You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : તમે જે ઘી ખાઓ છો તે અસલી છે કે કેમિકલ? ફૅક્ટરીમાંથી 1.67 કરોડનું નકલી ઘી ઝડપાયું
ગુજરાતમાં પામોલીન તેલમાં કેમિકલ ભેળવીને નકલી ઘી બનાવવાનો મામલો સામે આવ્યો છે.
પોલીસે ગાંધીનગરની છત્રાલ જીઆઇડીસીમાંથી એક કરોડ 67 લાખ રૂપિયાનું ભેળસેળયુક્ત પામ ઑઇલ, તૈયાર નકલી ઘી અને કેમિકલ જપ્ત કર્યું છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે તેમાં કેમિકલ ભેળવીને દેશી ઘી જેવું બનાવાતું હતું. તેમજ અલગ-અલગ વેપારીઓ મારફતે બજારમાં વેચી દેવાતું હતું.
હાલમાં પોલીસ દ્વારા ફૅક્ટરીને સીલ કરી દેવાઈ છે અને એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
તેમજ આ ભેળસેળમુક્ત ઘી બનાવવામાં સામેલ તમામ લોકોની ભૂમિકાની પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ચીજવસ્તુઓ બજારમાં મળતી હોવાની ફરિયાદ મળી રહી છે. એ બાદ સરકારે એનાલૉગ પનીર સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન