You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: મગર ઘરના બાથરૂમમાં પેસી ગયો, કેવી રીતે રૅસ્ક્યૂ કરાયો
પરિવારજનો મોડીરાત્રે ઊંઘી રહ્યા હતા, ત્યારે અચાનક કૂતરા ભસવાનો અવાજ આવવા લાગ્યો હતો. તપાસ કરતા બાથરૂમમાં મગર ઘૂસી ગયો હોવાનું માલૂમ પડ્યું.
આ ઘટના આણંદ જિલ્લાના સોજિત્રાના ત્રંબોવાડ વિસ્તારની છે.
બાલાભાઈ ચૌહાણ ઘરની બહાર રાત્રે અગિયાર વાગ્યે આવો અવાજ સાંભળીને જાગી ગયા.
તેઓ પરિસ્થિતિ વિશે જાણવા બાથરૂમ તરફ આગળ વધ્યા, તો સ્તબ્ધ થઈ ગયા.
ત્યાં લગભગ સાત ફૂટ લાંબો મગર હતો. પરિવારે સોજિત્રા વનવિભાગને જદાણ કરી હતી.
એ પછી વનરક્ષકો તથા દયા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ મોડીરાત્રે જહેમત હાથ ધરી હતી.
લગભગ એક કલાકની મહેનત બાદ મગરને પકડવામાં આવ્યો હતો અને મલતાજ ગામના તળાવમાં છોડવામાં આવ્યો હતો.
જાણકારોનું કહેવું છે કે રાત્રિના સમયે બિનજરૂરી અવરજવર ટાળવી જોઈએ. જ્યાં પાણી ભરાયેલાં હોય, ત્યાં વાહન ધીમે ચલાવવું જોઈએ. આ સિવાય ક્યાંય મગર દેખાય, તો તેને છંછેડવાને બદલે વનવિભાગને જાણ કરવી જોઈએ.