સહરાનપુર : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કાશ્મીરના બે કથિત ઉગ્રવાદીઓની ધરપકડ

પુલવામા હુમલાની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા પછી દેશમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન્સમાં ઉત્તર પ્રદેશના સહારાનપુરમાં બે કથિત જૈશ-એ-મોહમ્મદના ઉગ્રવાદીઓની ધરપકડ છે.

સમાચાર સંસ્થા એએનઆઈ યૂપીએ આ અંગે ટ્ટીટ કરીને જાણકારી આપી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ઉત્તર પ્રદેશના એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડના ડીજીપી ઓપી સિંઘના હવાલાથી એએનઆઈ આ માહિતી રજૂ કરી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેઓ જણાવે છે કે શાહનવાઝ અને આકિબ એમ બે કથિત ઉગ્રવાદીઓને પકડવામાં આવ્યા છે. શાહનવાઝ કુલગામના વતની છે અને આકિબ પુલવામાના વતની છે.

એમની પાસેથી બે હથિયારો અને જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

line

રાજ્યો કાશ્મીરી વિદ્યાર્થીઓના રક્ષણ માટે પગલાં લે - સુપ્રીમ કોર્ટ

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધારે જવાનોના મૃત્યુ બાદ દેશમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાઓ બાબતે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને અને દસ રાજ્યોને વિગતવાર જવાબ પાઠવવા નોટિસ આપી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ સુપ્રીમ કોર્ટે પિટિશનર તારિક અદીબની અરજી પર આ નોટિસ પાઠવી છે.

તારિક અદીબ વતી કૉલિન ગોન્સાલ્વેસ અને ભારત સરકાર વતી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે અદાલતમાં રજૂઆત કરી હતી.

સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોના ચીફ સેક્રેટરીને અને ડીજીપીને કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલાઓ ન થાય કે તેમની સાથે ખરાબ વર્તન ન થાય તે માટે જરુરી સખત અને અસરકારક પગલાં લેવાનો આદેશ કર્યો છે.

line

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની હડતાળ અને એસ.ટી હજી પણ ઠપ

પ્રતીકાત્મક તસવીર

ગઈકાલથી શરુ થયેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળ અચોક્કસ મુદત માટે લંબાઈ છે તો વળી રાજયના બે લાખ શિક્ષકો પણ આજથી હડતાળ પર ઉતર્યા છે.

જિલ્લા પ્રાથમિક શિશ્રણ સંઘે ફિક્સ પગારના શિક્ષકોની સમસ્યાઓ, અલગ પે ગ્રેડ, જૂની પેન્શન યોજનાનો લાભ તથા સાતમા પગાર પંચની માગણી એમ વગેરે કારણોસર હડતાળ જાહેર કરી છે.

શિક્ષક સંઘ દ્વારા વિધાનસભા ઘેરાવના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં ગાંધીનગર પહોંચવા માગતા શિક્ષકોની અટકાયતના સમાચાર પણ મળ્યાં છે.

બીજી તરફ ગઈ કાલથી શરુ થયેલી એસ.ટી.કર્મચારીઓની હડતાળ અચોક્કસ મુદતમાં ફેરવાઈ ગઈ છે અને તેને લીધે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલાક વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા ખાનગી બસોને દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્ય મંત્રી વિજય રુપાણી એસ.ટી કર્મચારીઓની માગણી સ્વીકારવો ઇન્કાર કરી ચૂક્યા છે.

આ હડતાળને કારણે રાજ્યમા રાજ્ય પરિવહનની 8 હજાર જેટલી બસો થંભી ગઈ છે.

પરિવહન નિગમના ત્રણેય માન્ય સંઘોની સંકલન સમિતિના નેતૃત્વમાં આ હડતાળનું આયોજન થયું છે.

line

પુલવામા CRPF હુમલો 'જઘન્ય અને કાયરતાપૂર્ણ' : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ

પુલવામા હુમલાની તસવીર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામામાં કરાયેલા ઉગ્રવાદી હુમલાને 'જઘન્ય અને કાયરતાપૂર્ણ' ગણાવી આકરા શબ્દોમાં નિંદા કરી કરી છે.

સુરક્ષા પરિષદે હુમલા માટે પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મહમ્મદ'નો ઉલ્લેખ પણ કર્યો છે.

સુરક્ષા પરિષદે નિવેદનમાં જણાવ્યું, "જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો પર કરાયેલા અને જૈશ-એ-મોહમ્મદે જેની જવાબદારી લીધી છે એ જઘન્ય અને કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલાને વખોડી કાઢવામા આવે છે."

સુરક્ષા પરિષદમાં ભારતનું રણનૈતિક ભાગીદાર ફ્રાન્સ જૈશ-એ-મોહમ્મદના વડા અઝહર મસુદ પર પ્રતિબંધ લાવવા માટે આગળ વધી રહ્યું છે. જોકે, ચીને આ મામલે વિચારવા માટે વધુ સમય માગ્યો છે.

નોંધનીય છે કે વર્ષ 2017માં પણ પ્રતિબંધ લગાવવાના પ્રક્રિયા ચીનને લીધે અટકી પડી હતી.

line

કિસાન લૉન્ગ માર્ચ : સરકાર સાથે સમજૂતી, ખેડૂતોની માર્ચ અટકી

ખેડૂતોની પ્રતિકાત્મત તસવીર

પોતાની અલગઅલગ માગોને લઈને 20 ફેબ્રુઆરીએ ખેડૂતોની 'લૉન્ગ માર્ચ' ગુરુવારે સવારે શરૂ થઈ પણ રાજ્ય સરકાર સાથેની વાતચીત અને સમજૂતી બાદ ગુરુવાર રાતે સ્થગિત કરી દેવાઈ.

જોકે, પહેલાં સમાચાર એવા આવ્યા હતા કે સરકાર સાથે ખેડૂતોની વાતચીત નિષ્ફળ રહી અને તેઓ પોતાની માગો સાથે નાસિકથી મુંબઈ સુધીની કૂચ કરશે.

જોકે, રાત વિતતા સમજૂતી સધાઈ હોવાની અને માર્ચ બાતલ કરવાની વાત સામે આવી.

મુંબઈના સ્થાનિક પત્રકાર સંજય રમાકાંત તિવારીએ બીબીસીને જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકાર તરફથી કૅબિનેટ મંત્રી ગિરીશ મહાજન આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા.

તેમની અને ખેડૂતો વચ્ચેની વાતચીત લગભગ પાંચ કલાક ચાલી, જે બાદ માર્ચને સ્થગિત કરવાના સમાચાર આવ્યા.

ઑલ ઇન્ડિયા કિસાન સભાના મહાસચિવ અજિત નવલેએ બીબીસીને જણાવ્યું, "અમારી વચ્ચે નક્કી એવું થયું કે સમય ભલે લાગે પણ ન્યાય મળવો જોઈએ અને આદિવાસીઓને જમીનનો હક મળવો જોઈએ."

line

પુલવામા CRPF હુમલો : કાશ્મીર માટે અર્ધસૈનિક દળોને મળશે હવાઈ ટિકિટ

પ્રતીકાત્મક તસવીર

સીઆરપીએફ પર આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં લેતાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

હવેથી અર્ધ સૈનિક દળોના જવાનોને શ્રીનગર આવવા-જવા માટે હવાઈ મુસાફરીની સુવિધા મળશે.

ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશ અનુસાર દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર તેમજ શ્રીનગર-જમ્મુ વચ્ચેની કોઈ પણ મુસાફરી માટે અર્ધ સૈનિક દળોના જવાન હવાઈ સફર કરી શકશે.

કેન્દ્રીય સશસ્ત્ર અર્ધ સૈનિક દળોના તમામ જવાનોને આ આદેશ લાગુ પડશે.

આ આદેશને પગલે અર્ધ સૈનિક દળોના 7 લાખ 80 હજાર જવાનોને લાભ થશે. તેમાં કૉન્સ્ટેબલ, હૅડ કૉન્સ્ટેબલ તેમજ એએસઆઈથી લઈને તમામ જવાના સામેલ છે.

નોંધનીય છે કે આ જવાનોને અત્યારસુધી હવાઈ મુસાફરીની સુવિધા નહોતી મળતી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે વિપક્ષ કૉંગ્રેસે સરકારે સૈનિકોની હવાઈ મુસાફરીની અરજી કેમ નામંજૂર કરી એવો સવાલ કર્યો હતો.

line

ગુજરાતના 433 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યા મુજબ ગુજરાતના કુલ 433 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે.

કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કલારિયાએ પૂછેલા સવાલના જવાબમાં મત્સ્યોદ્યોગમંત્રી પુરુષોત્તમ સોલંકીએ લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશના કથિત કારણસર અનેક વાર પાકિસ્તાન મૅરિટાઇમ સિક્યોરિટી એજન્સી ગુજરાતના માછીમારોની ધરપકડ કરી લેતી હોય છે.

મંત્રીએ ગત બે વર્ષમાં પાકિસ્તાન દ્વારા 687 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી પણ આપીતી.

એ માહિત અનુસાર 2017માં 510 અને 2018માં 177 માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા.

line

પત્નીની હત્યા કરી, કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં પત્નીની હત્યા કર્યા બાદ તેમનું કપાયેલું માથું લઈને એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચી. આ ઘટના બુધવારની છે.

ચંબલ વિસ્તારમાં ગણાતો મુરૈના જિલ્લો રાજ્યના પાટનગર ભોપાલથી લગભગ 450 કિલોમીટર દૂર છે.

મુરૈનાના પોલીસ અધિક્ષક રિઝાય ઇકબાલે આ મામલે જણાવ્યું, "કલ્યાણ શાક્યવાર પોતાની પત્નીનું કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો."

"પત્નીની હત્યા તેણે પોતે જ કરી હોવાનું તેણે કબૂલ્યું અને તેની ધરપકડ કરી લેવાઈ."

આ ઘટનામાં લગ્ન બહારના સંબંધોની શંકા જવાબદાર મનાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો