જેરૂસલેમ કટોકટી : ઇઝરાયલ અને ગાઝા વચ્ચે હુમલાઓ ચાલુ, અનેકનાં મૃત્યુ

ગાઝામાં હુમલા પછીનું એક દૃશ્ય
ઇમેજ કૅપ્શન, ગાઝામાં હુમલા પછીનું એક દૃશ્ય
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પેલેસ્ટાઇની ચરમપંથીઓ અને ઇઝરાયલની સેના વચ્ચે રૉકેટ હુમલાઓમાં ગાઝા અને ઇઝરાયેલમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં છે.

સોમવાર રાતથી અત્યાર સુધી ગાઝાએ ઇઝરાયલ પર 300થી વઘારે રૉકેટ ઝીંક્યા છે જેમાં 2 ઇઝરાયેલીઓ મૃત્યુ પામ્યાં.

સામે, ઇઝરાયેલ તરફથી ગાઝા પટ્ટીના 150 સ્થળોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે જેમા 26 પેલેસ્ટાઇનીઓ મૃત્યુ પામ્યાં છે.

ઇઝરાયેલ તરફથી ગાઝા પટ્ટીના 150 સ્થળોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે જેમા 26 પેલેસ્ટાઇનીઓ મૃત્યુ પામ્યાં છે.
ઇમેજ કૅપ્શન, ઇઝરાયેલ તરફથી ગાઝા પટ્ટીના 150 સ્થળોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે જેમા 26 પેલેસ્ટાઇનીઓ મૃત્યુ પામ્યાં છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય બેઉ પક્ષોને હુમલાઓ બંધ કરવાની અપીલ કરી રહ્યો છે.

ગાઝાની સત્તા ધરાવનાર ચરમપંથી સમૂહ હમાસનું કહેવું છે કે તેઓ આ હુમલાઓ જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદને ઇઝરાયેલના આક્રમણ અને આંતકવાદથી સુરક્ષા માટે કરે છે.

દુનિયાભરમાંથી દેશોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના હુમલાઓ બાદ શાંતિની અપીલ કરી છે.

પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે
ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે

યુએસ, યુરોપિયન યુનિયન, યુકેએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને અરજ કરી છે કે તણાવની સ્થિતિને શક્ય હોય એટલી ઝડપે ઘટાડી દે.

સોમવારે રાત્રે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ જેરૂસલેમ તરફ રૉકેટ છોડ્યા, એ બાદ સ્થિતિ વધારે વણસી છે.

જવાબમાં ઇઝરાયલની સેનાએ ગાઝા પટ્ટી પર ઉગ્રવાદીઓને નિશાન બનાવીને ઍરસ્ટ્રાઇક કરી હતી.

પેલેસ્ટાઇનના ગાઝામાં રહેલા આરોગ્ય અધિકારીઓ કહે છે કે ઍરસ્ટ્રાઇકમાં બાળકો સહિત 20 લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલની સેનાનું કહેવું છે કે મૃતકો પૈકી ત્રણ હમસ ગ્રૂપના હતા, જેઓ ગાઝામાં સત્તા પર છે.

અલ-અક્સા મસ્જિદ પરિસર કે જે જૂના જેરૂસલેમ શહેરમાં છે, તેને મુસ્લિમોની સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
ઇમેજ કૅપ્શન, અલ-અક્સા મસ્જિદ પરિસર કે જે જૂના જેરૂસલેમ શહેરમાં છે, તેને મુસ્લિમોની સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.

સોમવારે જેરૂસલેમના પવિત્ર સ્થળ પાસે ઇઝરાયલી પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં સેંકડો પેલેસ્ટાઇનવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જે બાદ હમસે સ્ટ્રાઇક કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ઇઝરાયલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હમસે 'લાલ લાઇન ઓળંગી છે' અને એનો ઇઝરાયલ 'પૂરતી તાકાત'થી જવાબ આપશે.

વીડિયો કૅપ્શન, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ કેમ ચાલી રહ્યો છે?

છેલ્લાં કેટલાંય વર્ષોની તુલનામાં સૌથી ખરાબ કહી શકાય એવી હિંસા છેલ્લા થોડા દિવસોથી થઈ રહી છે.

જેરૂસલેમના જૂના શહેરમાં પેલેસ્ટાઇનના પ્રદર્શનકારીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે વધતી હિંસા મોટા સંઘર્ષની ચિંતા જન્માવે છે.

પેલેસ્ટાઇનના લોકોમાં અલ-અક્સા મસ્જિદ પરિસરમાં પ્રવેશવા પર લદાયેલા પ્રતિબંધો અંગે રોષ છે, ઇસ્લામમાં અલ-અક્સા મસ્જિદને ત્રીજી સૌથી પવિત્ર મસ્જિદ માનવામાં આવે છે.

મંગળવારે પેલેસ્ટિનિયન રેડ ક્રેસ્કન્ટ નામના માનવતાવાદી ગ્રૂપે કહ્યું કે આ ઘર્ષણમાં પેલેસ્ટાઇનના 700 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો