આ ગામમાં લોકો માછલીઓ પકડવા કેમ ભેગા થયા?

આ ગામમાં લોકો માછલીઓ પકડવા કેમ ભેગા થયા?
પ્રકાશિત

તમિલનાડુના તિરુચિરાપલ્લી નજીક પરંપરાગત માછીમારી ઉત્સવમાં 300થી વધુ લોકો ઉમટ્યા હતા.

તિરુચિરાપલ્લી, પુડુક્કોટ્ટાઈ અને કરુર જિલ્લાના લોકો 30 એકરના તળાવમાં માછલી પકડવા પહોંચ્યા હતા.

ગામના આગેવાને પરંપરાગત રીતે સંકેત આપ્યા બાદ લોકો જાળી, ટોપલાં સહિતના સાધનો સાથે તળાવમાં ઉતર્યા હતા. લોકોએ વિવિધ દેશી માછલીઓ પકડી અને ઉત્સાહભેર ઉજવણી કરી ઘરે પરત ફર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન