You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હોલીવૂડ ફિલ્મ 'ઓડિસી'માં હીરો માટે સ્ટન્ટ કરનાર જાંબાઝ મહિલા કોણ છે?
આજકાલ ફિલ્મ નિદેશક ક્રિસ્ટોફર નોલનની નવી ફિલ્મ 'ઓડિસી' ખૂબ ચર્ચામાં છે.
તેમાં પણ મેટ ડેમનનું પાત્ર ઓડિસ્યૂસમાં દર્શકોને ખૂબ રસ પડી રહ્યો છે.
હવે ફિલ્મના પડદે મેટ ડેમનનાં સ્ટન્ટ ડબલ તરીકે કામ કરનાર મહિલા સ્ટન્ટવુમનની કહાણી પણ સામે આવી છે.
આ વાત છે ડેવિલ ડૉલ્ટનની. આ ફિલ્મમાં મેટ ડીમનનું પાત્ર ઓડિસ્યૂસ વિશાળકાય જીવો સામે લડે છે.
ડૉલ્ટનની ઓછી ઊંચાઈને કારણે ઓડિસ્યૂસ સ્ક્રીન પર તેના દુશ્મનોની સામે ઘણો નાનો દેખાતો હતો.
તેઓ કહે છે કે, "મેં છોકરાઓ અને છોકરીઓ માટે સ્ટન્ટ ડબલ તરીકે કામ કર્યું છે. મેં ક્રિચર્સ એટલે કે કાલ્પનિક જીવોના સ્ટન્ટ પણ કર્યા છે."
"મેં એપ્સ એટલે કે મોટા વાનરોના સ્ટન્ટ કર્યા છે અને ઝૉમ્બીઝના સ્ટન્ટ પણ કર્યા છે. પરંતુ કોઈ પુરુષ માટે પહેલીવાર સ્ટન્ટ ડબલ તરીકે કામ કર્યું, એટલે હું ખૂબ જ ઉત્સાહિત હતી.
"
"મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા રેઝ્યૂમેમાં મેટ ડીમન માટે સ્ટન્ટ ડબલ તરીકે કામ કરવાનો અનુભવ પણ હશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન