ઇઝરાયલ- પેલેસ્ટાઇન સંઘર્ષ : ગાઝામાં ચારે તરફ તબાહીના નિશાન વચ્ચે પાટા પર આવતું જીવન

ગાઝામાં યુવતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસ ચાલેલા સંઘર્ષ પછી હવે ગાઝામાં ધીમેધીમે સામાન્ય લોકોનું જીવન પર પાટા પર આવી રહ્યું છે.

શનિવારે અહીંયાં થોડા કૅફે ફરી ખૂલ્યા, દુકાનદારોએ પોતાની દુકાનો સાફ કરીને ખોલી અને માછીમારો સમુદ્રમાં માછલી પકડવા પહોંચ્યા.

ત્યારે ગાઝામાં માનવીય સહાયતા પણ પહોંચવાની શરૂઆત થઈ છે.

શુક્રવારે કૅરેમ શેલમ ક્રૉસિંગથી ગાઝામાં માનવીય મદદ માટે કેટલાક ટ્રક પહોંચ્યા
ઇમેજ કૅપ્શન, શુક્રવારે કૅરેમ શેલમ ક્રૉસિંગથી ગાઝામાં માનવીય મદદ માટે કેટલાક ટ્રક પહોંચ્યા

અધિકારીઓનું કહેવું છે કે હજારો પેલેસ્ટાઇનિયન લોકો પોતાના ઘરે પાછા આવ્યા છે, પરંતુ હુમલામાં થયેલા નુકસાનની ભરપાઈ થતા વર્ષોનો સમય લાગી જશે.

પેલેસ્ટાઇનિયન પરિવાર ગાઝા શહેરમાં પાછો ફર્યો
ઇમેજ કૅપ્શન, પેલેસ્ટાઇનિયન પરિવાર ગાઝા શહેરમાં પાછો ફર્યો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ખાસ કૉરિડૉર બનાવવાની માગ કરી છે જે મારફતે અહીંથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે બહાર લઈ જઈ શકાય.

ગાઝામાં પોતાની દુકાન વ્યવસ્થિત કરતા એક દુકાનદાર
ઇમેજ કૅપ્શન, ગાઝામાં પોતાની દુકાન વ્યવસ્થિત કરતા એક દુકાનદાર

હમાસ અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષમાં ગાઝામાં 250થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. બંને પક્ષ પોતાની જીતનો દાવો કરે છે.

દુકાનનો સામાન ફરી સજાવવાની કોશિશ
ઇમેજ કૅપ્શન, તબાહી બાદ ફરી જીવનને પાટા પર લાવવાનો પ્રયત્ન

ત્યારે દક્ષિણ ઇઝરાયલમાં લોકો સંઘર્ષવિરામનો આનંદ લઈ રહ્યા છે પરંતુ તેમનું માનવું છે કે આ ક્ષેત્રમાં ફરીથી સંઘર્ષ શરૂ થવામાં કોઈ સમય નહીં લાગે.

ગાઝા
ઇમેજ કૅપ્શન, ગાઝામાં કેટલીક ઇમારતો પૂરી રીતે ધ્વસ્ત થઈ ગઈ છે.
line

મદદની શરૂઆત

ઇઝરાયલી પરિવાર
ઇમેજ કૅપ્શન, દક્ષિણ ઇઝરાયલના શહેર એશ્કેલોનમાં શુક્રવારે બૉમ્બ શેલ્ટરથી બહાર આવતા ઇઝરાયલી લોકો

સંયુક્ત રાષ્ટ્ર સહિત વિભિન્ન સહાયતા સંસ્થાઓના ટ્રક હવે ગાઝામાં પહોંચી રહ્યા છે, જેમાં દવાઓ, ભોજન અને ઈંધણ સામેલ છે.

આ મદદ ગાઝા પહોંચી શકે તે માટે ઇઝરાયલે કૅરેમ શેલમ ક્રૉસિંગને ખોલ્યું છે.

ઇઝરાયલી હવાઈ હુમલાને કારણે હમાસના નિયંત્રણવાળા ગાઝામાં એક લાખથી વધારે લોકોએ પોતાનાં ઘર છોડીને ભાગવું પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફનું કહેવું છે કે આ વિસ્તારના લગભગ આઠ લાખ લોકો પાસે પાઇપલાઇનથી પાણી નથી પહોંચતું.

ગાઝા

પેલેસ્ટાઇનના અધિકારીઓનું કહેવું છે કે પહેલા કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહેલા ગાઝાને હવાઈ હુમલા પછી ફરીથી ઊભું કરવામાં કરોડો ડૉલરનો ખર્ચ થશે.

ધ્વસ્ત થયેલા ગાઝા વચ્ચે આઇસક્રીમ ખાતી યુવતી
ઇમેજ કૅપ્શન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે ગાઝાને ફરી ઊભું કરવા કરોડો ડૉલરની જરૂર પડશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રવક્તા માર્ગેટ હૅરિસે તરત દવાઓ અને આરોગ્યકર્મીઓની માગ કરી છે અને કહ્યું છે કે આ વિસ્તારમાં હૉસ્પિટલોમાં પહેલેથી હજારો ઈજાગ્રસ્તો છે.

ગાઝામાં લોકો
ઇમેજ કૅપ્શન, ગાઝા પર કોરોના અને ઇઝરાયલના હુમલાનો બેવડો માર પડ્યો છે.

વર્ષોથી ગાઝા પર ઇઝરાયલ અને ઇજિપ્તના પ્રતિબંધો છે અને તેની મારફતે લોકો અને સામાન ગાઝા પહોચે છે. બંને દેશોને ચિંતા છે કે રસ્તો ખૂલે તો એ રસ્તે હમાસ સુધી હથિયાર પહોંચી શકે છે.

line

'નુકસાનમાંથી ઉગરવામાં વર્ષો નહીં દાયકા લાગશે'

ગાઝામાં પોતાની દુકાન વ્યવસ્થિત કરતા એક દુકાનદાર
ઇમેજ કૅપ્શન, ગુરુવારે ગાઝાની હાઉસિંગ મિનિસ્ટ્રીએ કહ્યું કે અહીંયાં 1,800 હાઉસિંગ યુનિટ રહેવા માટે અનફિટ છે અને 1,000 નષ્ટ થઈ ગયા છે.

પેલેસ્ટાઇનના શરણાર્થીઓની યુએન એજન્સીએ કહ્યું છે કે તેમની પ્રાથમિકતા હજારો વિસ્થાપિત લોકોની ઓળખ કરીને તેમની મદદ કરવાની છે અને તેના માટે તરત 3.8 કરોડ ડૉલરની મદદની જરૂર છે.

ગુરુવારે ગાઝાની હાઉસિંગ મિનિસ્ટ્રીએ કહ્યું કે અહીંયાં 1,800 હાઉસિંગ યુનિટ રહેવા માટે અનફિટ છે અને 1,000 નષ્ટ થઈ ગયા છે.

ગાઝામાં પોતાની દુકાન વ્યવસ્થિત કરતા એક દુકાનદાર
ઇમેજ કૅપ્શન, ગાઝામાં લોકો પોતાની દુકાનોમાં પાછા તો આવ્યા પરંતુ તેમના માટે ફરીથી શરૂઆત કરવી સરળ નથી

રેડ ક્રૉસની ઇન્ટરનેશનલ કમિટીના મિડિલ ઈસ્ટ નિદેશક ફાબરિઝિયો કાર્બોની કહે છે, "બે અઠવાડિયાથી ઓછા સમયમાં થયેલા નુકસાનની ભરપાઈમાં વર્ષો નહીં બલકે દાયકાઓ લાગશે."

ગાઝામાં પોતાની દુકાન વ્યવસ્થિત કરતા દુકાનદાર
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ પેલેસ્ટાઇનના સંઘર્ષમાં અત્યાર સુધી 250 થી વધારે લોકોનું મૃત્યુ થયું છે.

બૈત હાનૂનની નજીક રહેવાવાળાં સમીરા અબ્દુલ્લાહ નાસિરનું બે માળનું મકાન ધડાકામાં ધ્વસ્ત થઈ ગયું છે.

તેમણે સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "અમે ઘરે આવી ગયા છીએ પણ અમારી પાસે બેસવાની પણ જગ્યા નથી. પાણી નથી, વીજળી નથી, બેડ નથી, અમારી પાસે કંઈ નથી. અમે અમારા સંપૂર્ણ તબાહ થઈ ગયેલા ઘરે આવ્યા છીએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો