રાજકોટના એ મુસ્લિમ જે છેલ્લાં 35 વર્ષથી મહાદેવની પૂજા કરે છે

રાજકોટના એ મુસ્લિમ જે છેલ્લાં 35 વર્ષથી મહાદેવની પૂજા કરે છે
પ્રકાશિત

રાજકોટના એક મુસ્લિમ મહાદેવની પૂજા કરીને કોમી એકતાની અનોખી મિસાલ પૂરી પાડી રહ્યા છે

વ્યવસાયે કોરિયોગ્રાફર એવા અહેસાનભાઈ છેલ્લાં 35 વર્ષથી મહાદેવની પૂજા કરે છે.

શહેરના જગન્નાથ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ શ્રાવણ મહિનામાં ચાલીને ઈશ્વરિયા મહાદેવનાં દર્શનાર્થે જાય છે.

જોકે, આ વર્ષે તેમને અકસ્માતના કારણે પગમાં ટાંકા આવ્યા હોવાથી ઝડપી ચાલી શકતા નથી.

પરંતુ ચાલીને ઈશ્વરિયા મહાદેવનાં દર્શનાર્થે જવાનું ટાળ્યું નથી.

અહેસાનભાઈ છેલ્લાં 22 વર્ષથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને ટ્રેન દ્રારા સોમનાથ દર્શન પણ કરાવે છે.

તેમની આ શિવભક્તિના કારણે રાજકોટના કલેક્ટરે પણ તેમનું સન્માન કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન