You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે, કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અતિશય ભારે વરસાદને કારણે લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. જોકે હાલમાં કેટલીક જગ્યાએ વરસાદે વિરામ લીધો છે.
ભારે વરસાદને કારણે અમદાવાદ, સુરત જેવાં મોટાં શહેરોના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદમાં આંશિક રાહત જોવા મળશે અને ત્યાર બાદ ફરી ચોમાસું સક્રિય થશે.
જોકે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યાર બાદ અતિભારે વરસાદની આગાહી સાથે ચોમાસું સક્રિય થવાના અહેવાલ છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ અને હવામાન વિભાગે શું આગાહી કરી છે જાણો આ અહેવાલમાં.
બંગાળની ખાડી પાસે સિસ્ટમ બની, ગુજરાતને કેટલી અસર કરશે?
બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે.
આ ડીપ ડિપ્રેશન આજે હલ્દિયા નજીક બાલાસોર અને કેનિંગ વચ્ચે પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશા કિનારો પસાર કરશે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૉન્સૂન ટ્રફ હવે બિકાનેર, દાતિયા, રીવા, ડાલ્ટનગંજ, જમશેદપુર અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશા કાંઠાના અડીને આવેલા વિસ્તારોમાંથી પસાર થઈને બંગાળની ખાડી તરફ જતું દેખાય છે.
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સવારનું અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
અરબી સમુદ્ર અને અડીને આવેલા કોંકણ કિનારે સવારનું અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી ઊંચાઈ પર યથાવત્ છે.
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?
આજે 28 જુલાઈની સ્થિતિ તરફ નજર કરીએ તો હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને દમણ, દાદરા અને નગરહાવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તેથી આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ છે.
તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
29 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
30 જુલાઈએ હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
પણ 31 જુલાઈથી હવામાન વિભાગે ફરીથી વરસાદનું જોર વધશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
તે સાથે આ દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને ભરૂચ, સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે એક ઑગસ્ટે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
તે સિવાયના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે.
તેમજ બે ઑગસ્ટે પણ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન