વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?

બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?
ઇમેજ કૅપ્શન, ગુરુવારે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ, ઇલોન મસ્કે ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર સીધો હુમલો કર્યો.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

ઇલોન મસ્ક વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતના વિશાળ બજારમાં મજબૂત હાજરી બનાવવા માંગે છે, પરંતુ હજુ સુધી તેમને સફળતા મળી નથી.

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ, ઇલોન મસ્ક, છેલ્લે 2025ની શરૂઆતમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૉશિંગટનની મુલાકાતે ગયા ત્યારે તેમને મળ્યા હતા.

પરંતુ તે બેઠકમાં થયેલી વાતચીતથી ભારતમાં મસ્કના પડકારો ઓછા ન થયા.

અમેરિકા સાથે ભારતના બગડતા સંબંધોની સીધી અસર બંને દેશોના મોટા ઉદ્યોગપતિઓ પર પણ પડી રહી છે.

અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્પેસઍક્સના સેટેલાઇટ બ્રૉડબેન્ડ નેટવર્ક સ્ટારલિંક, ભારતમાં રેગ્યુલેટરી મંજૂરીની રાહ જોઈ રહી છે.

ઇલોન મસ્ક આ વિલંબથી એટલા નારાજ છે કે, ગુરુવારે તેમણે ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પર સીધો હુમલો કર્યો.

બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?
ઇમેજ કૅપ્શન, રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું

મસ્કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રશ્ન કર્યો કે, સ્ટારલિંક છેલ્લાં પાંચ વર્ષથી ભારતીય કાયદાઓનું પાલન કરી રહી છે, છતાં હજુ સુધી તેને લાઇસન્સ કેમ મળ્યું નથી. તેમણે પ્રશ્ન કર્યો કે, શું અંબાણીનો સરકાર પર પ્રભાવ છે?

ભારત સરકારે મસ્કના આરોપોને નકારી કાઢ્યા છે. તેણે કહ્યું કે, સેટેલાઇટ સંદેશાવ્યવહાર માટે તેનું રેગ્યુલેટરી માળખું "ન્યાયી અને ભેદભાવરહિત" છે અને બધી લાઇસન્સપ્રાપ્ત કંપનીઓ મંજૂરી પ્રક્રિયાના લગભગ સમાન તબક્કામાં છે.

મસ્કે ગુરુવારે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું, "શું અંબાણી ભારતના વાસ્તવિક બૉસ છે?"

મસ્કની ટિપ્પણીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઊંચકી લીધી. તેઓ પહેલાંથી જ નરેન્દ્ર મોદી સરકાર પર અગ્રણી ભારતીય ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતા રહ્યા છે.

રાહુલના વલણ સામે સવાલ

બીબીસી ગુજરાતી સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર) બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?
ઇમેજ કૅપ્શન, સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મસ્કની અંબાણીવાળી ટિપ્પણીને ફરીથી પોસ્ટ કરતાં રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, "ભારતમાં આપનું સ્વાગત છે, ઇલોન. બસ થોડી રાહ જુઓ, જ્યારે તમને અહીં બીજી વ્યક્તિ વિશે ખબર પડશે."

ત્યારે મસ્કે જવાબ આપ્યો, "આભાર, રાહુલ. આ ખરેખર ચિંતાની વાત છે."

રાહુલ ગાંધીની ટિપ્પણીને ઇલોન મસ્કના સમર્થન તરીકે જોવામાં આવી હતી, જોકે, ભૂતકાળમાં સ્ટારલિંક પર કૉંગ્રેસ પાર્ટીનું વલણ મસ્કના પક્ષમાં નથી રહ્યું.

કૉંગ્રેસના કૉમ્યુનિકેશન જનરલ સેક્રેટરી ઇન-ચાર્જ જયરામ રમેશે ગયા વર્ષે 13 માર્ચે કહ્યું હતું કે, "માત્ર 12 કલાકમાં, ઍરટેલ અને જિયો બંનેએ સ્ટારલિંક સાથેની ભાગીદારીની જાહેરાત કરી. એવું લાગે છે કે સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ સામેના તેમના બધા વાંધા, જેનો તેઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા, તેનો ઉકેલ આવી ગયો છે."

"એ સ્પષ્ટ છે કે, આ ભાગીદારી માટેની વ્યૂહરચના ખુદ વડા પ્રધાન દ્વારા ઘડવામાં આવી છે. તેનો ઉદ્દેશ સ્ટારલિંકના માલિક ઇલોન મસ્ક દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારા સંબંધો કેળવવાનો છે. સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન રાષ્ટ્રીય સુરક્ષાને લગતો છે. જો રાષ્ટ્રીય સુરક્ષાની માંગ ઊભી થાય તો કનેક્ટિવિટી ચાલુ કે બંધ કરવાનો અધિકાર કોની પાસે હશે? સ્ટારલિંક કે તેના ભારતીય ભાગીદારો પાસે? શું સેટેલાઇટ-આધારિત કનેક્ટિવિટી સેવાઓ પૂરી પાડતી અન્ય કંપનીઓને પણ મંજૂરી આપવામાં આવશે, અને જો એમ હોય તો, કયા આધારે?"

મુકેશ અંબાણી પર ઇલોન મસ્કના હુમલા અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ જયરામ રમેશની સમજ સાથે મેળ ખાતી નથી. પરિણામે, કૉંગ્રેસ પાર્ટીને સવાલ કરાઈ રહ્યા છે.

'ધ હિંદુ' ગ્રૂપનાં ડિરેક્ટર માલિની પાર્થસારથી માને છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારત પ્રત્યે શત્રુતાપૂર્ણ વલણ ધરાવતા લોકોની ઉપહાસપૂર્ણ ટિપ્પણીઓને વૈધતા બક્ષી રહ્યા છે.

બીબીસી બીબીસી ગુજરાતી સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર) બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?

માલિની પાર્થસારથીએ રાહુલની ઍક્સ પરની રાહુલની ટિપ્પણીને ફરીથી પોસ્ટ કરતાં લખ્યું, "ઇલોન મસ્કની ટિપ્પણીઓ સ્ટારલિંક પ્રત્યે ભારત સરકારના અત્યાર સુધીના ઉદાસીન વલણ પર પ્રશ્ન ઉઠાવીને ભારતની ટેલિકૉમ પૉલિસીના સાર્વભૌમત્વને નબળી પાડવાનો પ્રયાસ કરે છે."

"આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકા ભારતના આઇટી દિગ્ગજોને તેની ધરતી પર આગળ વધતા અટકાવી રહ્યું છે. આ ભારતના અર્થતંત્ર પ્રત્યેની તેની ખુલ્લી દુશ્મનાવટ અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓની અવગણનાનો સ્પષ્ટ સંકેત છે."

"ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના તેમના દ્વેષને કારણે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, ભારત પ્રત્યે દુશ્મનાવટભર્યા વલણ ધરાવતા લોકોની અપમાનજનક ટિપ્પણીઓને વૈધતા બક્ષી રહ્યા છે. આમ કરીને, તેઓ ખરેખર ભારતને નબળું પાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ સાવચેત રહેવું જોઈએ કે તેમના વ્યક્તિગત પૂર્વગ્રહો તેમના રાજકીય વિવેક પર હાવી ન થઈ જાય."

"ભારતના ઉભરતા અર્થતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહેલાં બાહ્ય પરિબળો સામે ભારતીય લોકો સંયુક્ત રાજકીય પ્રતિક્રિયાના હકદાર છે."

માલિનીની પોસ્ટના જવાબમાં, લેખક અને વિશ્લેષક સલિલ ત્રિપાઠીએ લખ્યું, "પ્રભાવશાળી વેપારી ગૃહોની એકાધિકારિક પ્રવૃત્તિઓ ભારત માટે ગર્વની વાત નથી. તે એ પરિવારો અને તેમનાથી લાભ મેળવતા લોકો માટે ગર્વની વાત છે. ભારત પ્રગતિ કરી રહ્યું નથી, પરંતુ હું એ વાત સાથે સંમત છું કે ગણતરીના કેટલાક ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ ચોક્કસપણે વધી રહ્યું છે."

કૅનેડામાં ફ્રી પ્રેસનાં સ્ટાફ રાઇટર રૂપા સુબ્રમણ્યાએ રાહુલ અને મસ્કની ટિપ્પણીઓ વિશે લખ્યું, "ઇલોન મસ્ક ભારતની ડાબેરી વલણવાળી કૉંગ્રેસ પાર્ટીનું સમર્થન કરે તો તે વિચિત્ર હશે, જ્યારે તેઓ વિશ્વભરમાં જમણેરી પક્ષોને ટેકો આપવા માટે જાણીતા છે અને ભારતમાં એક જમણેરી પક્ષ સત્તામાં છે. જોકે, દુનિયામાં આના કરતાં પણ વધુ વિચિત્ર બનાવો બન્યા છે."

ભારતમાં સ્ટાલિંક સામે અડચણો

બીબીસી ગુજરાતી   બીબીસી બીબીસી ગુજરાતી સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર) બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?
ઇમેજ કૅપ્શન, સ્ટારલિંકનો લોગો

સ્પેસઍક્સ ભારતમાં સ્ટારલિંક સેવાઓ શરૂ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સુનીલ ભારતી મિત્તલની ભારતી ઍરટેલ લિમિટેડે વર્ષોથી ભારતના ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્રમાં મજબૂત સ્થિતિ બનાવી છે.

અગાઉ, મસ્કે નામ લીધા વિના તેમના હરીફો પર સ્ટારલિંકના ભારતમાં પ્રવેશને રોકવાનો આરોપ લગાવ્યો હતો. આને મિત્તલ પર નિશાન સાધવા તરીકે પણ જોવામાં આવ્યું હતું.

મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દુર્ભાગ્યવશ, કેટલાક ઉદ્યોગપતિઓ તેમનો એકાધિકાર જાળવી રાખવા અને ભારતીય લોકો પર પોતાની લોખંડી પકડ જાળવી રાખવા માટે અમને રોકી રહ્યા છે. તમે અનુમાન કરી શકો છો કે તેઓ કોણ છે?"

તાજેતરના સરકારી આંકડા અનુસાર, ભારતની બે સૌથી મોટી ખાનગી ટેલિકૉમ કંપનીઓ, રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડ અને ભારતી ઍરટેલ, પાસે લગભગ 910 મિલિયન બ્રૉડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે, જે દેશના કુલ બજારના 80 ટકાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે.

મસ્કની આ તીખી આલોચના ગયા વર્ષના વલણથી સાવ અલગ છે, જ્યારે સ્પેસઍક્સે ભારતમાં સ્ટારલિંક સેવાઓ પૂરી પાડવા માટે ભારતી ઍરટેલ અને રિલાયન્સની જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડ સાથે કરાર કર્યા હતા.

યુએસ મીડિયા આઉટલેટ બ્લૂમબર્ગે આ વર્ષે જૂનમાં અહેવાલ આપ્યો હતો કે ભારતે સુરક્ષા ચિંતાઓને કારણે સ્ટારલિંકને વેપારી સેવાઓ શરૂ કરવા માટે અંતિમ મંજૂરી પ્રક્રિયાને અસરકારક રીતે અટકાવી દીધી છે.

બીબીસી બીબીસી બીબીસી ગુજરાતી સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર) બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, આ બાબતથી પરિચિત લોકોએ તે સમયે કહ્યું હતું કે દેશના ગૃહ મંત્રાલય હેઠળની સુરક્ષા એજન્સીઓએ લૉ અર્થ ઑર્બિટ એટલે કે પૃથ્વીની નીચલી કક્ષામાં સંચાલિત આ સેટેલાઇટ સેવાને શરૂ કરવા માટે જરૂરી મંજૂરી આપી નહોતી.

સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ કૉમ્યુનિકેશન લાઇસન્સ મળ્યું છે, પરંતુ વાણિજ્યિક સેવાઓ શરૂ કરતા પહેલાં તે સુરક્ષા મંજૂરી અને સ્પેક્ટ્રમ ફાળવણીની રાહ જોઈ રહી છે.

બ્લૂમબર્ગે તેના અહેવાલમાં લખ્યું છે કે, "ભારતી ઍરટેલ યુટેલસૅટ કૉમ્યુનિકેશન્સના સૌથી મોટા શૅરધારકોમાંની એક છે. યુટેલસૅટ કૉમ્યુનિકેશન્સ યુટેલસૅટ વન-વેબ સેટેલાઇટ નેટવર્કનું સંચાલન કરે છે, જે વિશ્વભરમાં સ્ટારલિંકના સૌથી મોટા સ્પર્ધકોમાંનું એક છે અને લૉ અર્થ ઑર્બિટમાં ઉપગ્રહોનું સંચાલન કરે છે."

ભારતી ઍરટેલે તેના ભારતીય ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પૂરી પાડવા માટે સ્પેસઍક્સ સાથે અલગથી ભાગીદારી પણ કરી છે. તે આ બજારમાં ઉભરતા જટિલ વ્યવસાયિક જોડાણોનું ઉદાહરણ છે. રિલાયન્સની સેટેલાઇટ ક્ષેત્રમાં પણ મહત્ત્વાકાંક્ષાઓ છે, જે જિયો સેટેલાઇટ કૉમ્યુનિકેશન્સ અને લક્ઝમબર્ગસ્થિત સેટેલાઇટ ઑપરેટર એસઇએસએસએ સાથે કામ કરે છે.

"ભારતમાં સેટેલાઇટ સંચાર સેવાઓ પૂરી પાડવા માટે લાઇસન્સપ્રાપ્ત ત્રણ કંપનીઓમાં જિયો, વન-વેબ અને સ્ટારલિંકનો સમાવેશ થાય છે. જોકે, તેમાંથી કોઈએ હજુ સુધી સંપૂર્ણ વ્યવસાયિક સેવાઓ શરૂ કરી નથી."

મસ્ક મોદી પાસેથી શું ઇચ્છે છે?

બીબીસી ગુજરાતી બીબીસી બીબીસી ગુજરાતી સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર) બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી હંમેશાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીના સંબંધોને લઈને નિશાન સાધતા રહ્યા છે.

મસ્કની વિશાળ સંપત્તિમાં ટેસ્લાનો હિસ્સો સૌથી મોટો છે. બ્રિટિશ અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, ટેસ્લાએ આ વર્ષના ફેબ્રુઆરીમાં ભારતમાં માત્ર 29 કાર વેચી હતી.

ભારત ઇલેક્ટ્રિક વાહનો (ઇવી) માટે મોટું બજાર નથી, પરંતુ મર્યાદિત વેચાણ સાથે, ટેસ્લાની બજાર હિસ્સેદારી ઓછી રહી. ભારતીયોએ તે મહિનામાં કુલ 13,733 ઇવી ખરીદ્યાં, જેમાં ટેસ્લાનો હિસ્સો ફક્ત 0.2 ટકા હતો.

ફેબ્રુઆરી મહિનો કંપની માટે મુશ્કેલ હતો, પરંતુ એ બાબત કોઈ અપવાદ નહોતી. ટેસ્લાએ જુલાઈ 2025માં ભારતમાં તેના ત્રણ શોરૂમમાંથી પહેલો ખોલ્યો.

આમ છતાં, કંપની વર્ષના અંત સુધીમાં માત્ર 225 કાર વેચવામાં સફળ રહી. આ આંકડો 2025માં ભારતમાં વેચાયેલાં કુલ ઇલેક્ટ્રિક વાહનોના માત્ર 0.13% જેટલો છે.

આનું એક કારણ કિંમત છે. ટેસ્લાનાં મૉડલ વાયની કિંમત લગભગ 65,000 અમેરિકન ડૉલરથી શરૂ થાય છે, જ્યારે ટાટા મોટર્સની ઍન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક કારની કિંમત લગભગ 8,500 અમેરિકન ડૉલર છે.

આ માટે આયાત જકાત એક મુખ્ય કારણ છે. 40,000 અમેરિકન ડૉલરથી વધુ કિંમતની કાર પર 110 ટકા સુધીની આયાત જકાત લાગે છે. તેનાથી વિપરીત, આયાતી ઘટકોનો ઉપયોગ કરીને ભારતમાં ઍસેમ્બલ કરાયેલી કાર પર આયાત જકાત 15 ટકાથી શરૂ થાય છે.

આ એક એવું ક્ષેત્ર છે જ્યાં મસ્કે પરિવર્તનની માંગ કરી છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું છે કે, "મસ્કે 2024ના ઉનાળામાં ભારતની સામાન્ય ચૂંટણીઓ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મંચ શૅર કરવાની યોજના બનાવી હતી. એ સમયે, તેઓ ભારતમાં એક ફૅક્ટરી સ્થાપવાનું વિચારી રહ્યા હતા, અને સરકાર કેટલીક નીતિગત છૂટછાટો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર હતી. પરંતુ મસ્કે છેલ્લી ઘડીએ તેમની ભારત મુલાકાત રદ કરી અને તેના બદલે ચીન ગયા. આને છેલ્લી ઘડીનાં પગલાં તરીકે જોવામાં આવ્યું, જેનાથી મોદી ગુસ્સે થયા હશે. ત્યારથી નવી દિલ્હીએ ટેસ્લાને નીતિગત છૂટછાટો આપવાનો ઇન્કાર કરી દીધો છે."

બીબીસી બીબીસી ગુજરાતી સ્પેસઍક્સ, ટેસ્લા અને ઍક્સના સીઇઓ ઇલોન મસ્ક 13 ફેબ્રુઆરી, 2025ના રોજ યુએસએના વૉશિંગ્ટન ડીસીમાં બ્લૅર હાઉસ ખાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (જમણે) ને મળ્યા હતા. (ફાઇલ તસવીર) બીબીસી ગુજરાતી રાહુલની ટિપ્પણી પહેલાં ઇલોન મસ્કની સ્ટારલિંક પર કૉંગ્રેસનું વલણ સંપૂર્ણપણે અલગ હતું
 વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્ક મુકેશ અંબાણી સામે કેમ પડી ગયા, રાહુલ ગાંધીએ આ વિવાદમાં કેમ ઝંપલાવ્યું?

નવી દિલ્હીસ્થિત સેન્ટર ફૉર સોશિયલ ઍન્ડ ઇકૉનૉમિક પ્રોગ્રેસના દીપક મહેશ્વરીએ 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ને જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં પ્રવેશ કરે છે, ત્યારે તેના ટોચના અધિકારીઓ સામાન્ય રીતે દેશની મુલાકાત લે છે અને મુખ્ય નીતિનિર્માતાઓ સાથે મુલાકાત કરે છે. આને ભારતમાં વ્યવસાય કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાના સંકેત તરીકે જોવામાં આવે છે.

મસ્કે હજુ સુધી આવી કોઈ મુલાકાત લીધી નથી. તેઓ ભારતમાં વ્યવસાય શરૂ કરતી કોઈ પણ વિદેશી કંપની સામેના બે મુખ્ય પડકારોનો પણ સામનો કરી શક્યા નથી: પ્રથમ, રૂઢિચુસ્ત અને સંરક્ષણવાદી રેગ્યુલેટરી શાસનને નેવિગેટ કરવું, અને બીજું, સ્થાપિત, મજબૂત વ્યવસાયિક હરીફો સાથે સ્પર્ધા કરવી.

મસ્કનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ, ઍક્સ, ભારતમાં નોંધપાત્ર હાજરી ધરાવતો તેમનો એકમાત્ર વ્યવસાય છે. વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યૂ અનુસાર, ઍક્સના ભારતમાં 23 મિલિયન વપરાશકર્તાઓ છે. આમાંના મોટા ભાગના વપરાશકર્તાઓ 2022માં મસ્કે તેને હસ્તગત કર્યા ત્યારે જોડાયા હતા. તે સમયે, તે ટ્વિટર તરીકે જાણીતું હતું.

મસ્ક ઘણા દેશોમાં પ્લૅટફૉર્મને નફાકારક બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતમાં, તેમને મોદી સરકાર સાથે કાનૂની લડાઈનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જે પ્લૅટફૉર્મના અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, આ લડાઈ સરકાર દ્વારા માહિતી નિયંત્રણોને કડક બનાવવાના પ્રયાસો અંગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન