ઑઇલ ભરેલું ટૅન્કર પલટી ગયું અને તેલ ભરવા લોકોની પડાપડી

ઑઇલ ભરેલું ટૅન્કર પલટી ગયું અને તેલ ભરવા લોકોની પડાપડી
પ્રકાશિત

રિફાઇન્ડ ઑઇલ ભરેલું ટૅન્કર પલટી ગયું અને તેમાંથી લેવા માટે લોકોએ પડાપડી કરી મૂકી.

આ ઘટના મધ્ય પ્રદેશના ગુના જિલ્લાના ચાચૌડા-બીનાગંજ વિસ્તારની છે.

જ્યાં રવિવારે ટૅન્કર પલટી ગયું હતું. આના વિશે જાણ થતાં ગ્રામીણો અને રાહદારીઓ તેલ ભેગું કરવાની હોડમાં લાગી ગયા હતા.

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને બાલ્ટી, કૅન, કેરબા કે જે પાત્ર મળ્યું, તેમાં તેલ લઈ ગયાં.

ઘટના વિશે માહિતી મળતા બીનાગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભીડને દૂર કરવા અને લોકોને અટકાવવા માટે પોલીસને ખૂબ જ મહેનત કરવી પડી હતી.