સુરતનાં આ મહિલા ગણપતિના વિસર્જનના શણગારમાંથી નવરાત્રિની જ્વેલરી કેવી રીતે બનાવે છે?
સુરતનાં આ મહિલા ગણપતિના વિસર્જનના શણગારમાંથી નવરાત્રિની જ્વેલરી કેવી રીતે બનાવે છે?
પ્રકાશિત
સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન મૂર્તિઓ પર ચડાવેલા શણગાર અને કાપડમાંથી મહિલાઓ નવરાત્રિ માટે આકર્ષક ચીજવસ્તુઓ બનાવીને રોજગારી મેળવી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો પર ઊભા કરાયેલા 'સેગ્રિગેશન કોર્નર'માંથી એકત્ર કરાયેલા સામાનને અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ ('યુસીડી') વિભાગ હેઠળના સખી મંડળની બહેનોને સોંપવામાં આવે છે.
આ મહિલાઓ શ્રીગણેશના ખેસ, મોતીની માળા અને ઘરેણાંમાંથી કમરપટ્ટા, પર્સ, વોલ પીસ તથા ચણિયાચોળી માટેના શણગાર જેવી નવરાત્રિની વિવિધ વસ્તુઓ તૈયાર કરે છે.
કાચા માલ પર કોઈ ખર્ચ ન થતો હોવાથી બહેનોને મોટો આર્થિક ફાયદો થાય છે અને આ ઇકો-ફ્રૅન્ડલી વસ્તુઓની માગ દેશ-વિદેશ સુધી પહોંચી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



