ઈરાને અમેરિકાનાં સૈન્ય ઠેકાણાં અને ઇઝરાયલ પર કરેલા હુમલા પછી કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ તસવીરો

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયલના તેલ અવીવની એક ઇમારત ધ્વસ્ત થઈ હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી ભારે અસ્થિરતા પેદા થઈ છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઈ માર્યા ગયા છે જેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

ઈરાનના સરકારી ટીવી ચૅનલના પ્રેઝન્ટરે રડતા રડતા આ સમાચાર આપીને કહ્યું કે ઈરાનમાં 40 દિવસનો શોક પાળવામાં આવશે.

ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલા પછી કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ દસ તસવીરો
ઇમેજ કૅપ્શન, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ ઈરાને બહેરિન પર હુમલો કર્યો હતો.

ઈરાન અને અમેરિકા વચ્ચે અણુકાર્યક્રમ અંગે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન એવું શું થયું કે અચાનક જ અમેરિકા અને ઇઝરાયલે તેના પર હુમલો કરી દીધો. વળતા પ્રહારમાં ઈરાને પણ ખાડીના દેશોમાં અમેરિકાનાં ઠેકાણાં અને ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો હતો.

ઇમેજ કૅપ્શન, ઉત્તર ઇઝરાયલના અખાતમાં વિસ્ફોટ બાદની તસવીર
ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલા પછી કેવાં દૃશ્યો સર્જાયાં, જુઓ દસ તસવીરો
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં રાજધાની તહેરાનમાં અનેક ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે.

આ દરમિયાન રાજધાની તહેરાનમાં અનેક ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. ઈરાને પણ ઇઝરાયલ અને બીજા કેટલાક દેશોના શહેરો પર મિસાઇલ હુમલા કર્યા છે જેમાં દુબઈ પણ સામેલ છે.

મધ્ય પૂર્વમાં અત્યારે કેવી સ્થિતિ છે તે આ તસવીરો પરથી જાણી શકાય છે.

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના તેલ અવીવમાં ઈરાની મિસાઇલ હુમલા પછીનું દૃશ્ય

ઈરાની સરકારી ટીવી પ્રેઝન્ટરે જણાવ્યું કે ખામેનેઈનું તેમની ઑફિસમાં મૃત્યુ થયું છે, જ્યારે તેઓ "પોતાના કામકાજમાં વ્યસ્ત હતા."

હવે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉરના એક નિવેદનમાં જણાવાયું છે કે તેઓ અમેરિકન લશ્કરી મથકો અને ઇઝરાયલ પર હુમલા કરશે.

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, તહેરાન શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો જીવ બચાવીને સલામત સ્થળે ભાગી રહ્યા છે.

દરમિયાન ઈરાનની રાજધાની તહેરાન અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છે. લોકો પોતાનાં વાહનો લઈને ઉત્તર દિશા તરફ પલાયન કરી રહ્યા છે.

ખામેનેઈના મોતના અહેવાલ પછી કેટલીક જગ્યાએ તેની ઉજવણી થઈ રહી છે જ્યારે અમુક વિસ્તારમાં લોકો શોક મનાવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, ખામેનેઈના મૃત્યુના સમાચાર પછી અમેરિકામાં વસતા ઈરાની લોકોએ ઉજવણી કરી હતી

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે "ઈરાન જો અમેરિકાના સાથી દેશો પર હુમલો કરશે તો તેની સામે અત્યાર સુધીમાં ક્યારેય જોવા મળ્યું હોય તેવા બળનો ઉપયોગ કરવામાં આવશે."

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર આ પ્રકારની ચેતવણી આપતી પોસ્ટ મૂકી છે.

ઈરાની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલનું કહેવું છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈનું શનિવારે મોડી રાત્રે તેમની ઑફિસમાં મૃત્યુ થયું છે. ત્યારે તેઓ "પોતાના કામકાજમાં વ્યક્ત હતા." તેઓ જ્યાં માર્યા ગયા તે પહેલાની અને બાદની સેટેલાઇટ તસવીર.
ઇમેજ કૅપ્શન, ઈરાની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલનું કહેવું છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈનું શનિવારે મોડી રાત્રે તેમની ઑફિસમાં મૃત્યુ થયું છે. ત્યારે તેઓ "પોતાના કામકાજમાં વ્યક્ત હતા." તેઓ જ્યાં માર્યા ગયા તે પહેલાની અને બાદની સેટેલાઇટ તસવીર.

અમેરિકા અને ઇઝરાયલના સૈન્ય હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડરોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.

સત્તાવાર આઈઆરએનએ ન્યૂઝ એજન્સીએ જાહેરાત કરી છે કે ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપોર અને ઈરાન ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી અલી શામખાની પણ હુમલામાં માર્યા ગયા છે.

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, ઈરાનની રાજધાની તહેરાનમાં હુમલા પછી વિનાશક દૃશ્યો સર્જાયાં હતાં.

ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉરના નિવેદનમાં જણાવાયું છે કે, "ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનની આર્મ્ડ ફોર્સના ઇતિહાસનો સૌથી ખતરનાક હુમલો કેટલીક ક્ષણોમાં કબજા ધરાવતા વિસ્તાર અને અમેરિકાનાં આતંકવાદી સંસ્થાનો પર શરૂ થશે."

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, તહેરાનના ઘણા લોકો પોતાનાં વાહનો લઈને ઉત્તર તરફ પલાયન કરી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લખ્યું છે કે, "આ ઈરાનના લોકો માટે પોતાના દેશમાં પરત આવવાની સૌથી મોટી તક છે. અમે સાંભળ્યું છે કે તેમના ઘણા આઈઆરજીસી, સૈન્ય અધિકારીઓ તથા સુરક્ષા તથા પોલીસદળ હવે લડવા નથી માગતા. તેઓ અમારી પાસે સુરક્ષા માગે છે. જેવું કે કાલે રાત્રે મેં કહ્યું હતું- હજુ તેઓ સુરક્ષા મેળવી શકે છે, પરંતુ બાદમાં તેમને માત્ર મોત જ મળશે."

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, અમેરિકા અને ઇઝરાયલના હુમલાના જવાબમાં ઈરાને પણ મિસાઇલો છોડી હતી

ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈનાં પુત્રી, જમાઈ અને દોહિત્રીનાં મોત નીપજ્યાં છે.

ફાર્સે એમ પણ જણાવ્યું કે "કહેવામાં આવે છે કે આ હુમલામાં ખામેનેઈનાં એક પુત્રવધૂનું પણ મોત થયું છે."

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, ઈરાનની રાજધાની તહેરાનમાં નષ્ટ થયેલી કાર

ઈરાને જાહેરાત કરી છે કે તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોતના પગલે હવે રાષ્ટ્રપતિ અને બીજા બે લોકો દેશનો વહીવટ સંભાળશે.

નાગરિક અધિકાર જૂથોના કહેવા પ્રમાણે ઈરાનમાં 130થી વધારે લોકો માર્યા ગયા છે.

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન
ઇમેજ કૅપ્શન, ઈરાન પર મિસાઇલ હુમલા પછી ધૂમાડો ઉઠતો જોવા મળે છે

ઈરાનના અંતિમ શાહના નિર્વાસિત પુત્ર રઝા પહલવીએ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈના મોતના દાવાને આવકાર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "હજારો ઈરાનવાસીઓને મારનાર ખામેનેઈ હવે ઇતિહાસનો હિસ્સો બની ગયા છે."

પહલવીએ કહ્યું કે "તેમના મોતની સાથે ઇસ્લામિક રિપબ્લિકનો પ્રભાવ ખતમ થઈ ગયો છે."

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન તહેરાન
ઇમેજ કૅપ્શન,

ખામેનેઈના મૃત્યુના સમાચાર બાદ તેહરાનમાં લોકો શોક વ્યક્ત કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. કેટલાકના હાથમાં ખામેનેઈની તસવીરો હતી.

બીબીસી ગુજરાતી અમેરિકા ઇઝરાયલ ઈરાન આયાતુલ્લાખ ખામેનેઈ મધ્ય પૂર્વ તેહરાન તહેરાન
ઇમેજ કૅપ્શન, કતારમાં ઈરાની મિસાઇલ ત્રાટકી હતી ત્યારની તસવીર, કતારે આ હુમલાનો જોરદાર વિરોધ કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન