West Indies vs England : એ શ્વાસ થંભાવી દેતી છેલ્લી ઓવરની કહાણી, 6 બૉલમાં 30 રન, આખરે શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સોમવારે બાર્બાડોસનાં બ્રિજટાઉન ખાતે આવેલા કૅન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 મૅચ યોજાઈ હતી.

હાલ આ રસપ્રદ મૅચની ચર્ચા ચારેતરફ થઈ રહી છે, જેમાં માત્ર એક રને વેસ્ટ ઇન્ડીઝને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની છેલ્લી ઓવરની કહાણી ખૂબ જ રસપ્રદ છે.

રોમારીઓ
ઇમેજ કૅપ્શન, અકીલ હુસૈન અને રોમારીઓ શૅફર્ડ ક્રીઝ પર હતા અને તેમણે છેલ્લી ઓવર સુધી મૅચને રસપ્રદ બનાવી રાખી હતી.

ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ કરતાં 20 ઓવરના અંતે 171 રન કર્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ધાર્યા પ્રમાણે સારી રહી ન હતી અને એક સમયે તો લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ ટાર્ગેટની નજીક પણ નહીં પહોંચી શકે.

વેસ્ટ ઇન્ડીઝે 15.1 ઓવરમાં 95 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ અકીલ હુસૈન અને રોમારીઓ શૅફર્ડ ક્રીઝ પર હતા અને તેમણે છેલ્લી ઓવર સુધી મૅચને રસપ્રદ બનાવી રાખી હતી.

line

શું થયું હતું છેલ્લી ઓવરમાં?

રોમારિયો
ઇમેજ કૅપ્શન, મૅચના અંતે અકીલ હુસૈન 16 બૉલમાં 44 રન બનાવીને અને રોમારીઓ શૅફર્ડ 28 બૉલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા હતા.

છેલ્લી ઓવરની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝને 30 રનની જરૂરિયાત હતી.

ઇંગ્લૅન્ડ તરફથી રાઇટ આર્મ મિડિયમ પેસર સાકિબ મહમૂદ બૉલિંગ કરી રહ્યા હતા અને સામે અકીલ હુસૈન બૅટિંગ કરી રહ્યા હતા.

મહમૂદે પહેલો બૉલ વાઇડ બૉલ નાંખ્યો હતો. ત્યાર બાદ બીજો બૉલ પણ વાઇડ પડ્યો હતો, પણ અમ્પાયરને તેમ લાગ્યું ન હતું.

પ્રથમ બે ડિલિવરી પરથી એમ જ લાગી રહ્યું હતું કે મહમૂદ બૉલને જેમ બને તેમ બૅટ્સમેનથી દૂર રાખવા માગતા હતા.

ત્યાર બાદની બન્ને ડિલિવરી પર મહમૂદે ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરના છેલ્લા ત્રણ બૉલમાં વેસ્ટ ઇન્ડીઝને 21 રનની જરૂર હતી.

જો ત્રણેય બૉલ પર છગ્ગા ફટકારવામાં આવે તો પણ તે શક્ય નહોતું, પરંતુ મહમૂદે વાઇડ યૉર્કર નાખતા ત્રણ બૉલમાં 20 રન બાકી રહ્યા હતા.

હુસૈન
ઇમેજ કૅપ્શન, અંતિમ ઓવરમાં હુસૈનની આ ધમાકેદાર બૅટિંગ વેસ્ટ ઇન્ડીઝને કામે ન લાગી હતી અને માત્ર એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારે હુસૈને ધમાકેદાર બૅટિંગ કરીને છેલ્લા ત્રણેય બૉલ પર છગ્ગા ફટકાર્યા હતા.

જોકે, અંતિમ ઓવરમાં હુસૈનની આ ધમાકેદાર બૅટિંગ વેસ્ટ ઇન્ડીઝને કામે ન લાગી હતી અને માત્ર એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, આ રસપ્રદ અંતિમ ઓવરે ખેલાડીઓ અને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.

મૅચના અંતે અકીલ હુસૈન 16 બૉલમાં 44 રન અને રોમારીઓ શૅફર્ડ 28 બૉલમાં 44 રન બનાવીને અણનમ રહ્યા હતા.

એનડીટીવી સ્પોર્ટ્સના અહેવાલ પ્રમાણે, વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન કાઇરોન પોલાર્ડે મૅચ બાદ જણાવ્યું હતું કે, "જો તમે જલદી વિકેટ ગુમાવી દો છો તો ઘણું નુક્સાન ભોગવવું પડે છે, પરંતુ ખેલાડીઓ છેલ્લે ઘણું સારું રમ્યા. અકીલ અને શૅફર્ડે છેલ્લી ઓવરોમાં સારી જવાબદારી નિભાવી. ભવિષ્યમાં પણ આવી ગેમ્સ આવશે, પરંતુ ખેલાડીઓ સારી રીતે રમશે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો