શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પોતાના ભાઈ મહિંદા રાજપક્ષેનું રાજીનામું સ્વીકાર્યું, હિંસામાં કેટલા લોકો મર્યાં?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

શ્રીલંકામાં અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કટોકટીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગઈકાલે શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું હતું. જે આજે સ્વીકારી લેવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

આ અંગેની માહિતી શ્રીલંકન સરકાર દ્વારા એક પત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.

આ ઉપરાંત હિંસક વિરોધપ્રદર્શનમાં અત્યાર સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે પાંચ લોકોની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધી હિંસામાં 231 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 218 લોકો કોલંબો નૅશનલ હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે.

line

પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન અને સાંસદોનાં ઘરો સળગાવી દીધાં

શ્રીલંકાના કોલંબામાં સ્થિત વડા પ્રધાન મહિંદા રાજપક્ષેના સરકારી આવાસ પાસે જ પ્રદર્શનકારીઓએ આ બસને આગ ચાંપી દીધી હતી.
ઇમેજ કૅપ્શન, શ્રીલંકાના કોલંબામાં સ્થિત વડા પ્રધાન મહિંદા રાજપક્ષેના સરકારી આવાસ પાસે જ પ્રદર્શનકારીઓએ આ બસને આગ ચાંપી દીધી હતી.

શ્રીલંકા આર્થિક સંકટ સામે મથી રહ્યું છે અને સરકારવિરોધી પ્રદર્શનો હિંસક થઈ ગયાં છે. પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના પૈતૃક ઘર અને સત્તાધારી પક્ષના 15 કરતાં વધારે સભ્યોનાં ઘરો અને ઑફિસોને આગ ચાપી દીધી છે.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ વધી રહેલી હિંસાને પગલે ગઈકાલે રાત્રે બે દિવસ માટે કર્ફ્યૂ લાદી દીધો છે.

આ સાથે સેના અને પોલીસ વડા પ્રધાનના સરકારી આવાસને ભીડથી બચાવવા માટે મથી રહી છે, ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ પણ કરાયાં છે.

line

સાંસદોનાં ઘરોને પણ આગ ચાંપી

વડા પ્રધાન મહિંદા રાજપક્ષેના પૈતૃક ઘરની સાથે પ્રદર્શનકારીઓએ મંત્રી સનથ નિશાંથના ઘરને પણ આગ ચાંપી દીધી હતી.
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મહિંદા રાજપક્ષેના પૈતૃક ઘરની સાથે પ્રદર્શનકારીઓએ મંત્રી સનથ નિશાંથના ઘરને પણ આગ ચાંપી દીધી હતી.

દેશભરમાં હિંસા ફેલાયેલી છે, હિંસા દરમિયાન થયેલા ગોળીબારમાં વર્તમાન સાંસદ સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે રાજીનામું આપી દીધું છે.

રાજધાની કોલંબોમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના ઘરની બહાર ફાટી નીકળેલી આ હિંસામાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. સાથે જ સત્તાધારી પાર્ટીના એક નેતાઓ કથિત રીતે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી હતી અને પછી આપઘાત કર્યો હતો.

line

પોલીસનું હવામાં ફાયરિંગ

કોલંબોમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માગ સાથે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેને નાથવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવા પડ્યા છે અને સાથે જ ટિયરગૅસના સેલ છોડાયા છે.
ઇમેજ કૅપ્શન, કોલંબોમાં રાષ્ટ્રપતિ રાજપક્ષેના રાજીનામાની માગ સાથે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેને નાથવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવા પડ્યા છે અને સાથે જ ટિયરગૅસના સેલ છોડાયા છે.

સત્તાધારી પાર્ટીના સમર્થકોએ પોલીસના બૅરિકેડ તોડીને લાકડીઓથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો ત્યારે પોલીસે ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને વૉટર-કેનનનો ઉપયોગ પણ કર્યો હતો.

માર્ચ મહિનાની શરૂઆતથી ભાવવધારા અને પાવરમાં કાપના કારણે લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઠેકઠેકાણે વાહનોને આગ ચાંપી દેવાઈ છે અને તોડફોડ કરવામાં આવી છે.
ઇમેજ કૅપ્શન, શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઠેકઠેકાણે વાહનોને આગ ચાંપી દેવાઈ છે અને તોડફોડ કરવામાં આવી છે.

સ્થાનિક હૉસ્પિટલના કહેવા પ્રમાણે અંદાજે 78 લોકો સોમવારે થયેલી હિંસામાં ઘાયલ થયા છે. શ્રીલંકાના અનેક લોકો રાષ્ટ્રપતિનું રાજીનામું પણ માગી રહ્યા છે.

line

રાજપક્ષેની તરફેણ અને વિરોધમાં પ્રદર્શનો

શ્રીલંકાના વડા પ્રધાનના આવાસની બહાર પ્રદર્શનકારીઓને ભારે ભીડ છે, ત્યાં રાજપક્ષેના સમર્થકોએ પણ પ્રદર્શનો કર્યાં છે.
ઇમેજ કૅપ્શન, શ્રીલંકાના વડા પ્રધાનના આવાસની બહાર પ્રદર્શનકારીઓને ભારે ભીડ છે, ત્યાં રાજપક્ષેના સમર્થકોએ પણ પ્રદર્શનો કર્યાં છે. એક પ્રદર્શનકારી છાતી પર મહિંદ્રા રાજપક્ષેનું ટેટૂ ચીતરાવીને રસ્તે ઊતર્યા હતા.

વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈંધણની આયાત માટે જરૂરી વિદેશી હૂંડિયામણની કમીને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

કોલંબોના ગૉલફેસમાં ગત એક મહિનાથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાની માગ સાથે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

પ્રદર્શનકારીની ધરપકડ
ઇમેજ કૅપ્શન, રાજધાની કોલંબોમાં પોલીસ દ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરાઈ છે.

સોમવારે મહિંદા રાજપક્ષેના સમર્થકો પણ કોલંબોમાં તેમના ઘર પાસે જમા થઈ ગયા અને તેમને રાજીનામું ન આપવા માટે કહ્યું હતું.

આમાંથી કેટલાંક લોકોએ મહિંદા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાત પણ કરી. પછી તે ત્યાંથી નીકળીને ગૉલ ફેસ ખાતે પ્રદર્શનસ્થળ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો