બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં હજી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ?
ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું. ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે. જાણો આ સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોને થશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની આાગાહી છે...
વીડિયો - દિપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images
























