તિરુપતિ મંદિરમાં 121 કિલો સોના-હીરાનાં ઘરેણાં દાન કરનાર વર્ધમાન જૈન કોણ છે?

બીબીસી ગુજરાતી આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં તિરુમલા મંદિરમાં સોનાનું આ દાન આપવામાં આવ્યું હતું ચેન્નાઈના વેપારી વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે (28 નવેમ્બર, 2026)ના રોજ તિરુમલાસ્થિત ભગવાન વેંકટેશ્વરસ્વામીને 121 કિલો સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કર્યાં. આ ઘરેણાંની કિંમત લગભગ 207.6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં તિરુમલા મંદિરમાં સોનાનું આ દાન આપવામાં આવ્યું હતું.
    • લેેખક, ગરિકિપાતિ ઉમાકાંત અને વિજયાનંદ અરુમુગમ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ચેન્નાઈના વેપારી વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે (28 નવેમ્બર, 2026)ના રોજ તિરુમલાસ્થિત ભગવાન વેંકટેશ્વરસ્વામીને 121 કિલો સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કર્યાં. આ ઘરેણાંની કિંમત લગભગ 207.6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં તિરુમલા મંદિરમાં આ ભેટ ચઢાવવામાં આવી.

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના જનસંપર્ક અધિકારી રવિએ બીબીસીને જણાવ્યું કે ભગવાનની મૂળ પ્રતિમાને માથાથી પગ સુધી શણગારવા માટે સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કરાયાં છે.

તેમણે જણાવ્યું કે તેમાંથી 106 કિલોગ્રામ સોનાનો ઉપયોગ તિરુમલાની દેવીનાં ઘરેણાં તૈયાર કરવામાં થયો છે, જ્યારે અન્ય 15 કિલો સોના વડે તિરુચાનૂરસ્થિત શ્રીપદ્માવતીદેવી માટે સોનાનાં વસ્ત્ર તૈયાર કરાશે.

બીબીસી ગુજરાતી ચેન્નાઈના વેપારી વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે (28 નવેમ્બર, 2026)ના રોજ તિરુમલાસ્થિત ભગવાન વેંકટેશ્વરસ્વામીને 121 કિલો સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કર્યાં. આ ઘરેણાંની કિંમત લગભગ 207.6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, તિરુપતિ તરુમાલા દેવસ્થાનમના અધિકારીઓનું કહેવું છે કે, ગત નવ દાયકામાં પહેલી વાર આટલી મોટી માત્રામાં સોનાનું દાન મળ્યું છે.

ટીટીડીના જનસંપર્ક અધિકારી રવિ, ટીટીડીના પૂર્વ કાર્યકારી અધિકારી (ઇઓ) એલવી સુબ્રમણ્યમ અને પૂર્વ મુખ્ય પૂજારી ડૉ. એવી રમણ દીક્ષિતુલુએ બીબીસીને જણાવ્યું કે 1933માં બ્રિટિશ શાસન દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ની સ્થાપના બાદ પાછલા નવ દાયકામાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં સોનાનું દાન મળ્યું છે.

રમણ દીક્ષિતુલુએ કહ્યું છે કે શ્રીકૃષ્ણદેવરાયના શાસનકાળ બાદ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી માત્રામાં સોનાનાં ઘરેણાં ભેટ કરાયાં છે.

તેમણે કહ્યું કે, વર્ધમાન જૈન આધુનિક ઇતિહાસમાં એક વારમાં સૌથી વધુ સોનાનાં ઘરેણાં દાન કરનારી વ્યક્તિ તરીકે નોંધાશે.

કોણ છે વર્ધમાન જૈન?

બીબીસી ગુજરાતી વર્ધમાન બીબીસી ગુજરાતી ચેન્નાઈના વેપારી વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે (28 નવેમ્બર, 2026)ના રોજ તિરુમલાસ્થિત ભગવાન વેંકટેશ્વરસ્વામીને 121 કિલો સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કર્યાં. આ ઘરેણાંની કિંમત લગભગ 207.6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, વર્ધમાન જૈન ચેન્નાઈસ્થિત કંપની એશિયા એન્જિનિયરિંગના નિદેશક છે.

વર્ધમાન જૈન ચેન્નાઈસ્થિત કંપની એશિયા એન્જિનિયરિંગના નિદેશક છે.

તેઓ હેલ્થકેર ક્ષેત્રમાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ) સેવાઓ આપનારી પ્રમુખ કંપની ઍક્સેસ હેલ્થકેરના સંસ્થાપક અને બોર્ડના ઉપાધ્યક્ષ પણ છે.

ટીટીડીના જનસંપર્ક અધિકારી રવિએ બીબીસીને જણાવ્યું, "વર્દ્ધમાન જૈન ભગવાન શ્રીવારીના મોટા ભક્ત છે. લગભગ 15 મહિના પહેલાં તેમણે પોતાની હેલ્થકેર કંપનીના શૅર વેચીને અમુક હજાર કરોડ રૂપિયા કમાયા હતા.તેમણે એ સમયે ભગવાનને મોટો ઉપહાર ભેટ કરવાનો સંકલ્પ લીધો હતો."

આ સંકલ્પ હેઠળ તેમણે ભગવાન માટે 106 કિલોગ્રામ સોના અને હીરાનાં ઘરેણાં અને દેવી માટે 15 કિલોગ્રામ સોનાનાં ઘરેણાં બનાવડાવાની યોજના ઘડી.

આ ઘરેણાંને ચેન્નાઈની એક પ્રમુખ સોનાનાં ઘરેણાં બનાવનારી કંપનીએ તૈયાર કર્યાં છે.

ટીટીડીના જનસંપર્ક અધિકારી રવિએ બીબીસીને જણાવ્યું, "આ 46 ઘરેણાંને લાકડાનાં 46 બૉક્સમાં સુરક્ષિત રખાયાં અને એક લૉરી વડે ચેન્નાઈથી તિરુમાલા શ્રીવારી મંદિર લાવવામાં આવ્યાં. શ્રીવારી મંદિરના રંગનાયક મંડપમમાં આ ઘરેણાંને પ્રદર્શિત કરાયાં અને ટીટીડીના અધિકારીઓએ તેની તપાસ કરીને યાદી તૈયાર કરી."

વર્ધમાન જૈન પહેલાં પણ ટીટીડીને દાન કરી ચૂક્યા છે

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વર્ધમાન બીબીસી ગુજરાતી ચેન્નાઈના વેપારી વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે (28 નવેમ્બર, 2026)ના રોજ તિરુમલાસ્થિત ભગવાન વેંકટેશ્વરસ્વામીને 121 કિલો સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કર્યાં. આ ઘરેણાંની કિંમત લગભગ 207.6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, જાન્યુઆરી 2025માં વર્ધમાન જૈને ટીટીડી અંતર્ગત આવતાં અલગ-અલગ ટ્રસ્ટોને છ કરોડ રૂપિયા દાન કર્યા હતા.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એવું નથી કે વર્ધમાન જૈને પ્રથમ વખત તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ને એટલું મોટું દાન આપ્યું છે.

ટીટીડીના જનસંપર્ક અધિકારી રવિએ જણાવ્યું કે રવિએ જણાવ્યું કે જૈન પહેલાં પણ ઘણી વખત ટીટીડીને દાન આપી ચૂક્યા છે.

રવિ પ્રમાણે, જાન્યુઆરી 2025માં વર્દ્ધમાન જૈને ટીટીડી અંતર્ગત આવતાં જુદાં જુદાં ટ્રસ્ટોને છ કરોડ રૂપિયાનું દાન આપી ચૂક્યા છે.

તેમાંથી પાંચ કરોડ રૂપિયા ટીટીડીની ગોશાળામાં પશુઓ માટે ચારો ભેળવવાનું યંત્ર બનાવવા માટે અપાયા હતા.

આ સિવાય, શ્રીવારી હુંડીમાં દાન તરીકે મળનારા સિક્કાની ગણતરીની પ્રકિયા ઝડપી બનાવવા માટે તેમણે કરોડો રૂપિયાની સિક્કા અલગ પાડવાની ગણવાનું મશીન ભેટ કર્યું હતું.

આ વર્ષે મે મહિનામાં તેમણે તિરુમાલામાં શ્રદ્ધાળુઓને મફત પરિવહન સુવિધા આપવા માટે ટીટીડીને એક 'ઑલેક્ટ્રા' ઇલેક્ટ્રિક બસ પણ દાન કરી હતી.

તેમણે શ્રી વેંકટેશ્વર ભક્તિ ચૅનલના વિકાસ માટે સાત કરોડ રૂપિયાનં દાન આપ્યું હતું.

વર્ષ 2020માં પણ તેમણે અલગ-અલગ સમયે 2.10 કરોડ રૂપિયા અને 1.11 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

ટીટીડીના અધિકારીઓ પ્રમાણે, વર્ધમાન જૈને ચેન્નાઈસ્થિત ટીટીડી મંદિરને પણ મોટાં દાન કર્યાં છે.

વર્ધમાન જૈન પહેલાં કોણે આપ્યું હતું મોટું દાન?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વર્ધમાન બીબીસી ગુજરાતી ચેન્નાઈના વેપારી વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ગુરુવારે (28 નવેમ્બર, 2026)ના રોજ તિરુમલાસ્થિત ભગવાન વેંકટેશ્વરસ્વામીને 121 કિલો સોના અને હીરાનાં ઘરેણાં ભેટ કર્યાં. આ ઘરેણાંની કિંમત લગભગ 207.6 કરોડ રૂપિયા ગણાવાઈ રહી છે.
ઇમેજ કૅપ્શન, તિરુપતિ મંદરમાં દાન માટે રાખવામાં આવેલાં ઘરેણાં.

બીબીસી સાથે વાત કરનારા ટીટીડીના અધિકારીઓ પ્રમાણે, વર્ધમાન જૈન અત્યાર સુધી સૌથી વધુ વજનના સોનાનાં ઘરેણાં ભેટ કરનારી પ્રથમ વ્યક્તિ છે.

તેમના પછી કર્ણાટકના ગલી જનાર્દન રેડ્ડી, અમેરિકામાં રહેતા આંધ્ર પ્રદેશના મંટેના રામારાજુ, કોલકાતાના ઉદ્યોગપતિ સંજીવ ગોયનકા, વિશાખાપટ્ટનમના પુવ્વાડા મસ્તાન રાવ અને ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિનું નામ આવે છે.

ઐતિહાસિક સમયગાળાથી માંડીને આજ સુધી ઘણા રાજાઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય શ્રદ્ધાળુઓએ તિરુમલાના ભગવાન વેંકટેશ્વરને મોટી માત્રામાં સોનું ભેટ કર્યું છે.

આધુનિક ઇતિહાસમાં જૈન પહેલી એવી વ્યક્તિ છે, જેમણે મોટા પાયે અહીં 206 કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્યનાં સોનાનાં ઘરેણાં ભેટ કર્યાં છે.

એ બાદ કર્ણાટકના પૂર્વ મંત્રી ગલી જનાર્દન રેડ્ડીનું નામ આવે છે. તેમણે જૂન 2009માં 31 કિલોગ્રામના દિવ્ય વજ્ર મુગટ ભેટ કર્યો હતો, જેમાં નવરત્ન જડેલાં હતાં.

એ બાદ અમેરિકામાં રહેતા ભારતીય નાગરિક મંટેના રામારાજૂએ વર્ષ 2017માં 26 કિલોગ્રામનો સહસ્રનામ હાર ભેટ કર્યો હતો. એ સમયે તેની કિંમત લગભગ આઠ કરોડ રૂપિયા હતી.

2025માં કોલકાતાના ઉદ્યોગપતિ સંજીવ ગોયનકાએ લગભગ પાંચ કરોડ રૂપિયાના હીરા જડેલું સોનાનું લટકણ, હસ્ત અને સોનાનાં અન્ય ઘરેણાં દાન કર્યાં હતાં.

આ વર્ષે વિશાખાપટ્ટનમનાં દંપતી પુવ્વાડા મસ્તાન રાવ અને કુંકમારિકાએ ભગવાનને 3.8 કરોડ રૂપિયા મૂલ્યનું સોનું ભેટ કર્યું હતું.

આ સિવાય, ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ દોઢ કરોડ રૂપિયાના મૂલ્યુના બે કિલોગ્રામ સોનાનાં શંખ અને સોનાની કૂર્મ પ્રતિમા દાન કરી હતી. તેનો ઉપયોગ ભગવાનના અભિષેક માટે કરાય છે.

શ્રીકૃષ્ણદેવરાય, પલ્લવ, ચોલ અને પાંડ્ય રાજાઓએ પણ ચઢાવ્યાં સોનાનાં ઘરેણાં

પૂર્વ મુખ્ય પૂજારી ડૉ. એવી રમણ દીક્ષિતુલુએ બીબીસીને જણાવ્યું કે 16મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના રાજા શ્રીકૃષ્ણદેવરાયે સાત વખત તિરુમલા મંદિરની મુલાકાત લીધી હતી.

તેમણે આનંદ નિલય વિમાનમ પર સોનાનું વરખ ચઢાવડાવ્યું હતું. એ સિવાય, તેમણે હીરા અને નવરત્નથી જડેલા ઘણા મુગટ, હાર અને સોનાના સિક્કા પણ ભેટમાં આપ્યા.

રમણ દીક્ષિતુલુએ જણાવ્યું હતું કે પલ્લવ, ચોલ અને પાંડ્ય રાજાઓએ મંદિરની દીવાલો, ધ્વજસ્તંભ અને મુખ્ય ગર્ભગૃહને સજાવવા માટે સેંકડો કિલોગ્રામ સોનું અને સોનાના કળશ ભેટ કર્યાં હતાં.

તેમણે કહ્યું કે 18મી સદીમાં, મરાઠા સેનાપતિ રાઘોજી ભોંસલેએ ભગવાનને નીલમ અને હીરાજડિત કિંમતી સોનાનાં ઘરેણાં ભેટમાં આપ્યાં હતાં. આ ઘરેણાં ટીટીડીના જ્વેલરી રેકૉર્ડમાં નોંધાયેલાં છે.

તેમણે કહ્યું કે મૈસૂરના મહારાજા અને ગડવાલના શાસકોનો પણ ભગવાનના તહેવારો માટે સુવર્ણ રથ, કવચ અને કિંમતી ઝવેરાત ભેટ આપવાનો ઇતિહાસ છે.

દાનમાં અપાયેલા સોનાને કેવી રીતે રાખવામાં આવે છે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સોનાને ઓગાળીને સોનાના બિસ્કિટમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં ગોલ્ડ ડિપૉઝિટ તરીકે જમા કરવામાં આવે છે

એલવી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભક્તો ભગવાનને જે સોનાનું દાન કરે છે તેમાં વપરાયેલાં ઘરેણાં, ઘરેણાં અને અન્ય સોનાની વસ્તુઓનો સમાવેશ થાય છે.

આવા સોનાને ઓગાળીને સોનાના બિસ્કિટમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં ગોલ્ડ ડિપૉઝિટ તરીકે જમા કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે આ સોનાને ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ) અને મિનરલ્સ ઍન્ડ મેટલ્સ ટ્રેડિંગ કૉર્પોરેશન (એમએમટીસી) ની દેખરેખ હેઠળ પણ રાખવામાં આવે છે.

તેમજ, ભક્તોએ વિશેષપણે ભગવાન માટે ખાસ બનાવડાવેલાં ઘરેણાં તિરુમાલાના બોક્કાસમ (મંદિરનો ખજાનો)માં સુરક્ષિત રાખવામાં આવે છે.

એલવી સુબ્રમણ્યમે કહ્યું કે આ ઘરેણાંની સલામતી પર શંકા કરવાનું કોઈ કારણ નથી અને તેમને કાળજીપૂર્વક રાખવામાં આવે છે.

તેમના મતે, અત્યાર સુધીમાં, ટીટીડીના ઇતિહાસમાં બે વાર મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમણે બીબીસીને જણાવ્યું, "અગાઉ, વાગડા કમિશન અને જગન્નાથ રાવ કમિશને ટીટીડીના ઝવેરાત અને આભૂષણોની સંપૂર્ણ તપાસ કરી હતી. બંને કમિશને તેમના અહેવાલોમાં જણાવ્યું હતું કે ટીટીડી તેમની કાળજીપૂર્વક સુરક્ષા કરી રહ્યું છે. કમિશને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈને તેમની સલામતી અંગે કોઈ શંકા ન હોવી જોઈએ."

ભગવાનની વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ પર 106 કિલો સોનાનાં ઘરેણાં

ટીટીડીના ભૂતપૂર્વ વિશેષ કાર્યાધિકારી (ઓએસડી) નાગેશે બીબીસીને જણાવ્યું કે તિરુમલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ દર શુક્રવારથી બુધવાર સુધી 106 કિલો સોનાના દાગીનાથી શણગારવામાં આવે છે.

તેમણે કહ્યું કે ભક્તોને ગુરુવારે જ ભગવાનના વાસ્તવિક સ્વરૂપના દર્શન થાય છે.

અઠવાડિયાના બાકીના છ દિવસો માટે, ભગવાનની મૂર્તિને 106 કિલો સોનાનાં ઘરેણાંથી શણગારવામાં આવે છે.

તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે દાતા વર્ધમાન જૈને હવે ભગવાનને 106 કિલોગ્રામના ઘરેણાં ભેટમાં આપ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન