અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ શા માટે થઈ રહ્યાં છે વિરોધપ્રદર્શન, જુઓ તસવીરો

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, અમેરિકાનાં ઘણાં શહેરોમાં શનિવારે ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ વ્યાપક પ્રદર્શન થયાં છે. આ 'નો કિંગ્સ' રેલીનો ત્રીજો તબક્કો છે, જેમાં પહેલાં પણ લાખો લોકો સામેલ થયા હતા.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકામાં ઘણાં શહેરોમાં શનિવારે ટ્રમ્પ પ્રશાસન સામે વ્યાપક પ્રદર્શનો થયાં હતાં. આ 'નો કિંગ્સ' રેલીનો ત્રીજો તબક્કો છે, આ પહેલાં પણ આ પ્રકારનાં પ્રદર્શનોમાં લાખો લોકો સામેલ થયા હતા.

આયોજકોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની સામે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં ઈરાન સાથે યુદ્ધ, સંઘીય ઇમિગ્રેશન મામલે કાર્યવાહી તથા વધતી મોંધવારીના મુદ્દા સામેલ છે.

અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં 3,200 સ્થાનો પર વિરોધપ્રદર્શન કરવાની યોજના બનાવાઈ હતી. આયોજકોએ કહ્યું, "ટ્રમ્પ અમને સરમુખત્યારની માફક ચલાવવા માગે છે. પરંતુ આ અમેરિકા છે. અહીં અસલી તાકત તેની જનતા છે. કોઈ નકલી રાજા કે અબજપતિ દોસ્તોની નહીં."

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ પ્રદર્શનોને ટ્રમ્પ 'ડિરેન્જમેન્ટ થેરેપી સેશન' ગણાવ્યાં છે. કહ્યું કે તેમની પરવાહ માત્ર એ જ લોકો કરે છે જેઓ તેમને કવર કરવા માટે પૈસા આપે છે.

શનિવારે દિવસ દરમિયાન લગભગ તમામ મોટાં શહેરોમાં વિરોધપ્રદર્શનો થયાં, જેમાં ન્યૂ યૉર્ક, વૉશિંગ્ટન ડીસી અને લૉસ એન્જેલિસ સામેલ છે.

વૉશિંગ્ટન ડીસીના ડાઉનટાઉનમાં બપોર સુધી રેલીઓ થઈ. લોકો રાજધાનીના રસ્તા પર માર્ચ કરતા નજરે પડ્યા. પ્રદર્શનકારીઓએ લિંકન મેમોરિયલનાં પગથીયાં પાસે પણ પ્રદર્શનો કર્યાં.

ઘણા મોટા ડેમૉક્રેટ્સ નેતાઓએ સેન્ટ પૉલમાં સ્ટેટ કૅપિટોલ બિલ્ડિંગના મંચ પાસે ભાષણો આપ્યાં.

નો કિંગ્સ પ્રદર્શનોની શરૂઆત ગત સાલ જૂનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના જન્મદિવસે થઈ હતી. જેમાં અનુમાનિત 30 લાખથી વધારે લોકોને વિવિધ 2,100 પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.

બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, આયોજકોનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં ઈરાનમાં જંગ, સંઘીય ઇમિગ્રેશન કાર્યવાહી અને વધતી મોંઘવારીના મુદ્દા સામેલ છે.
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓ વૉશિંગટન ડીસી ખાતે લિંકન મેમોરિયલની સામે ભેગા થયા હતા. આયોજકોનું કહેવું છે કે, "ટ્રમ્પ અમને તાનાશાહની જેમ ચલાવવા માગે છે, પરંતુ આ અમેરિકા છે, અહીં તાકત જનતાની છે, કોઈ નકલી રાજા કે તેના અબજોપતિ મિત્રોની નહીં."
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, વર્જિનિયાના આર્લિંગટનથી એક પુલના રસ્તે વૉશિંગટન ડીસીમાં પ્રવેશી રહેલા પ્રદર્શનકારીઓ. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ પ્રદર્શનોને 'ટ્રમ્પ ડિરેન્જમેન્ટ થૅરપી સેશન' ગણાવ્યાં અને કહ્યું કે તેની પરવાહ માત્ર એ જ લોકો કરે છે, જેને તેને કવર કરવાના પૈસા અપાય છે.
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં 3200 કરતાં વધુ સ્થળોએ પ્રદર્શનની યોજના બનાવાઈ હતી.
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, સેન્ટ પૉલ ખાતે મિનેસોટા સ્ટેટ કૅપિટોલની બહાર પ્રદર્શનકારીઓની રેલી, નોંધનીય છે કે આ રાજ્ય જાન્યુઆરી માસમાં સંઘીય ઇમિગ્રેશન એજન્ટો દ્વારા બે અમેરિકનોની ગોળી મારીને મૃત્યુ નિપજાવવાની ઘટના બાદ ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન વ્યૂહરચના અંગેની ચર્ચાના કેન્દ્રમાં રહ્યું
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, મિનેસોટા સ્ટેટ કૅપિટોલની બહાર બ્રુસ સ્પ્રિંગસ્ટીને તેમનું પ્રદર્શન ગાન 'સ્ટ્રીટ્સ ઑફ મિનિયેપોલિસ' પર્ફૉર્મ કર્યું
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કમાં માર્ચ વખતે ખ્યાત ટાઇમ્સ સ્ક્વેર પાસેના રસ્તાઓ પર હજારોની મેદની ઊમટી પડેલી જોવા મળી હતી
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, ન્યૂયોર્ક સિટીમાં ઘણાં યુદ્ધવિરોધી પૉસ્ટરો જોવા મળ્યાં
બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા બીબીસી ગુજરાતી, બીબીસી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા ટ્રમ્પ સામે અમેરિકામાં વિરોધપ્રદર્શનો કેમ થઈ રહ્યાં છે, જુઓ વિરોધની દસ તસવીરો ‘No Kings’ protests ઈરાન ઇમિગ્રેશન વિઝા ગ્રીનકાર્ડ ગુજરાત
ઇમેજ કૅપ્શન, લૉસ ઍન્જેલિસ ખાતે ગ્લોરિયા મોલિના ગ્રાન્ડ પાર્ક ખાતે ભારે મેદની પ્રદર્શન કરતી જોવા મળી હતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન