ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અટકેલો છે અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેની સીધી અસર ગુજરાત પર નહીંવત રહેવાની શક્યતા છે.

આગામી ચાર-પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે.

જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન