You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળ : એવું ભયંકર પૂર આવ્યું કે વાહનો, પુલ, બિલ્ડિંગો તણાઈ ગયાં
ચીન-નેપાળ સરહદ નજીક ભયંકર પૂરને કારણે વાહનો, પુલ અને ઇમારતોને ભારે નુકસાન થયું છે. સીસીટીવી ફૂટેજમાં કાદવ અને પાણીનું ધસમસતું વહેણ રસ્તા અને ઇમારતોને પોતાની ચપેટમાં લેતું જોવા મળે છે.
નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, 291 વિદેશી નાગરિકો સહિત 384 લોકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેમાં 100થી વધુ ભારતીયો છે. રસુવા જિલ્લામાં ભારે જાનહાનિની આશંકા વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાતચીત કરી હતી.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉપ્મ ઍક્સ પર તેની જાણકારી આપતા જણાવ્યું, "વડા પ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને નેપાળમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર સંવેદના વ્યક્ત કરી. આ મુશ્કેલીના સમયમાં ભારતના લોકો નેપાળનાં પોતાનાં ભાઈ-બહેનો સાથે મજબૂતીથી ઊભા છે. ભારત નેપાળને તમામ સંભવ માનવીય સહાયતા આપવા માટે તૈયાર છે. અમારી ટીમો રાહત અને બચાવ કાર્યો માટે નેપાળના અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે."
નેપાળમાં બુધવારે વહેલી સવારે આવેલા પૂરમાં સંપત્તિને ભારે નુકસાન થયું હતું અને 95 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
નેપાળની સરકારે લોકોને સાવધાની રાખવાનો આગ્રહ કરીને ક્હયું કે ત્રિશૂલી નદીનો તટીય વિસ્તાર ચિતવન સુધી જોખમમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન