કેવી રીતે 500 કરોડના બિટકૉઇનની ચોરી થઈ?

બિટકૉઇન
ઇમેજ કૅપ્શન, સ્લોવેનિયાની કંપની નાઇસહૈશમાંથી 500 કરોડના બિટકૉઇનની ચોરી
પ્રકાશિત

સ્લોવેનિયાની કંપની નાઇસહૈશમાંથી 500 કરોડના બિટકૉઇનની ચોરી થઈ છે

હાલ વિશ્વભરમાં બિટકૉઇનના વધેલા ભાવો અને તેની ખરીદી ચર્ચામાં છે. ત્યારે હેકર્સ પણ આ મામલે સક્રિય બની ગયા છે.

તાજેતરમાં જ હેકર્સે 500 કરોડ રૂપિયાની કિંમતના બિટકૉઇનની ચોરી કરી છે. આ ચોરી સ્લોવેનિયાની કંપની નાઇસહૈશમાંથી થઈ છે

અત્યાર સુધી એ દાવો કરવામાં આવતો હતો કે 2009માં લોંચ થયેલા આ વર્ચ્યુઅલ કરન્સીની ચોરી લગભગ અશક્ય છે.

જે સમયે બિટકૉઇન પર હેકર્સે હાથ સાફ કર્યો, તે સમયે બિટકૉઇનની ખરીદી ચાલી રહી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

બિટકૉઇનનું પ્રબંધન કરનારી સ્લોવેનિયાની કંપની નાઇસહૈશના ડાયરેક્ટર માર્કો કોબાલનું કહેવું છે કે હેકર્સ યુરોપની બહારના છે.

કોબાલે કહ્યું કે હેકર્સે કેટલીક કલાકો સુધી કંપનીની કમ્પ્યુટર સિસ્ટમ પર નિયંત્રણ મેળવી લીધું હતું.

ગોલ્ડમેન સૅક્સ
ઇમેજ કૅપ્શન, આ પહેલાં બિટકૉઇનની ચોરી લગભગ અશક્ય છે એવો દાવો કરાતો હતો

કોબાલ કહે છે, "આ એક પ્રોફેશનલ હુમલો હતો. હેકર્સે ખૂબ પ્રભાવશાળી એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો છે. તેઓ અમને બરબાદ કરી દેવા માગે છે."

કોબાલનું કહેવું છે કે બિટકૉઇનની થયેલી આ પ્રકારની ચોરીથી તેઓ અને તેમના અન્ય સાથી પરેશાન છે.

4700 કરતા વધારે બિટકૉઇનની ચોરી પાછળ કોનો હાથ છે તે અંગે હજુ જાણકારી મળી શકી નથી.

પરંતુ બિટકૉઇનની સુરક્ષાને લઇને ચર્ચાઓ ચોક્કસથી શરૂ થઈ થઈ ગઈ છે.

હેકરની પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, કંપનીનું માનવું છે કે હેકર્સ યુરોપની બહારના છે

બિટકૉઇનના રોકાણકારોમાં આ ચોરીથી અફરા તફરી ન મચી જાય, તે માટે કોબાલે ફેસબુક લાઇવના માધ્યમથી રોકાણકારોને સંબોધિત પણ કર્યા હતા.

તેમણે હેકર્સને ચેતવણી આપી હતી, "અમે તમને કોઈને નહીં છોડીએ."

તેમણે કહ્યું કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફૉરેન્સિક વિશેષજ્ઞોએ તપાસ શરૂ કરી છે.

જો કે ફેસબુક લાઇવ દરમિયાન રોકાણકારોનો ગુસ્સો પણ તેમના પર જોવા મળ્યો હતો.

સુરક્ષામાં આવેલી આ ચૂકના કારણે કંપનીઓએ ખરી-ખોટી વાતો પણ સાંભળવી પડી હતી.

line

બિટકૉઇન કેવી રીતે કામ કરે છે?

બિટકૉઇન

બિટકૉઇન એક કમ્પ્યૂટર ફાઇલ હોય છે જેને સ્માર્ટફોન અથવા તો કમ્પ્યૂટરના ડિજિટલ વૉલેટમાં રાખી શકાય છે.

પ્રત્યેક લેવડ-દેવડની યાદી પણ તૈયાર થાય છે જેને બ્લોકચેઇન કહેવામાં આવે છે.

આ કરન્સી માત્ર કોડમાં હોવાના કારણે તેને જપ્ત નથી કરી શકાતી કે નષ્ટ પણ નથી કરી શકાતી.

line

કેવી રીતે મળે છે બિટકૉઇન?

બિટકૉઇનની પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, બિટકૉઇન એક વર્ચ્યુઅલ મુદ્રા છે જેના પર સરકારનું કોઈ નિયંત્રણ નથી

બિટકૉઇન મેળવવા માટે મુખ્યત્વે ત્રણ રીત છે.

તેને અસલી પૈસાથી ખરીદી શકાય છે.

બીજી રીત એ છે કે કોઈ વસ્તુ અથવા સેવા ખરીદવી જેની પેમેન્ટ બિટકૉઇનથી થાય છે.

ત્રીજી રીત એ છે કે નવી કંપનીઓના માધ્યમથી તેમને ખરીદવામાં આવે, જેમની પોતાની વર્ચ્યુઅલ મુદ્રા હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો