ગુજરાત : 12 થી 17 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, 12 થી 17 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાત : 12 થી 17 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

હવામાન વિભાગ અને વિવિધ મૉડેલ્સ અનુસાર, 11 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશા પાસે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાશે, જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ આવશે.

આ સિસ્ટમની અસરથી 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદ શરૂ થશે અને 13 તેમજ 14 સપ્ટેમ્બરે તેની અસર વધુ જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન પલટાની આ સ્થિતિ 17 સપ્ટેમ્બર સુધી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો નથી, ઑગસ્ટ મહિનાથી લઈને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું પણ વરસાદ વિના જ વીત્યું છે.

ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. દ્વારકામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ ઊઠી હતી.

આ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે એક હળવા રાહતના સમાચાર આવી રહ્યા છે.

હવામાન વિભાગે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

આ આગાહી સૂચવે છે કે ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સતત બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

ત્યારે હવામાન વિભાગે તેના બુલેટિનમાં શું જણાવ્યું, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ પડી શકે છે ભારે વરસાદ? આવો જાણીએ આ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન