રાહુલ ગાંધીએ 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં કયા મુદ્દા ઉઠાવ્યા?

વીડિયો કૅપ્શન, ઇન્દોરના ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કયા મુદ્દા ઉઠાવ્યા?
રાહુલ ગાંધીએ 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં કયા મુદ્દા ઉઠાવ્યા?
પ્રકાશિત

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ શિક્ષણ, પેપરલીક, રોજગાર અને ભરતીમાં વિલંબ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.

તેમણે શિક્ષણના બજેટમાં ઘટાડો થયો હોવાનો દાવો કર્યો અને સ્કૉલરશિપ તથા શિક્ષકોની ખાલી જગ્યાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભરતી અટકવા અને સરકારી જગ્યાઓ ખાલી હોવા સહિતની સમસ્યાઓ અંગે વાત કરી.

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી કેટલાકને રાહુલ ગાંધીએ મંચ પર બોલાવીને તેમની સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશની સિસ્ટમ પર છ લોકો બેઠા છે.

તેમણે કહ્યું કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન શિક્ષણ બજેટમાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે વર્ષ 2004માં શિક્ષણ માટે બજેટમાં 2.6 ટકા રકમ ફાળવવામાં આવતી હતી, જેને 2014 સુધી વધારીને 4.6 ટકા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે છેલ્લાં દસ વર્ષમાં આ બજેટને સતત ઘટાડીને તેને ફરી 2.6 ટકા સુધી લાવી દેવામાં આવ્યું છે અને શિક્ષણ ક્ષેત્રમાંથી 7.7 લાખ કરોડ રૂપિયાની કપાત કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન