીનામું આપ્યું હતું.

ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રીના પડકારો

આનંદીબહેને કેમ રાજીનામું આપ્યું હતું. દિનેશ બાંભણિયા આનંદીબહેનની માફી, અનાર પટેલ, આનંદીબહેન પટેલની રાજકીય કારકિર્દી, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ,
ઇમેજ કૅપ્શન, 1997માં સરખેજ વિધાનસભા પરથી અમિત શાહના વિજય પછીના ઝુલૂસમાં આનંદીબહેન પટેલ અને અમિત શાહ.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વડા પ્રધાન તરીકે શપથ લેતા આનંદીબહેને રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધાં હતાં.

લગભગ બે વર્ષ અને અઢી મહિનાના કાર્યકાળ દરમિયાન એવી કેટલીક બાબતો બની હતી, જે તેમને રાજીનામા સુધી દોરી ગઈ.

માર્ચ-2016માં વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યોએ આરોપ મૂક્યો હતો કે, વનવિભાગ હેઠળ આવતાં વિસ્તારમાં એક રિસૉર્ટને મફતના ભાવે જમીન આપવામાં આવી હતી. રિસૉર્ટના માલિક આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલના બિઝનેસ પાર્ટનર હોવાનો દાવો પણ વિપક્ષે કર્યો હતો.

તેઓ '100 સુનાર કી, એક અનાર કી' અને 'અનારની માતા, ભ્રષ્ટાચારની દાતા' જેવા પ્લૅકાર્ડ્સ લઈને ગૃહમાં પહોંચ્યા હતા. અધ્યક્ષે કૉંગ્રેસી ધારાસભ્યોને ભાષા અને નારેબાજી મુદ્દે ચેતવણી આપી હતી. અંતે તેમને સાર્જન્ટ મારફત બહાર કાઢવામાં આવ્યા હતા.

જોકે, તેમના રાજીનામાની સ્ક્રિપ્ટ લગભગ એક વર્ષ પહેલાં હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલન વખતે જ લખાઈ ગઈ હતી. રેશ્મા પટેલ, વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા, લલિત વસોયા, અલ્પેશ કથિરિયા વગેરે આ આંદોલનનાં અગ્રણી ચહેરા હતાં.

આંદોલનના નેતા હાર્દિક પટેલે તા. 25 ઑગસ્ટ, 2015ના જીએમડીસી ખાતે આવીને આનંદીબહેન આવેદનપત્ર સ્વીકારે એવી માગ કરી હતી.

એક પછી રાજ્યમાં હિંસાચક્ર ફરી વળ્યું. ઉગ્ર ટોળાએ અલગ-અલગ સ્થળોએ આગચંપી કરી. બીજા દિવસે પોલીસ કાર્યવાહીમાં 14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં. હાર્દિક પટેલે આરોપ મૂક્યો કે અમિત શાહના આદેશથી ગુજરાત પોલીસે પાટીદાર યુવાનો પર દમન ગુજાર્યું હતું.

ભાજપ સરકાર પ્રત્યે પાટીદારોનો આક્રોશ ડિસેમ્બર-2015માં યોજાયેલી સ્થાનિસ્વરાજ્ય ચૂંટણી દરમિયાન જોવા મળ્યો. પાર્ટીને તત્કાળ નેતૃત્વ પરિવર્તનની જરૂરિયાત જણાઈ હતી.

આ સિવાય 2016ના જુલાઈ મહિનામાં જ ઉના ખાતે કથિત ગૌરક્ષકો દ્વારા ગૌહત્યા મુદ્દે દલિતોને જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, તેનો વીડિયો બનાવીને વાઇરલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર ન કેવળ ગુજરાત, પરંતુ નૅશનલ હેડલાઇન બન્યાં હતાં.

આનંદીબહેને કેમ રાજીનામું આપ્યું હતું. દિનેશ બાંભણિયા આનંદીબહેનની માફી, અનાર પટેલ, આનંદીબહેન પટેલની રાજકીય કારકિર્દી, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ,
ઇમેજ કૅપ્શન, એકતાયાત્રા પછી અમદાવાદમાં આગમન સમયે મોદી તથા પટેલને વધાવવામાં આવ્યા હતા

જિજ્ઞેશ મેવાણીનાં નેતૃત્વમાં દલિતોએ આંદોલન હાથ ધર્યું હતું. તો અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઠાકોર અને ઓબીસી સમાજે એક થઈને સરકારની સામે મોરચો માંડ્યો હતો. જેણે સરકારની મુશ્કેલી વધારી હતી.

આજે મેવાણી કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ છે અને વડગામની બેઠક પરથી ધારાસભ્ય છે. હાર્દિક પટેલ પણ કૉંગ્રેસમાં જોડાયા હતા અને કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. એ પછી તેઓ ભાજપમાં જોડાયા અને વીરમગામની બેઠક ઉપરથી ધારાસભ્ય છે.

જ્યારે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ ગાંધીનગર (દક્ષિણ)ની બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય છે.

આનંદીબહેનને હઠાવીને વિજય રૂપાણીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. પાર્ટીને માત્ર 99 બેઠક મળી, જે તેનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

એના પાંચ વર્ષ પછી ડિસેમ્બર-2022માં પાર્ટીએ 156 સીટ મેળવી. તે કોઈપણ પાર્ટીનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને મુખ્ય વિરોધપક્ષ કૉંગ્રેસને વિપક્ષના નેતાનું પણ પદ ન મળ્યું.

આનંદીબહેનની રાજકીય કારકિર્દી

આનંદીબહેને કેમ રાજીનામું આપ્યું હતું. દિનેશ બાંભણિયા આનંદીબહેનની માફી, અનાર પટેલ, આનંદીબહેન પટેલની રાજકીય કારકિર્દી, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ,
ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા એ પહેલાં કૉંગ્રેસમાં સામેલ થયા હતા

જાન્યુઆરી-2018માં આનંદીબહેન પટેલને મધ્ય પ્રદેશનું ગવર્નરપદ આપમાં આવ્યું હતું. 29મી જુલાઈ, 2019થી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ છે. તેઓ સૌથી લાંબા સમય સુધી યુપીના ગવર્નરપદે રહેનારાં રાજ્યપાલ છે.

આનંદીબહેન પટેલનો જન્મ તા. 21 નવેમ્બર 1941ના મહેસાણાના વીજાપુરના ખારોડ ગામે જન્મ થયો હતો. તેમણે એમએસસી, એમએડનો અભ્યાસ કર્યો અને શિક્ષિકા તરીકે નોકરી સ્વીકારી.

આનંદીબહેન અમદાવાદમાં મોહિનાબા કન્યા વિદ્યાલયનાં પ્રિન્સિપાલ રહી ચૂક્યાં છે.

1987માં તેઓ ભાજપમાં જોડાયાં, પરંતુ તેઓ તા. 26 જાન્યુઆરી, 1992ના દિવસે ચર્ચામાં આવ્યાં. ઉગ્રવાદીઓની ધમકી છતાં શ્રીનગરના લાલચોક ખાતે તિરંગાને ફરકાવવાના હેતુસર ભાજપ દ્વારા કન્યાકુમારીથી તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તેમણે ગુજરાતમાંથી ભાગ લીધો હતો.

તેઓ ભાજપની મહિલા પાંખનાં વડાં હતાં. આ યાત્રામાં ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. તેઓ એકતાયાત્રામાંથી પરત ફર્યાં ત્યારે અમદાવાદમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

1994થી 1998 સુધી તેઓ રાજ્યસભાનાં સાંસદસભ્ય બન્યાં. 1998માં તેઓ માંડલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. તેઓ કેશુભાઈ પટેલની બીજી સરકારમાં મંત્રી બન્યાં હતાં.

શંકરસિંહ વાઘેલાના બળવા પછી સમાધાનની ફૉર્મ્યૂલા તરીકે નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા ત્યારે આનંદીબહેન પટેલ અને અમિત શાહ જેવાં કેટલાંક નેતા ગાંધીનગરમાં તેમનાં આંખ-કાન બની રહ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન