You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત હવામાન : ઑગસ્ટના અંત સુધીમાં વરસાદની કેવી રહેશે સ્થિતિ, સિસ્ટમ નબળી પડતાં ક્યાં ઘટશે વરસાદનું જોર?
હાલ ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકદમ નબળી પડી છે, ગુજરાતના કેટલાક વિસ્તારોને છોડીને ગુજરાતમાં નહિવત્ વરસાદ નોંધાઈ રહ્યો છે.
જુલાઇ મહિના સિવાય ગુજરાતમાં આ સિઝનમાં પૂરતો વરસાદ નોંધાયો નથી.
ઓછા વરસાદને કારણે પશ્ચિમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં છે.
જ્યારે છેલ્લા 24 કલાક તરફ નજર કરીએ તો, ગુજરાતમાં મહત્તમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં એક ઇંચ કરતાં પણ ઓછો નોંધાયો છે.
બીજી તરફ, એક સિસ્ટમ જે મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં રચાઇ રહી હતી તે હવે વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગઈ છે.
એટલે હવે સિસ્ટમ થોડી નબળી પડી છે, તો આ સિસ્ટમની ગુજરાત પર કેવી અસર થશે અને આ મહિનામાં કે આવનારા અઠવાડિયા સુધીમાં ગુજરાતમાં વરસાદ છે કે નહીં?
મધ્ય પ્રદેશ પર રચાયેલી સિસ્ટમ યથાવત્
મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલી સિસ્ટમ 'વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા'માં ત્યાં જ સ્થિર છે.
તે આગળ વધી રહી નથી ઉપરાંત તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત્ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો કે, આ સિસ્ટમની હાલ કોઈ અસર ગુજરાતને થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
તેથી આગામી આઠથી દસ દિવસ સુધી હાલ ગુજરાતમાં વરસાદ વધવાની કોઈ શક્યતા નથી.
તે ઉપરાંત મોન્સૂન ટ્રફ અમૃતસર, નજીબાબાદ, ફતેહગઢ, હરદોઈ, મધ્ય પ્રદેશ પર રહેલા માર્ક્ડ લો પ્રેશરથી બંગાળની ખાડી પરથી પસાર થઈ રહી છે.
આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી આ આગાહી
આજની પરિસ્થિતિની લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
તેમજ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતીકાલની પરિસ્થતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, થોડી ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
તેમજ આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.
23 ઑગસ્ટને લઈને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ અને મહિસાગર જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા અને ભરૂચમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સહિત દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની આગાહી છે.
24 ઑગસ્ટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
તે સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
25 તેમજ 26 ઑગસ્ટને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ; તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ગુજરાતના વરસાદી આંકડા
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા અનુસાર, રાજ્યના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
ત્યારે ગુજરાતમાં મહત્તમ વરસાદ એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે.
આમ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં 0.43 ઇંચ નોંધાયો છે.
ત્યારપછી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 0.39 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં 0.28 ઇંચ વરસાદ પડ્યો છે.
આમ જોતાં, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ અને નવસારી જિલ્લાના આ તાલુકાઓમાં રાતના સમયે હળવો વરસાદ નોંધાયો છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન