તિરુમાલા મંદિરમાં 121 કિલો સોનું ચડાવનાર ભક્ત કોણ છે?
તિરુમાલા મંદિરમાં 121 કિલો સોનું ચડાવનાર ભક્ત કોણ છે?
પ્રકાશિત
વર્ધમાન જૈને તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરને 121 કિલોગ્રામ સોનાનાં ઘરેણાં ચડાવ્યાં છે.
મૂળ ચેન્નાઈના વર્ધમાન જૈને આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં આ સોનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓને આ ભેટ સોપી હતી.
સંસ્થા દ્વારા આપવામાં આવેલાં વિવરણ પ્રમાણે, 106 કિલોગ્રામ ઘરેણાં દાનમાં આપવામાં આવ્યાં છે. જ્યારે દેવી પદ્માવતી માટે 15 કિલોગ્રામનાં સોનાનાં વસ્ત્રો બનાવવામાં આવ્યાં છે.
સખાવત કરનારાં વર્ધમાન જૈન અને રાધિકા જૈન ચેન્નાઈની વારાફ્યૂચર એલએલપી સાથે જોડાયેલાં છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, વર્ધમાન જૈન એશિયા એંજિનિયરિંગ કંપનીમાં ડાયરેક્ટર છે. આ સિવાય તેઓ ઍક્સેસ હેલ્થકૅર બોર્ડના સ્થાપક અને વાઇસ-ચૅરમૅન પણ છે.

ઇમેજ સ્રોત, X@TTDevasthanams
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



