India Vs NZ: એ ઓવર જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેઠેલા હજારો લોકોમાં સન્નાટો છવાઈ ગયો

ભારત વિરુદ્દ ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ, અમદાવાદ ટી20 મેચ, ટી20 વર્લ્ડકપ 2026 ફાઇનલ મેચ, જસપ્રીત બુમરાહ, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રવિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ રમાઈ. જેમાં પ્રારંભિક મૅચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર દર્શકોને રનોની આતશબાજી જોવા મળી હતી.

રવિવારની મહત્ત્વપૂર્ણ મૅચમાં તેઓ સંજુ સેમસન ખીલ્યા હતા. ભારતની ટીમે પાવર-પ્લૅ દરમિયાન એક પણ વિકેટ ગુમાવ્યા વગર 92 રન બનાવ્યા હતા.

એ પછી તરત જ અભિષેક શર્માના 52 રન સ્કોર (21 બૉલ, છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા) પર આઉટ થયા. ત્યારે ભારતીય ટીમનો સ્કોર 98 રન ઉપર હતો.

એ પછી પણ રનોની આતશબાજી ચાલુ રહેવા પામી હતી. જોકે, જેમ્સ નિશમની 16મી ઓવર દરમિયાન અચાનક જ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.

16મી ઓવરમાં સન્નાટો

ભારત વિરુદ્દ ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ, અમદાવાદ ટી20 મેચ, ટી20 વર્લ્ડકપ 2026 ફાઇનલ મેચ, જસપ્રીત બુમરાહ, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી  જીમી નિશમ
ઇમેજ કૅપ્શન, જૅમ્સ નિશમે 16મી ઓવરમાં સંજુ સેમસન, ઇશાન કિશન સહિત ત્રણ ભારતીય બૅટ્સમૅનને પેવોલિયન પરત મોકલ્યા હતા.

16મી ઓવરમાં જૅમ્સ (જિમી) નિશમે બૉલ સંભાળ્યો હતો. પહેલા જ બૉલે તેમણે સંજુ સેમસનને ફૂલટૉસ બૉલ નાખ્યો. જોકે, સંજુ તેને રમવા ઇચ્છતા હતા એમ રમી ન શક્યા અને સબસિટ્યૂટ ફિલ્ડર કોલ મકૉંકીના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા.

સંજુએ 46 બૉલમાં 89 રન બનાવ્યા હતા. તેમણે પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. દર્શકોએ તાળીઓ અને ચીચીયારીઓ દ્વારા આ ઇનિંગને વધાવી હતી.

એ પછીની બે બૉલ દોટ ગઈ હતી. સોળમી ઓવરની ચોથી બૉલમાં એક રન આવ્યો હતો અને સ્ટ્રાઇક રોટેટ થઈ હતી.

જૅમ્સે ઇશાન કિશનને બૉલ નાખ્યો. લાંબા સમય સુધી ટીમમાંથી બહાર રહેલા ઇશાન કિશને સારું પ્રદર્શન કરીને વર્લ્ડકપની ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.

વર્લ્ડકપ દરમિયાન પણ સારી ઇનિંગ રમીને તેમણે પોતાની જરૂરિયાત ક્રિકેટચાહકોને મહેસૂસ કરાવી હતી.

ભારત વિરુદ્દ ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ, અમદાવાદ ટી20 મેચ, ટી20 વર્લ્ડકપ 2026 ફાઇનલ મેચ, જસપ્રીત બુમરાહ, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી  જેમ્સ જીમી નિશમ
ઇમેજ કૅપ્શન, ઇશાન કિશનની વિકેટ લીધા પછી ન્યૂઝીલૅન્ડના ખેલાડીઓ

રવિવારે પણ તેઓ ફૉર્મમાં હતા અને તેઓ જૅમ્સના બૉલને રમવા ગયા ત્યારે લૉગ-ઑન ઉપર માર્ક ચૅપમૅનના હાથે આઉટ થઈ ગયા હતા.

તેમણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 25 બૉલમાં 54 રનનો ફાળો ટીમના સ્કોરમાં આપ્યો હતો. હવે ભારતનો સ્કોર ત્રણ વિકેટના ભોગે 204 રન હતો.

એક ઓવરમાં બે ફૂલફૉર્મ બૅટ્સમૅનની વિકેટો પડવાને કારણે દર્શકો આઘાતમાં આવી ગયા હતા. જોકે, હજુ એક આંચકો તેમને મળવાનો બાકી હતો.

ઓવરના છેલ્લા બૉલે જૅમ્સે ભારતની ટી20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પહેલા જ બૉલે પેવોલિયન ભેગા કરી દીધા હતા. તેઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. એ પછીના અમુક બૉલમાં જ હાર્દિક પંડ્યા 13 બૉલમાં 18 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. તેમણે એક ચોગ્ગો અને એક છગ્ગો માર્યા હતા.

આ રીતે ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડની ટીમને પાંચ વિકેટ ગુમાવીને 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જૅમ્સની ઓવરમાં રનોની આતશબાજી

ભારત વિરુદ્દ ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ, અમદાવાદ ટી20 મેચ, ટી20 વર્લ્ડકપ 2026 ફાઇનલ મેચ, જસપ્રીત બુમરાહ, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સૂર્યકુમાર યાદવ, બીબીસી ગુજરાતી , જેમ્સ જિમી નિશમ
ઇમેજ કૅપ્શન, ભારતીય ક્રિકેટ ફેન સુધીર કુમાર ચૌધરી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ પછીની ત્રણ ઓવર (17,18 અને 19) દરમિયાન ભારતની ટીમે સાત, આઠ અને નવ રન સ્કોર કર્યા.

જૅમ્સે તેમની ત્રીજી (ભારતીય ઇનિંગની 18મી) ઓવરમાં આઠ રન આપ્યા હતા. આમ તેમણે કુલ ત્રણ ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

કૅપ્ટન મિચેલ સૅંટનરે ડેથ ઓવર્સ દરમિયાન છેલ્લી ઓવર જૅમ્સને આપી હતી, જેમાં સામે છેડે શિવમ દુબે હતા. જેમણે બે બૉલમાં બે રન બનાવ્યા હતા.

શિવમે પહેલી બૉલે ચોગ્ગો માર્યો હતો. એ પછીની બે બૉલને હવામાં જ બાઉન્ડ્રીની બહાર મોકલી દીધી હતી. જૅમ્સની છેલ્લી ઓવરના ચોથા બૉલે શિવમે ફરી ચોગ્ગો ફટકાર્યો હતો.

પાંચમો બૉલ ખાલી ગયો હતો અને ભારતીય ઇનિંગનો છેલ્લો બૉલ શિવમના બૅટ સાથે ટકરાઈને મેદાન ઉપર ગબડતો-ગબડતો બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો.

જૅમ્સ નિશમને તેમની છેલ્લી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા મળીને 24 રન આપ્યા હતા.

અમદાવાદની પીચ જોતા તે બૅટ્સમૅનોને મદદ કરે એવી હતી. એવામાં 231 રનનો સ્કોર સન્માનજનક હતો, પરંતુ હરીફ ટીમ માટે મુશ્કેલ ન હતો.

જોકે, છેલ્લી ઓવરની મદદથી ભારતે 255 રનનો જુમલો ખડકીને હરીફ ટીમ ઉપર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન