ગુજરાતમાં પવન બદલાયા, હવે હવામાનમાં કેવા ફેરફારો થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં પવન બદલાયા, હવે હવામાનમાં કેવા ફેરફારો થશે?
ગુજરાતમાં પવન બદલાયા, હવે હવામાનમાં કેવા ફેરફારો થશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્ર બંને શાંત છે.

પવનોની દિશા બદલાતાં ઉત્તર ભારત અને રાજસ્થાન તરફથી ઠંડા પવનો રાજ્ય તરફ આવવાની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગ કે અન્ય કોઈ મૉડલ મુજબ આગામી પાંચથી સાત દિવસમાં રાજ્યમાં વરસાદ કે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન સૂકું રહેશે.

મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30થી 35 ડિગ્રી આસપાસ જ્યારે રાત્રિનું તાપમાન ઘટ્યું છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાત્રે ઠંડીનો પારો નીચો ગયો છે.

ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ રાજ્યમાં ઠંડી સાથે વિધિવત્ શિયાળો જામશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન