ટ્રેનનાં વેગન તોડી આ 14 લોકો કેવી વસ્તુઓની ચોરી કરતા?

વીડિયો કૅપ્શન, ટ્રેનનાં વેગન તોડી આ 14 લોકો કેવી વસ્તુઓની ચોરી કરતા?
ટ્રેનનાં વેગન તોડી આ 14 લોકો કેવી વસ્તુઓની ચોરી કરતા?
પ્રકાશિત

ટ્રેનનાં વેગન તોડીને ચોરી કરતા આ લોકોનો વીડિયો કૅલિફોર્નિયાનો છે. યુએસ ઍટર્ની ઑફિસ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કૅલિફોર્નિયાએ જણાવ્યું કે તેમણે ઓછામાં ઓછી ત્રણ ડઝન ટ્રેનોમાં ચોરી કરી છે. જેમાં તેમણે 22 મિલિયન ડૉલરથી વધુ રકમની ચોરીને અંજામ આપ્યો છે. ચોર બ્રાન્ડેડ સ્નીકર્સ, મિલવૌકી ટૂલ્સ અને બીજી પણ કેટલીક વસ્તુઓની ચોરી કરતા હોવાનો આરોપ છે.

ચોરીમાં કુલ 14 વ્યક્તિ સામેલ હોવાનું કહેવાયું છે જે ચોરેલી વસ્તુઓ ઇન્સ્ટાગ્રામથી બ્લૅક માર્કેટમાં વેચતા હતા.

કૅલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુએસ ઍટર્ની ઑફિસે જણાવ્યું કે "હોમલૅન્ડ સિક્યૉરિટી ઇન્વેસ્ટિગેશન (HSI), લૉસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ કૉમર્શિયલ ક્રાઇમ્સ બ્યૂરો, યુનિયન પેસિફિક રેલરોડ પોલીસ ડિપાર્ટમેન્ટ અને કૅલિફોર્નિયા હાઇવે પેટ્રોલ કાર્ગો થેફ્ટ ઇન્ટરડિકશન પ્રોગ્રામ, IRS ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનની મદદથી આ મામલાની તપાસ કરાઈ રહી છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન