મુંબઈ: અતિભારે વરસાદને લીધે પાણી ભરાયાં, જનજીવન ત્રસ્ત

મુંબઈનો વરસાદ
પ્રકાશિત

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસવાને કારણે ચારેતરફ પાણી ભરાઈ ગયા છે.

પરિસ્થિતિ ગંભીરતાને જોઈને મહાષ્ટ્રના શિક્ષણમંત્રી વિનોદ તાવડે બે દિવસ માટે શાળાઓ અને કોલેજોમાં રજાની જાહેરાત કરી છે.

મુંબઈના ધબકતા જનજીવનની વધુ એક જીવંત સાબિતી જેવી ટિફિન-ડબ્બા સર્વિસ પણ આજે બંધ કરી દેવામાં આવી છે.

મુંબઈનો વરસાદ

વરસાદને પગલે જાહેર જનજીવન સહિત વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. એટલું જ નહીં અમૂક વિસ્તારમાં રહેતા લોકોનાં ઘરોમાં વરસાદનું પાણી પણ ભરાઈ ગયું છે.

વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા

ભારે વરસાદને પગલે રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને પગલે શહેરની બસ સેવા ખોરવાઈ ગઈ હતી.

વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા

ચોમાસાની ઋતુનો સૌથી વધુ વરસાદ નોંધાતા જાહેર જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈ હવામાન વિભાગે કાલે પણ ભારે વરસાદ આવવાની આગાહ કરી છે.

વરસાદને પગલે રેલવે વ્યવસ્થાને અસર થઈ

શહેરની અંદર આવવા માટે અને શહેરથી બહાર જવામાં વપરાતા રેલવે સ્ટેશનના પાટાાઓ પણ વરસાદી પાણીથી બચ્યા નથી. ભારે વરસાદને પગલે રેલવે સ્ટેશનોમાં પાણી ઘૂસી ગયા છે.

પાણીમાં રમી રહેલા બાળકોની તસવીર

મળતી માહિતી પ્રમાણે લગભગ 300 લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. આને કારણે લોકોની ખાનગી મિલકત સહિત તેમના જીવને પણ ઊંડી અસર પહોંચી છે.

વરસાદને પગલે રેલવે વ્યવસ્થાને અસર થઈ

આ દૃશ્ય મુંબઈના નાલાસોપારા રેલવે સ્ટેશનનું છે જ્યાં વરસાદી પાણી ઘૂસી જવાથી લોકોને ફસાયેલા જોવા મળી રહ્યાં છે.

મુંબઈનો વરસાદ

ભારે વરસાદને પગલે સાયન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો