બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
વડોદરામાં બાળકીઓનું ધર્માંતરણ કરાવવા અંગે પોલીસમાં ફરિયાદ, શું છે મામલો?

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર વડોદરાના મકરપુરા પોલીસસ્ટેશનમાં મધર ટૅરેસા દ્વારા સ્થાપિત મિશનરીઝ ઑફ ચેરિટી વિરુદ્ધ ગુજરાત ધાર્મિક સ્વતંત્રતાના કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસનાં અહેવાલ અનુસાર, વડોદરા જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને જિલ્લાની ચાઇલ્ડ વૅલ્ફેર કમિટીના ચૅરમૅન દ્વારા 9 ડિસેમ્બરના રોજ આ સંસ્થા દ્વારા સંચાલિત શૅલ્ટરહૉમની મુલાકાત લેવાઈ હતી.
એફઆઈઆર મુજબ, મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે શૅલ્ટર હૉમમાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મની સામગ્રી વાંચવા અને ખ્રિસ્તી પ્રાર્થનાઓમાં ભાગ લેવા ફરજ પાડવામાં આવે છે.
જેની પાછળ ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કાવતરું હોવાની ગંધ આવતાં તેમણે મકરપુરા પોલીસસ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
જોકે, ધાર્મિક સંસ્થાએ આરોપો ફગાવી દીધા છે અને બળજબરીપૂર્વકના ધર્મપરિવર્તનનો ઇન્કાર કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું- હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી
જયપુરમાં રવિવારના રોજ કૉંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં રાષ્ટ્રીય કૉંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં. રેલીને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતના રાજકારણમાં હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે સ્પર્ધા છે. બન્ને શબ્દોના જુદા-જુદા અર્થ છે. તેમણે કહ્યું કે હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ હતા અને ગોડસે હિંદુત્વવાદી હતા. હિંદુત્વવાદીઓને માત્ર સત્તા જોઈએ છે અને તેમની પાસે તે 2014થી છે. આપણે આ હિંદુત્વવાદીઓને સત્તા પરથી હઠાવવા પડશે અને હિંદુઓને પાછા લાવવા પડશે.
વીડિયો કૅપ્શન, રાહુલ ગાંધીએ કહ્યું- હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી રાહુલ ગાંધીએ કહ્યું- હું હિંદુ છું, પરંતુ હિંદુત્વવાદી નથી
કેરળના ફિલ્મનિર્માતા અલી અકબરે ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ કેમ અપનાવ્યો?
અયોધ્યાના ચુકાદા બાદ હું સહકર્મીઓને ડિનર માટે લઈ ગયો અને શ્રેષ્ઠ વાઇન પિવડાવી : પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અયોધ્યાની રામ જન્મભૂમિના ચુકાદા બાદ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ખંડપીઠમાં સામેલ અન્ય જજોને ડિનર માટે ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને શ્રેષ્ઠ વાઇન પીવડાવી હતી.
આ ગોગોઈના કાર્યકાળના કેટલાક ખ્યાતનામ કિસ્સાઓમાંથી એક છે, જેનો તેમણે પોતાની આત્મકથા ‘જસ્ટિસ ફૉર જજ’માં ઉલ્લેખ કર્યો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના પુસ્તકમાં કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓની સાથે-સાથે તેમના વિરૂદ્ધ કરાયેલા જાતીય સતામણીના આક્ષેપો અંગે પણ ઉલ્લેખ કર્યો છે.
રામ જન્મભૂમિના ચુકાદા અંગે તેઓ લખે છે કે, ”ચુકાદો આપ્યા બાદ સેક્રેટરી જનરલ સાથે ફોટોસેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાંજે હું જજોને ડિનર માટે તાજ માનસિંહ હોટલમાં લઈ ગયો હતો."
"અમે ચાઇનીઝ ભોજન લીધું હતું અને તેમની પાસે ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ વાઇન મગાવી હતી. ઉંમરમાં સૌથી મોટો હોવાને કારણે બિલ પણ મેં જ ચૂકવ્યું હતું.”
મુસ્લિમમાંથી હિંદુ ધર્મ અંગીકાર કરનારા વસીમ રિઝવી કોણ છે?
મુનવ્વર ફારુકીનો શો રદ થતાં ગુજરાતના કૉમેડિયનો શું કહે છે?
મોદી સરકાર શું હવે સીએએ અને એનઆરસી મુદ્દે પણ પીછેહઠ કરશે?
ત્રિપુરામાં થયેલાં હુલ્લડની હકીકત શું છે? બીબીસીનું ઇન્વેસ્ટિગેશન
ભારતમાં જ્યારે હિન્દુ અને મુસલમાનો એક થઈને વિરોધી જૂથ સામે લડ્યા
ગુજરાતમાં જેના પર વિવાદ થઈ રહ્યો છે એ ઈંડાં વિશે જાણવા જેવું
કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના અયોધ્યા પરના પુસ્તકમાં હિંદુત્વ વિશે એવું તો શું છે કે વિવાદ થયો?
રામ ભારતની રાજનીતિનું કેન્દ્રબિંદુ કઈ રીતે બની ગયા?
ભારતમાં ધર્મના આધારે નિશાન બનાવાયેલા લોકોને ન્યાય કઈ રીતે મળે છે?
અરવિંદ કેજરીવાલ રામનામના સહારે શું હાંસલ કરવા માગે છે?
બાંગ્લાદેશને અડીને આવેલા ત્રિપુરામાં મુસલમાનો પર હુમલા કેમ થાય છે?
જાહેરમાં નમાઝ પઢવાને લઈને હંગામો, પોલીસને મળી ધમકીભરી ચિઠ્ઠી
બાંગ્લાદેશમાં કોમી હિંસામાં જે ઇસ્કૉન મંદિરમાં તોડફોડ કરાઈ ત્યાંથી બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ
ઉદ્ધવ ઠાકરેનું ’નવહિંદુ’ અને ભાજપ-રાજ ઠાકરેનું ‘હિંદુત્વ’ ક્યાં એક ક્યાં અલગ?
