આ મહિલાઓ આકડામાંથી રેશમ જેવો દોરો બનાવી કેવી-કેવી વસ્તુઓ બનાવે છે?
આ મહિલાઓ આકડામાંથી રેશમ જેવો દોરો બનાવી કેવી-કેવી વસ્તુઓ બનાવે છે?
પ્રકાશિત
જે આકડાના છોડને 'ઝેરી' કે 'નકામો' ગણવામાં આવે છે, તેમાંથી રેશમ જેવો દોરો બનાવીને રાજસ્થાનના બાડમેર જિલ્લાના આટી ગામની મેઘવાળ સમુદાયની મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
સૂકા અને શુષ્ક પ્રદેશમાં ઊગતા આકડાની છાલ અને આકોલિયામાંથી રૂ કાઢીને દોરા, મફલર, શાલ, દોરડા અને પાથરણાં જેવી વિવિધ ચીજો બનાવવાની આ પરંપરા પેઢીઓ જૂની છે.
આ કળા લાંબી તેમજ મહેનતભરી પ્રક્રિયા માગી લે છે. આ અનોખા વણાટકામ બદલ કારીગરોને રાજ્ય સરકાર તરફથી સન્માન પણ મળ્યું છે.
આ પરંપરાગત હસ્તકળા ધીમે ધીમે લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે.
વીડિયો : પરેશ પઢિયાર
પ્રૉડ્યુસર : મેહુલ બારોટ
ઍડિટ : કૃણાલ દેસાઈ




