IND vs NZ: એ ઓવર જેણે ભારતની હારનો પાયો નાખ્યો, ચોથી વન-ડેમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે 244 રને હાર કેમ થઈ?

IND vs NZ: એ ઓવર જેણે ભારતની હારનો પાયો નાખ્યો, ચોથી વન-ડેમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે 244 રને હાર કેમ થઈ? બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી વન-ડેમાં વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયા હતા.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ન્યૂઝીલૅન્ડે ચોથી વન-ડે મૅચમાં ભારતને 244 રનથી હરાવી દીધું છે. ભારતીય ટીમ માત્ર 89 રન પર ઑલઆઉટ થઈ ગઈ.

માઉન્ટ મૌંગાનુઈના બે-ઓવલ મેદાન પર રમાયેલી આ મૅચમાં ન્યૂઝીલૅન્ડે પ્રથમ બેટિંગ કરતાં 333 રન બનાવ્યા હતા. ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ન્યૂઝીલૅન્ડ તરફથી વિલ યંગે શાનદાર બેટિંગ કરતાં 125 રન બનાવ્યા હતા. 334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયા હતા.

ભારતે પોતાની શરૂઆતની ચાર વિકેટ વહેલી તકે ગુમાવી દીધી હતી, જે બાદ ટીમ મૅચમાં પુનરાગમન કરી શકી નહોતી. ન્યૂઝીલૅન્ડના બૉલર મૅટ હેનરીએ 6 વિકેટ લીધી હતી.

ભારત તરફથી ઈશાન કિશને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા, જ્યારે અક્ષર પટેલ અને નમન ધીરે 21-21 રનની ઇનિંગ્સ રમી હતી.

પાંચ મૅચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. પાંચમી વન-ડે પણ બે-ઓવલમાં જ રમાશે.

એ ઓવર જેની કારણે ભારતની હારના પાયા નખાયા? IND vs NZ: એ ઓવર જેણે ભારતની હારનો પાયો નાખ્યો, ચોથી વન-ડેમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે 244 રને હાર કેમ થઈ? બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, આ મૅચમાં ન્યૂઝીલૅન્ડે પ્રથમ બેટિંગ કરતાં 333 રન બનાવ્યા હતા.

મૅચ પહેલાં ભારતીય ટીમમાં પણ પરિવર્તનો જોવા મળ્યાં હતાં.

આ મૅચમાં ભારતે અંશુલ કંબોજની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ કર્યો હતો. શુભમન ગિલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડે ઇનિંગની શરૂઆત કરી હતી. કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાંચ મૅચની શ્રેણીની ત્રીજી મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

ત્યારે સિરીઝની ચોથી વન-ડેમાં એ કઈ ઓવર હતી, જેમાં ભારતની હારના પાયા નખાઈ ગયા હતા?

ન્યૂઝીલૅન્ડની ધુંઆધાર બેટિંગ

એ ઓવર જેની કારણે ભારતની હારના પાયા નખાયા? IND vs NZ: એ ઓવર જેણે ભારતની હારનો પાયો નાખ્યો, ચોથી વન-ડેમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે 244 રને હાર કેમ થઈ? બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ભારતીય બૉલરોમાં આકિબ નબી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે ગુરનૂર બ્રારે એક વિકેટ લીધી હતી.

ચોથી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલૅન્ડે 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલૅન્ડ તરફથી વિલ યંગે સૌથી વધુ 125 રન બનાવ્યા હતા, જેમાં તેણે 108 બૉલની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ટિમ સિફર્ટે 48 બૉલમાં 58 રન બનાવ્યા હતા.

ફિન એલને 30 બૉલમાં 41 રન અને મિચેલ સૅન્ટનરે 29 બોલમાં 24 રન બનાવ્યા હતા.

ભારતીય બૉલરોમાં આકિબ નબી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે ગુરનૂર બ્રારે એક વિકેટ લીધી હતી.

કુલદીપ યાદવે એક પણ વિકેટ લીધા વિના 8 ઓવરમાં 73 રન આપ્યા હતા, જ્યારે ગુરનૂર બ્રારે 10 ઓવરમાં 69 રન આપીને એક વિકેટ લીધી હતી.

ભારતની બેટિંગ તરફ નજર કરીએ તો ઇશાન કિશને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા.

બીજી તરફ, ન્યૂઝીલૅન્ડના 334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા.

ભારતે ઇનિંગ્સની શરૂઆતમાં જ પોતાની ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી ત્રણ વિકેટ મૅટ હેનરીએ લીધી હતી.

મૅટ હેનરીની એ ઓવર જેના કારણે ભારત હાર્યું

એ ઓવર જેની કારણે ભારતની હારના પાયા નખાયા? IND vs NZ: એ ઓવર જેણે ભારતની હારનો પાયો નાખ્યો, ચોથી વન-ડેમાં ભારતની ન્યૂઝીલૅન્ડ સામે 244 રને હાર કેમ થઈ? બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર
ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલર મૅટ હેનરીએ કુલ છ વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલર મૅટ હેનરીએ પોતાની પ્રથમ જ ઓવરમાં તરખાટ મચાવતાં ત્રણ (ટ્રિપલ) વિકેટ ઝડપી હતી.

ઉપરાંત, આ મેડન ઓવર ફેંકીને તેણે ભારતીય બેટિંગ લાઇનઅપની કમર ભાંગી નાખી હતી.

હેનરીએ ઓવરના પહેલા જ બૉલે ભારતના પૂર્વ કૅપ્ટન રોહિત શર્માને ફિન એલનના હાથે કૅચ આઉટ કરાવ્યા હતા.

ત્યારબાદ ક્રીઝ પર આવેલા વિરાટ કોહલીને પણ હેનરીએ પાંચમા બૉલે ખાતું ખોલાવ્યા વિના (0 રને) આઉટ કર્યા હતા.

ઓવરના અંતિમ બોલે શ્રેયસ અય્યરને પણ એલબીડબલ્યુ કરીને શૂન્ય રને આઉટ કર્યા હતા.

આમ, એક પણ રન આપ્યા વિના રોહિત, વિરાટ અને શ્રેયસ જેવા ત્રણ દિગ્ગજ બૅટ્સમૅનોને શૂન્ય પર આઉટ કરીને હેનરીએ મૅચની શરૂઆતમાં જ ભારતને ભારે દબાણમાં લાવી દીધું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન