You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છનાં આ મહિલાઓ ગાયના છાણમાંથી રાખડીઓ કેવી રીતે બનાવે છે?
રક્ષાબંધન આવતાં બજારમાં પ્લાસ્ટિક અને અન્ય પ્રકારના મટેરિયલ્સની રાખડીઓ વધુ જોવા મળે છે.
ત્યારે કચ્છના ભુજ થી 13 કિલોમીટર દૂર આવેલા કુકમા ગામ ખાતે બની રહેલી રાખડીઓ પર્યાવરણના જતનમાં પણ મહત્તવની ભૂમિકા ભજવી રહી છે. આ નાનકડા ગામમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણની જાળવણી, ગૌ-સંવર્ધન અને ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવાઈ રહી છે. સંસ્થાની ગૌશાળામાં 350 થી 400 જેટલી ગાયોનું પાલન કરવામાં આવે છે. આ સંસ્થામાં અંદાજે આઠેક જેટલા અલગઅલગ વિભાગમાં 50 જેટલા લોકો કામ કરે છે. જે પૈકી એક ગોબર વિભાગ છે. જેમાં ગાયોના છાણમાંથી કારીગરો વૈદિક રાખડી સહિતની અલગઅલગ વસ્તુઓ બનાવી રહ્યા છે. અહીં કામ કરી રહેલાં મહિલાઓ આ રાખડીઓ કેવી રીતે બનાવી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન