દેવભૂમિ દ્વારકામાં પાણીની તંગી વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, દ્વારકામાં પાણીની તંગી વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે?
દેવભૂમિ દ્વારકામાં પાણીની તંગી વચ્ચે લોકો કેવી રીતે જીવી રહ્યા છે?
પ્રકાશિત

ગુજરાત સરકારે ચાર જિલ્લાઓ—દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં દુષ્કાળની જાહેરાત કરી છે. બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યના 265 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે.

ગુજરાતમાં આ વર્ષે કુલ 89.19 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે.

અધિકૃત આંકડા અનુસાર, દેવભૂમિ દ્વારકામાં આ વર્ષે માત્ર 16.45 ટકા, પોરબંદરમાં 30.85 ટકા, જામનગરમાં 43.25 ટકા અને કચ્છ જિલ્લામાં માત્ર 57.6 ટકા વરસાદ પડ્યો છે.

વરસાદની આ ભારે અછતના કારણે દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સામેલ દ્વારકા શહેરના લોકો શિયાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે.

શહેરના બિરલા ચોક અને ગરબી ચોક વિસ્તારમાં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પીવાના પાણી માટે દરરોજ હેરાન થઈ રહ્યા છે.

શહેરમાં પીવાના પાણીની તંગીના કારણે હવે મિનરલ વૉટરના આરઓ (RO) પ્લાન્ટની બહાર પણ લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે અને લોકો નાછૂટકે પાણી ખરીદી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓ પીવાના પાણીનાં ટૅન્કરો મંગાવવા માટે લાચાર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર આવેલું હોવાથી દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. પીવાના પાણીની આ અછતના કારણે અહીં આવતા યાત્રાળુઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

બીજી તરફ, દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખે પણ શહેરમાં સર્જાઈ રહેલી પાણીની તંગીનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે તેઓ આ તકલીફ ઝડપથી દૂર કરવાનો પ્રયાસ કરશે.

વરસાદની આ ભારે અછતના કારણે દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સામેલ દ્વારકા શહેરના લોકો શિયાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે.
ઇમેજ કૅપ્શન, વરસાદની આ ભારે અછતના કારણે દુષ્કાળગ્રસ્ત જિલ્લામાં સામેલ દ્વારકા શહેરના લોકો શિયાળાના પ્રારંભે જ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન