ભોપાલ ગૅસ દુર્ઘટના : 37 વર્ષ પછી પણ જેના જખમો તાજા છે

ભોપાલ ગૅસ દુર્ઘટના
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભોપાલ ગૅસ દુર્ઘટનાને 37 વર્ષ થઈ ગયાં છે. 2-3 ડિસેમ્બર, 1984ની રાતે થયેલી આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કૅમિકલ પ્લાન્ટમાંથી નીકળેલા ઝેરીલા ગૅસથી 24 કલાકમાં ત્રણ હજાર લોકોના જીવ ગયા અને બાદમાં હજારો લોકો અલગઅલગ રીતે શારીરિક ખોડખાંપણનો શિકાર થતા રહ્યા.

કેટલાય લોકોને ફેફસાં સંબંધિત બીમારી થઈ, તો કેટલાક જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતાં તેઓ પણ આ કેરથી બચી ન શક્યાં.

ફોટોગ્રાફર જુડા પાસોએ એવા લોકોની જિંદગીને તસવીરોમાં કંડારવાની કોશિશ કરી છે જેઓ આ ભયાવહ જખમો સાથે જીવવા મજબૂર છે.

શાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દરમિયાન ઝેરીલા ગૅસના સંપર્કમાં આવ્યા હતા.
ઇમેજ કૅપ્શન, શાકિર અલી ખાન હૉસ્પિટલમાં શ્વાસ સંબંધી બીમારીનો એક્સ-રે કરાવતાં દર્દી. તેઓ દુર્ઘટના દરમિયાન ઝેરીલા ગૅસના સંપર્કમાં આવ્યા હતા.
line
ગૅસ દુર્ઘટનાના પીડિત
ઇમેજ કૅપ્શન, દુર્ઘટનાપીડિતોને ન્યાય અપાવવા માટે અભિયાન ચલાવનારાઓનું કહેવું છે કે ઝેરીલા ગૅસથી 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં હતા. ઘણા લોકો હજુ પણ તેનાં પરિણામ ભોગવી રહ્યા છે.
line
મહિલા
ઇમેજ કૅપ્શન, બ્લુ મૂન કૉલોનીમાં રહેતાં એક મહિલા. 1984માં પાંચ લાખ, પચાસ હજાર લોકો પ્રભાવિત થયા હતા, જે ભોપાલની બે તૃતીયાંશ વસ્તી બરાબર છે.
line
અહીં લોકોને પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને અભિયાનકારોનું કહેવું છે કે માટી અને જમીનના પાણીમાં કેમિકલ સતત લિક થયું છે.
ઇમેજ કૅપ્શન, અહીં લોકોને પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. વૈજ્ઞાનિકો અને અભિયાનકારોનું કહેવું છે કે માટી અને જમીનના પાણીમાં કેમિકલ સતત લિક થયું છે.
line
પીડિતોનું કહેવું છે કે બાળકો પણ ખોડખાંપણવાળાં પેદાં થાય છે.
ઇમેજ કૅપ્શન, પીડિતોનું કહેવું છે કે બાળકો પણ ખોડખાંપણવાળાં પેદાં થાય છે.
line
ગૅસ દુર્ઘટનાના પીડિત
ઇમેજ કૅપ્શન, પ્રાચી ચુગને સેરેબ્રલ પાલ્સી છે અને તેનો માનસિક વિકાસ થઈ શક્યો નથી. તેમનાં માતા ઝેરી ગૅસના સંપર્કમાં આવ્યાં હતાં, આથી ગર્ભમાં પ્રાચી પર ગૅસની અસર થઈ હતી.
line
ભોપાલની સંભાવના ટ્રસ્ટ ક્લિનિકમાં એક પીડિતની સ્ટીમ થૅરપીથી સારવાર થઈ રહી છે. આ ક્લિનિકમાં પારંપરિક આયુર્વેદિક દવાથી પીડિતોનો ઇલાજ થાય છે.
ઇમેજ કૅપ્શન, ભોપાલની સંભાવના ટ્રસ્ટ ક્લિનિકમાં એક પીડિતની સ્ટીમ થૅરપીથી સારવાર થઈ રહી છે. આ ક્લિનિકમાં પારંપરિક આયુર્વેદિક દવાથી પીડિતોનો ઇલાજ થાય છે.
line
ચિનગારી ટ્રસ્ટ ફિઝિકલ-થૅરપી ક્લિનિકમાં જે બાળકોની સારવાર થઈ એમના પંજાનાં નિશાન
ઇમેજ કૅપ્શન, ચિનગારી ટ્રસ્ટ ફિઝિકલ-થૅરપી ક્લિનિકમાં જે બાળકોની સારવાર થઈ એમના પંજાનાં નિશાન
line
ઓરિયા પ્રાથમિક શાળામાં રમતાં બાળકો
ઇમેજ કૅપ્શન, ઓરિયા પ્રાથમિક શાળામાં રમતાં બાળકો. આ સ્કૂલનું ભવિષ્ય પણ ધૂંધળું છે.
line
પીડિતોને અપાયેલી સહાયને 1989માં સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી હતી
ઇમેજ કૅપ્શન, પીડિતોને અપાયેલી સહાયને 1989માં સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી હતી. પરંતુ લોકો માને છે કે હજુ વધુ સહાય મળવી જોઈએ અને વિસ્તારની યોગ્ય સફાઈ થવી જોઈએ.
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

(બધી તસવીરો ફોટોગ્રાફર જુડા પાસોની છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો