'કાલે મારી નોકરી જતી રહેશે તો?' એઆઈને કારણે આઇટી સેક્ટરમાં કેવો માહોલ છે?

વીડિયો કૅપ્શન, 'કાલે મારી નોકરી જતી રહેશે તો?' AI ને કારણે આઇટી સેક્ટરમાં કેવો માહોલ છે?
'કાલે મારી નોકરી જતી રહેશે તો?' એઆઈને કારણે આઇટી સેક્ટરમાં કેવો માહોલ છે?
પ્રકાશિત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ માનવજાત માટે નવી તકોની આશાની સાથોસાથ નવા પડકારોની બીકનું કારણ પણ બન્યું છે.

સમય સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માનવજાત અને તેના વ્યવસાયો સાથે સંકળાયેલાં જોખમો અંગે ચર્ચા વધુ ને વધુ જોર પકડતી જઈ રહી છે.

આવો જ એક વ્યવસાય છે, આઇટી. એક સમયે પ્રગતિ ઝંખતા લગભગ દરેક યુવાનના સ્વપનસમા આ વ્યવસાયમાં ઘણા યુવાનો એઆઇના આગમનને કારણે ચિંતિત જોવા મળે છે, આવું જ વલણ ભારત અને ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે.

એક સમયે આઇટી ઇન્ડસ્ટ્રીમાં રહીને પોતાની કારકિર્દીની ટોચે પહોંચવાનાં સ્વપ્ન જોનારા ઘણા યુવાનો હવે આ ફીલ્ડને ઘણી અચોક્કસતાથી ભરેલા ફીલ્ડ તરીકે ગણાવી રહ્યા છે.

અહેવાલ: આર્જવ પારેખ

શૂટ - પવન જયસ્વાલ

ઍડિટ : કૃણાલ દેસાઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન