અમેરિકા : હવાઈ સેવા ચાર કલાક સુધી ઠપ રહ્યા બાદ ફરી શરૂ, 9/11 બાદ હવાઈ સેવાઓ પર સૌથી મોટી અસર

અમેરિકામાં તમામ ઉડાનો સ્થગિત, 9/11 બાદ હવાઈ સેવાઓ પર સૌથી મોટો પ્રભાવ બીબીસી ફ્લાઇટ ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ઍર ટ્રાફીક પ્લેન એરપોર્ટ
ઇમેજ કૅપ્શન, પૂર્વ બોસ્ટનના મેસાચ્યૂસેટ્સના ઍરપૉર્ટ પર બોર્ડ પર લખેલું છે કે ઘણી ફ્લાઇટ્સ લેટ છે અથવા તો રદ કરી દેવામાં આવી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકામાં લગભગ ચાર કલાક સુધી વિમાન સેવાઓ ઠપ રહ્યા બાદ હવે ફરીથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે ફ્લાઇટ પર લગાવવામાં આવેલી રોકની અસર કેટલાક દિવસો સુધી રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ઍર ટ્રાફિક કન્ટ્રોલના સંચાર પ્રણાલી (કમ્યુનિકેશન સિસ્ટમ)માં સર્જાયેલી ટેકનિકલ સમસ્યાને કારણે દેશભરની ઉડાનો અટકાવી દેવામાં આવી હતી.

આ મામલે અમેરિકાના નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડના પૂર્વ પ્રમુખનું કહેવું હતું કે, 11 સપ્ટેમ્બર, 2001ના આતંકી હુમલાઓ પછી અમેરિકામાં પ્રથમ વખત હવાઈ સેવાઓ પર આટલી અસર પડી છે.

બીબીસીના અમેરિકન મીડિયા ભાગીદાર સીબીએસ ન્યૂઝ સાથે વાત કરતાં રૉબર્ટ એલ. સુમવાલ્ટે કહ્યું, "આ આશ્ચર્યજનક બાબત છે કે આજના યુગમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે."

અમેરિકાની ગૃહ સુરક્ષા મંત્રી માર્કવેન મુલિને જણાવ્યું છે કે આ ઘટનાની પાછળ અમેરિકા પર કોઈ હુમલો થયો હોવાના સંકેતો નથી અને તમામ લોકો સુરક્ષિત છે.

ઍર કૅનેડાએ જાહેરાત કરી છે કે કૅનેડા અને અમેરિકા વચ્ચેની તમામ ઉડાનો શુક્રવાર સાંજ સુધી રદ કરવામાં આવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ આ સમસ્યા કોઈ સાયબર હુમલા અથવા કૃત્રિમ બુદ્ધિ (એઆઈ)ને કારણે સર્જાઈ હોવાનું લાગતું નથી.

માર્કવેન મુલિને લોકોને આશ્વાસન આપતાં વારંવાર કહ્યું કે આ ઘટના "બીજું 9/11" નથી.

આ પહેલાં અમેરિકન ઉડ્ડયન અધિકારીઓએ સુરક્ષાનાં કારણો દર્શાવીને તમામ ઉડાનો રોકવાનો આદેશ આપ્યો હતો. તેમણે આ સ્થિતિને "અસાધારણ પરિસ્થિતિ" ગણાવી હતી.

વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગ દરમિયાન માર્કવેન મુલિને તે દાવાઓને નકારી કાઢ્યા હતા કે, આ આઉટેજનો સંબંધ એક દિવસ પહેલાં ઘણા લોકોને અસર કરનારા માઇક્રોસૉફ્ટ આઉટેજ સાથે છે.

મુલિને જણાવ્યું હતું કે પ્રશાસન અભૂતપૂર્વ ઝડપથી કામ કરી રહ્યું છે જેથી તમામ લોકો સુરક્ષિત રહે અને ફસાયેલા મુસાફરોને મદદ મળી શકે.

તેમણે વધુમાં કહ્યું, "સામાન્ય જનતા ક્યારેય જોખમમાં નહોતી. કોઈપણ વ્યક્તિના જીવનને ક્યારેય કોઈ ખતરો નહોતો."

અમેરિકામાં ફ્લાઇટ્સ રદ થવાનું કારણ શું છે?

અમેરિકામાં તમામ ઉડાનો સ્થગિત, 9/11 બાદ હવાઈ સેવાઓ પર સૌથી મોટો પ્રભાવ અમેરિકામાં તમામ ઉડાનો સ્થગિત, 9/11 બાદ હવાઈ સેવાઓ પર સૌથી મોટો પ્રભાવ બીબીસી ફ્લાઇટ ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ઍર ટ્રાફીક પ્લેન એરપોર્ટ
ઇમેજ કૅપ્શન, ફ્લૉરિડાના ઑર્લાંડો ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર લોકો ફ્લાઇટની રાહ જોઈને બેઠા છે.

સીબીએસના અહેવાલ મુજબ, નેટવર્ક અપડેટના કારણે કમ્યુનિકેશન સિસ્ટમમાં આ ખામી સર્જાઈ હતી.

સીબીએસને મળેલી માહિતી અનુસાર, દેશભરમાં વિમાનોના ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવાનું કારણ બનેલી ટેકનિકલ ખામી અમેરિકાના ઍર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમને જોડતા ખાનગી સંચાર નેટવર્કના અપડેટને કારણે ઊભી થઈ હતી.

સીબીએસ અનુસાર, એલ3હૅરિસ (L3Harris) આ નેટવર્કનું સંચાલન કરે છે. અપડેટ પછી નેટવર્ક રીબૂટ થયું અને ત્યારબાદ ક્રૅશ થઈ ગયું.

એલ3હૅરિસ પોતાની વેબસાઇટ પર પોતાને વિશ્વના સૌથી આધુનિક હવાઈ ક્ષેત્રો, શસ્ત્ર પ્રણાલીઓ અને કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ પ્લૅટફૉર્મ માટે કમ્યુનિકેશન સિસ્ટમ પૂરી પાડતી અગ્રણી કંપની તરીકે વર્ણવે છે.

બીબીસીની ટિપ્પણી માટેની વિનંતી પર એલ3હૅરિસે તાત્કાલિક કોઈ જવાબ આપ્યો નહોતો.

આ દરમિયાન, ઑસ્ટ્રેલિયાથી બીબીસીના સંવાદદાતા સિમોન ઍટકિન્સને જણાવ્યું હતું કે સિડનીમાં આવેલા દેશના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય હવાઈમથકે અમેરિકા સાથે જોડાયેલી તમામ ઉડાનો તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે.

2023માં પણ દેશવ્યાપી અસર જોવા મળી હતી

અમેરિકામાં તમામ ઉડાનો સ્થગિત, 9/11 બાદ હવાઈ સેવાઓ પર સૌથી મોટો પ્રભાવ અમેરિકામાં તમામ ઉડાનો સ્થગિત, 9/11 બાદ હવાઈ સેવાઓ પર સૌથી મોટો પ્રભાવ બીબીસી ફ્લાઇટ ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ ઍર ટ્રાફીક પ્લેન એરપોર્ટ
ઇમેજ કૅપ્શન, નાલ્ડ રીગન વૉશિંગ્ટન ઍરપૉર્ટ પર ફ્લાઇટની રાહ જોઈને બેઠેલા યાત્રીઓ.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી વેરિફાઈના જૅક હોર્ટનના જણાવ્યા મુજબ, અમેરિકામાં ઉડાનો રોકવાની ઘટનાની સરખામણી અગાઉની સમાન ઘટનાઓ સાથે કરવામાં આવી રહી છે.

અમેરિકામાં દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપ અંગે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગૃહ સુરક્ષા સચિવ માર્કવેન મુલિને ફરીથી ભારપૂર્વક કહ્યું કે આ ઘટના 9/11 જેવી નથી.

બીબીસી વેરિફાઈએ ક્રૅનફિલ્ડ યુનિવર્સિટીના ઉડ્ડયન અને પર્યાવરણ વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. ગાય ગ્રેટન સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "આ 9/11 પછીની સૌથી ગંભીર ઘટના લાગી રહી છે, પરંતુ સ્પષ્ટ રીતે તે સ્તરની નથી."

આવી જ ઘટનાઓ વિશે પૂછવામાં આવતા ડૉ. ગ્રેટને વર્ષ 2023ની તે ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે નોટિસ ટૂ ઍર મિશન્સ (NOTAM) સિસ્ટમમાં ખામી સર્જાતા ઉડાનો પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

તેમણે જણાવ્યું, "તે સ્થિતિ 1 કલાક 52 મિનિટ સુધી રહી હતી. આ સમય દરમિયાન આશરે 9,500 ઉડાનો વિલંબિત થઈ હતી અને લગભગ 1,300 ઉડાનો રદ કરવી પડી હતી."

આ સિસ્ટમમાં ખામીના કારણે હવાઈ પરિવહન સંબંધિત સુરક્ષા સૂચનાઓ જારી કરી શકાઈ નહોતી. સિસ્ટમ ફરી કાર્યરત થાય ત્યાં સુધી ઉડાનો ઉપર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન