ચિલીમાં ભયાનક દાવાનળ, આખું શહેર તબાહ, ગાડીઓ ખોખું બની

ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, ચિલીના વિના ડેલ મારમાં અલ ઓલિવરના રહેવાસીઓનાં વાહનો અને મકાનો સળગી ગયાં છે
    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, ..
  • પ્રકાશિત

ચિલીમાં તાજેતરમાં તેના ઇતિહાસમાંની સૌથી ભયંકર આગ લાગી. આ આગમાં અંદાજે 64 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ દાવાનળ વાલ્પેરાઇસો, ઓ'હિગિન્સ અને અરાઉકાનિયાનાથી ફેલાઈને શહેર સુધી પહોંચી ગયો હતો.

3000થી 6000 જેટલાં ઘરો આગમાં બળીને ખાખ થઈ ગયાં છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને આગથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવદળને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ચિલીમાં મૃત્યુઆંક હજુ પણ વધવાની ધારણા છે અને 370થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, આગથી પ્રભાવિત વિસ્તારોમાંનો એક અલ ઓલિવર, વિના ડેલ માર
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, આગ ઓલવવાનો પ્રયાસ કરતી મહિલા
આગમાં હજારો લોકોએ તેમનાં ઘર અને સામાન ગુમાવ્યાં છે
ઇમેજ કૅપ્શન, આગમાં હજારો લોકોએ તેમનાં ઘર અને સામાન ગુમાવ્યાં છે

4 ફેબ્રુઆરીના રોજ 1400 અગ્નિશામકો સહિત લશ્કરી કર્મચારીઓ અને હજારો સ્વયંસેવકોને બચાવ કામગીરીમાં તહેનાત કરાયા છે.

જે વિસ્તારો આગથી પ્રભાવિત થયા છે ત્યાં ઉનાળાની રજાઓ માણવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.

ચિલી 2010ના ભૂકંપ પછી સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે. 2010ના ભૂકંપમાં 432 લોકો માર્યા ગયા હતા.

ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, વિના ડેલ મારના આ સ્વયંસેવકોએ પડોશીઓની જેમ જે હાથમાં આવ્યું તેનાથી ઓગ ઓલવવામાં લાગી ગયા
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, હેલિકૉપ્ટરથી પાણી છાંટીને આગને ઓલવાઈ રહી છે
ચિલીમાં આગ

ચિલીની સરકારે લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવા કહ્યું છે અને બચાવ ટુકડીઓની કામગીરીમાં અડચણ ન પડે એ માટે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે

ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, અગ્નિશામકો વાલ્પારાસોના ક્વિલ્પ્યુમાં એક સસલાને બચાવી રહ્યા છે
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, વિના ડેલ મારમાં શહેરી વિસ્તારોમાં આગ
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, આગને લીધે થયેલું નુકસાન

ગેબ્રિયલ બોરીકે એક્સ પર જાહેરાત કરી હતી કે આ સમયે અમારી પ્રાથમિકતા છે લોકોનો જીવન બચાવવાની, લાગેલી આગને ઓલવવાની, મૃત લોકોના મૃતદેહોને કાઢવાની, આશ્રયસ્થાનોમાં પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની, પોલીસ અને સશસ્ત્ર દળો દ્વારા જાહેર વ્યવસ્થાની બાંહેધરી અને તપાસ કરવા માટે મૂળભૂત માહિતી એકત્રિત કરવાની.

ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, ધુમાડાનાં ગાઢ વાદળોમાં વિના ડેલ માર શહેર
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, વિના ડેલ મારમાં આ આગની જેમ આખા વિસ્તારમાં આગ લાગી
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, વિના ડેલ મારમાં વિલા ઈન્ડિપેન્ડન્સિયામાં આગથી નાશ પામેલ ઘર
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, વિના ડેલ મારમાં અલ સાલ્ટોની આ બિલાડીની જેમ આગથી ઘણાં ઘરેલુ પ્રાણીઓ પણ દાઝ્યાં છે
ચિલીમાં આગ
ઇમેજ કૅપ્શન, વિના ડેલ માર પાસેના અલ પટાગુલના આ વિસ્તારની જેમ જંગલમાં લાગેલી આગ શહેરી વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી