ભારતનું ઑપરેશન સિંદૂર : 10 તસવીરોમાં જુઓ ભારતે રાતે હુમલો કર્યો ત્યારે પાકિસ્તાનમાં શું થયું હતું?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના મુરીદકે શહેરની એક ઇમારતની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પર તણાવ ચરમસીમાએ હતો અને પછી ભારતે 7 મે 2025ના રોજ વહેલી સવારે પાકિસ્તાનમાં કેટલીક જગ્યાએ હવાઈ હુમલા કર્યા હતા.

પહલગામ હુમલા પછી અટકળો હતી કે પાકિસ્તાન પર ભારત કોઈ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. ભારતે રાતના સમયે અચાનક સૈન્ય કાર્યવાહી કરી હોવાથી પાકિસ્તાનમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં એ સમયે ગભરાટ ફેલાઈ ગયો હતો. પાકિસ્તાનથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું નુકસાન થયું હતું અને હુમલા વખતે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી.

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું હતું, "આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી માળખાંને નિશાન બનાવાયાં છે"
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચૅનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે ભારતે પોતાની જ ઍરસ્પેસમાંથી પાકિસ્તાન પર મિસાઇલો છોડી હતી
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, ભારત સરકારે આ કાર્યવાહીને ભારતીય સેનાનું 'ઑપરેશન સિંદૂર' ગણાવ્યું હતું
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, લાહોર નજીક મુરીદકે શહેરનો એક પરિવાર ઘર ખાલી કરીને બહાર આવી ગયો હતો
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, લાહોરની નજીક આવેલા મુરીદકેના શહેરના લોકો વિસ્ફોટનો અવાજ સાંભળીને શેરીઓમાં આવી ગયા હતા
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, મિસાઈલ હુમલા બાદ લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, ભારતના મિસાઈલ હુમલામાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં બિલાલ મસ્જિદને નુકસાન થયું હતું
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યા પછી લાહોરથી 30 કિમી દૂર મુરીદકે ખાતે ઍમ્બ્યુલન્સની દોડધામ
બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી જમ્મુ કાશ્મીર મુઝફ્ફરાબાદ હવાઈ હુમલો વિસ્ફોટ
ઇમેજ કૅપ્શન, ભારતના હુમલા પછી પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને બધે સુરક્ષાદળો ગોઠવાઈ ગયાં હતાં