You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે દાવાનળથી બચવા ઘોડાઓ ભાગ્યા
જ્યારે દાવાનળથી બચવા ઘોડાઓ ભાગ્યા
પ્રકાશિત
જંગલની આગને કારણે ભાગી રહેલા ઘોડાનાં દૃશ્યો ગ્રીસનાં છે.
યુરોપના દેશ ગ્રીસમાં જંગલની આગે ઘોડાના તબેલાની પાછળના ભાગને ચપેટમાં લઈ લીધો હતો.
ગ્રીસની રાજધાની ઍથેન્સની ઉત્તરપશ્ચિમે કન્ડિલીમાં આવેલી વસાહતમાં જંગલની આગ ત્યાંના લોકલ મીડિયાએ કૅમેરામાં રેકૉર્ડ કરી હતી.
તે દરમિયાન આગને કારણે ભાગી રહેલા આ ઘોડાઓ પણ કેમેરામાં રેકૉર્ડ થઈ ગયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ઘોડાઓને કોઈ હાનિ થઈ નહોતી.
જંગલની આગે ગ્રીસમાં કેટલાક વિસ્તારને અસર કરી છે જેને હેલિકૉપ્ટરો સહિતના સાધનોની મદદથી કાબૂ કરવાના પ્રયાસ થઈ રહ્યાછે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન