પાકિસ્તાનની હૉસ્પિટલમાં આગ લાગતાં 14 બાળકોનાં મોત, પરિજનોની વ્યથા
પાકિસ્તાનની હૉસ્પિટલમાં આગ લાગતાં 14 બાળકોનાં મોત, પરિજનોની વ્યથા
પ્રકાશિત
ઇસ્લામાબાદની પીઆઇએમએસ હૉસ્પિટલના મેટરનિટી વૉર્ડમાં ભીષણ આગ લાગતાં 14 નવજાત બાળકોનાં મોત થયાં.
વૉર્ડમાં 15 બાળકો હતાં, જેમાંથી માત્ર એક બાળકને બચાવી શકાયું હતું. ઑક્સિજન કનેક્શનને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની માહિતી છે, જ્યારે પરિવારજનોએ બચાવ કામગીરીમાં બેદરકારીના આક્ષેપ કર્યા છે.
પાકિસ્તાન સરકારે તપાસ સમિતિ બનાવી છે, જે આગનું કારણ અને બચાવ કામગીરી અંગે તપાસ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



