બાબરી મસ્જિદ
વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા
છે.
આ મામલે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ હતાં. ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના
પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું.
આ ઘટના અચાનક ઘટી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
અયોધ્યા નિર્ણય બાદ અપ્રાસંગિક થઈ ગયો હતો બાબરી મામલો : સંજય રાઉત
શિવેસેનાના સાંસદ સંજય રાઉતે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે
આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગત વર્ષે રામજન્મભૂમિ મામલે
સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય બાદ બાબરી વિધ્વંસ મામલાની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ
હતી.
આ ચુકાદાનું સ્વાગત કરતાં તેમણે પત્રકારોને કહ્યું, "વિશેષ
કોર્ટનો આ ચુકાદો ગત વર્ષે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય અને વડા પ્રધાનના
ભૂમિપૂજન બાદ અપ્રાસંગિક થઈ ગયો હતો."
તેમણે
સાથે જ કહ્યું કે જો બાબરી મસ્જિદને તોડી પડાઈ ન હોત તો અયોધ્યામાં રામમંદિરનું
ભૂમિપૂજન શક્ય નહોતું.
ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં બાબરી વિધ્વંસ પછી શું બીજી મસ્જિદો પણ તોડવામાં આવી?
પાકિસ્તાને બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા ચુકાદાની નિંદા કરતાં આરોપીઓને છોડી
મુકવાને શરમજનક ગણાવ્યું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને લખ્યું,
"જો દુનિયાના
તથાકથિત સૌથી મોટા લોકતંત્રમાં ન્યાયનો થોડો પણ અનુભવ થતો હોત તો એ લોકો જેમણે
જાહેરમાં એક ગુનાહિત કૃત્યની ડિંગ મારી હતી એ મુક્ત કરાયા ન હોત."
નિવેદનમાં આ ચુકાદાને ભાજપ-આરએસએસ શાસનમાં એક નબળા ન્યાયતંત્રનું વધુ એક ઉદાહરણ ગણાવાયો
છે, જ્યાં અતિવાદી હિંદુત્વ વિચારધારા ન્યાય અને આંતરરાષ્ટ્રીય માપદંડોના તમામ
સિદ્ધાંતો પર ભારે પડે છે.
પાકિસ્તાની વિદેશમંત્રાલયે લખ્યું છે, "ભારતની સુપ્રીમ કોર્ટે ગત
વર્ષે બાબરી મસ્જિદ સંકુલને એ જ લોકોને રામમંદિર બનાવવા માટે સોંપી દેવાનો નિર્ણય
કરીને ખોટો રસ્તો દેખાડ્યો હતો, જેણે ઐતિહાસિક મસ્જિદને તોડી પાડી હતી. આજનો
ચુકાદો એ ચુકાદા વિરુદ્ધ છે, જેમાં એ વાત નોંધવામાં આવી હતી કે વિધ્વંસ ન્યાયના
શાસનનું પ્રબળ ઉલ્લંઘન હતું."
તેણે લખ્યું છે કે અયોધ્યાના નિર્ણયથી ઉત્સાહિત થઈને,
હિંદુ કટ્ટરપંથી હવે સરકારમાં બેઠેલા આરએસએસ સમર્થકોના પીઠબળે મથુરામાં
કૃષ્ણમંદિરની નજીક સ્થિત શાહી ઇદગાહ મસ્જિદને પણ હઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેણે ભારત સરકારને આગ્રહ કર્યો છે કે તે લઘુમતીઓ અને ખાસ કરીને મુસલમાનો અને તેમના
ધર્મસ્થળો તેમજ ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરે.
તેણે સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને
સમક્ષ પણ અપેક્ષા જાહેર કરી કે ભારતમાં ઇસ્લામિક વારસાના રક્ષણ માટે તેઓ પોતાની
ભૂમિકા ભજવે.
ઇમેજ સ્રોત, Deepak Gupta/Hindustan Times via Getty Images
શું સંદેશ આપી રહ્યા છે આ ચુકાદાથી... કાશી, મુથારામાં પણ આ જ કરતા ચાલો – ઔવેસી
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમના
અધ્યક્ષ અને સાંસદ અસદઉદ્દીન ઔવેસીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ ઇતિહાસનો
એક કાળો દિવસ છે અને ગુનેગારોને ક્લિનચીટ આપવામાં આવી રહી છે.
એમની પત્રકારપરિષદની મુખ્ય વાતો
આ અંતિમ નિર્ણય નથી. સુપ્રીમ કોર્ટનો નિર્ણય અંતિમ હોય છે. કોર્ટના નિર્ણયથી
અસહમત થવું અદાલતનો અનાદર નથી. આપે જ ચાર્જશીટમાં લખ્યું છે કે ઉમા ભારતીએ કહ્યું,
'એક ધક્કા ઔર દો', કલ્યાણ સિંહે
કહ્યું, 'નિર્માણ પર રોક હૈ, તોડને પર નહીં.' આ ઇતિહાસનો કાળો
દિવસ છે. આજે ગુનેગારોને ક્લિનચીટ અપાઈ રહી છે.
સીબીઆઈ અપીલ કરશે કે કેમ એ જોવાનું છે. તેણે પોતાની
સ્વતંત્રતા ચાલુ રાખવી હોય તો અપીલ કરવી જોઈએ. જો એ નહીં કરે તો અમે મુસ્લિમ
પર્સનલ લૉ બોર્ડથી કહીશું કે તે આના વિરુદ્ધ અપીલ કરે. એ દિવસ જાદુ થયો હતો કે શું?આખરે આ કોણે કર્યું? જણાવો કે મારી
મસ્જિદને કોણે શહીદ કરી?
બાબરી મસ્જિદના વિધ્વંસના દોષિતોને દોષમુક્ત
કરીને સંદેશ અપાયો છે કે કાશી-મથુરામાં પણ આવું જ કરતા ચાલો. રુલ ઑફ લૉની ચિંતા
નથી. તેઓ કરતા જશે અને ક્લિનચીટ મળતી જશે.
દલિતો અને મુસલમાનોના મામલે ન્યાય નથી થતો. આખી દુનિયા સામે ઘટી છ ડિસેમ્બર. કોઈ
કહે છે કે ભૂલી જાઓ. આગળ વધો. કઈ રીતે ભૂલી જઈએ. શું સંદેશ આપી રહ્યા છે આ
ચુકાદાથી?
ઇમેજ સ્રોત, ani
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અડવાણીના નિર્દોષ જાહેર થવા પર શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ક્યારે શું થયું?
શંકરસિંહ વાઘેલા સાથે બીબીસીની વાતચીત
બાબરી વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર, આ અંગે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાની શંકરસિંહ વાઘેલા સાથે વાતચીત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
બાબરી મસ્જિદ
કેસમાં વિશેષ અદાલતે આપેલો નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિપરીત છે. સુપ્રીમ
કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના ગેરકાયદે હતી. વિશેષ
અદાલતનો નિર્ણય એનાથી વિપરીત છે અને બંધારણીય મૂલ્યોથી પણ વિપરીત છે.
રણદીપસિંહ
સુરજેવાલાએ ભાજપ અને આરએસએસ પર ભાગલાવાદી રાજનીતિ કરવાનો અને સત્તા માટે દેશની
એકતાને ખંડિત કરવાનો આરોપ મૂક્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
રામજન્મભૂમિ આંદોલનમાં મહિલાઓ
રામજન્મભૂમિ આંદોલન હેઠળ દેશમાં હિંદુઓને સંગઠીત કરવાના પ્રયાસ
દાયકાઓ સુધી થતા રહ્યા.
વર્ષ 1992માં બાબરી મસ્જીદનો વિધ્વંસ પણ તેનું જ પરિણામ હતું.
આંદોલનમાં આગલી હરોળમાં પુરુષો હતા પરંતુ મહિલાઓની ભાગીદારી હતી.
આંદોલનમાંથી એવા નેતાઓ સામે આવ્યા જેમણે ભારતના રાજકારણની સકલ બદલી દીધી.
બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો આ અહેવાલ એ મહિલાઓની નજરે જેમણે આ આંદોલનમાં ભાગ લીધો
હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
આરએસએસે ચુકાદાનું સ્વાગત કર્યું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ ચુકાદાનું સ્વાગત કર્યું છે.
આરએસએસે ટ્વીટ કર્યું, "સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા
વિવાદાસ્પદ ઢાંચાના વિધ્વંસ મામલે આરોપિત તમામ દોષિતોને સસન્માન નિર્દોષ જાહેર
કરવાના નિર્ણયનું રાષ્ટ્રીય સ્વયંસેકવ સંઘ સ્વાગત કરે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બાબરી મસ્જિદથી રામમંદિર બનવા સુધીની સંપૂર્ણ કહાણી
અયોધ્યાના રામકોટ વિસ્તારમાં લગભગ પાંચસો વર્ષ પહેલા 1528થી
1530 વચ્ચે મોઘલ બાદશાહ બાબરના આદેશ પર તેમના સુબા મીર બાકીએ બાબરી મસ્જીદ બનાવી
હતી. પરંતુ ઇતિહાસમાં એવા કોઈ રૅકૉર્ડ નથી જ્યાં એ લખેલુ હોય કે બાબરે આ જમીન કેવી
રીતે મેળવી હતી.
મતલબ કે આર્કિયોલોજીકલ રિપોર્ટમાં પણ મસ્જિદ પહેલાં અહીં શું હતુ, મંદિર હતું કે નહીં
એના કોઈ પુરાવા નથી.
પહેલા મોઘલ પછી બ્રિટિશર અને ત્યારબાદ વક્ફ મારફતે બાબરી મસ્જિદને
સંભાળવામાં આવી.
જાણો 490 વર્ષોમાં અયોધ્યામાં શુંશું બન્યુ અને કઈ રીતે આ વિવાદ એક
રાજકીય મુદ્દો બની ગયો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
માર્ક્સવાદી
સામ્યવાદી પક્ષના મહાસચિવ સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા
ચુકાદાને મજાક ગણાવ્યો છે.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, "આ ન્યાયની
મશ્કરી છે. બાબરી મસ્જિદના વિધ્વંસનો ગુનાહિત આરોપ જે લોકો પર લાગ્યો હતો એ તમામ
નિર્દોષ જાહેર થયા.""એક મસ્જિદ એની મેળે જ પડી ગઈ? એ વખતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના વડપણવાળી
બંધારણીય પીઠે આને કાયદાનું ‘ભયંકર’ ઉલ્લંઘન ગણાવ્યું હતું. હવે આ નિર્ણય! શરમજનક."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
અડવાણી સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કઈ રીતે થયા?
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ
આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.
જેમાં લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 32 દોષીઓ હતાં.
ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના
પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.
ત્યારે આ વીડિયો મારફતે સમજો કે કોર્ટે આ માટે કયાં કારણો આપ્યાં?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, ન્યાયતંત્રમાં ન્યાય નથી થતો, માત્ર ભ્રમ રહે છે કે ન્યાય કરાશે : પ્રશાંત ભૂષણ
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બીબીસીને કહ્યું, "આ નિર્ણયથી એ જ
માનવામાં આવશે કે ન્યાયતંત્રમાં ન્યાય નથી થતો બસ એક ભ્રમ રહે છે કે ન્યાય કરાશે."
તેમણે કહ્યુ કે આવું થવાનું સંભવિત હતું કેમ કે વિધ્વંસના
કેસમાં ચુકાદો આવે એ પહેલાં જ જમીનના માલિકીહક પર નિર્ણય આપી દેવાયો હતો, એ પણ એ
પક્ષની તરફેણમાં જે મસ્જિદ તોડી પાડવાનો આરોપી હતો.
પ્રશાંત ભૂષણના મતે આનાથી મુસલમાન સમુદાયમાં દ્વેષ વધશે કેમ કે કોઈ પણ નિર્ણય તેને પોતાના હકમાં નહીં લાગે.
તેમણે એ પણ કહ્યું, "મુસલમાન સમુદાયને બીજા દરજ્જાના નાગરિકો બનાવવામાં
આવી રહ્યો છે. તેમની સામે આ સમયે વધુ મોટા પડાકારો ઊભા છે, જેમજેમ હિંદુ રાષ્ટ્રના નિર્મણના પ્રયાસો થઈ રહ્યા છે."
ઇમેજ સ્રોત, Google
બ્રેકિંગ, અડવાણીએ કહ્યું - સિદ્ધ થયું કે જે થયું હતું, અચાનક થયું હતું. કોઈ ષડ્યંત્ર નહોતું.
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ લાલ કૃષ્ણ અડવાણીએ
કહ્યું, "ઐતિહાસિક નિર્ણય આપ્યો
છે. બહુ જ ખુશીનો દિવસ છે."
"આ સિદ્ધ કરે છે કે
અયોધ્યામાં છ ડિસેમ્બરે જે કંઈ પણ ઘટ્યું એ અચાનક થયું હતું. કોઈ ષડ્યંત્ર નહોતું."
ઇમેજ સ્રોત, PTI
સી. આર. પાટીલે કહ્યું, 'ફરી સત્યનો વિજય'
ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે ચુકાદા અંગે ટ્વીટ કરતાં લખ્યું, "ફરી એક વાર સત્યનો વિજય થયો છે. ભારતીય ન્યાયપ્રણાલીને વંદન. જય શ્રીરામ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં નિર્દોષ જાહેર થયા બાદ સાધ્વી ઋતંભરાએ કહ્યું, "ધર્મના કામમાં
મોટા પડકારો આવે છે પણ ઇશ્વર સત્ય સાથે હોય છે.""ન્યાય થયો છે.
અમને આનંદ છે કે કોર્ટે ધર્મના કાર્યને યોગ્ય ગણ્યું છે. આરોપના કલંકથી મુક્ત થઈ
ગયાં."
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "રામમંદિરનું નિર્માણ દેશના મહત્ત્વપૂર્ણ આંદોલનના રૂપે સામે આવ્યું હતું અને
તેનો ઉદ્દેશ દેશની અસ્મિતા અને મર્યાદાને સામે રાખવાનો હતો."