કર્મભૂમિ એક્સ્પ્રેસ: દોડતી ટ્રેનમાં આગથી 1500 મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા

વીડિયો કૅપ્શન, કર્મભૂમિ એક્સ્પ્રેસ: દોડતી ટ્રેનમાં આગથી 1500 મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા
કર્મભૂમિ એક્સ્પ્રેસ: દોડતી ટ્રેનમાં આગથી 1500 મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા
પ્રકાશિત

શુક્રવાર બપોરે કર્મભૂમિ એક્સ્પ્રેસ પંજાબના અમૃતસરથી પશ્ચિમ બંગાળના ન્યૂ-જલપાઈગુડી ખાતે જઈ રહી હતી, ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી.

આગમાં ત્રણ ડબ્બા હોમાઈ ગયા હતા, જ્યારે એક ડબ્બાને નુકસાન થયું હતું.

બીબીસી પંજાબીના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત કૉચમાંથી મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોચીં હતી અને આગને કાબૂમાં લીધી હતી.

એ પછી રેલવે દ્વારા વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કરીને મુસાફરો તેમના મુકામ સુધી પહોંચી શકે.

કર્મભૂમિ ઍક્સ્પ્રેસ: દોડતી ટ્રેનમાં આગથી 1500 મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન