You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. યુપીએ સરકાર દરમિયાન સીબીઆઈએ મારા પર મોદીને ફસાવવા દબાણ કર્યું : અમિત શાહ

  2. કેન્દ્રીય એજન્સીઓ, કોર્ટના નિર્ણયો પર ઉઠતા સવાલો પર વડા પ્રધાન મોદી શું બોલ્યા?

    ભારતીય જનતા પક્ષના મુખ્ય કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારનું લોકાર્પણ કરતી વખતે વડા પ્રધાન મોદીએ ફરી એકવાર કૉંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, જ્યારે તેમની પર એજન્સીઓ કાર્યવાહી કરે છે, ત્યારે એજન્સીઓ પર હુમલો કરવામાં આવે છે.”

    તાજેતરના દિવસોમાં આવેલા કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યા વિના વડા પ્રધાન મોદીએ આ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જ્યારે કોર્ટ કોઈ નિર્ણય આપે છે, ત્યારે કોર્ટ પર સવાલો ઊભા થાય છે. કેટલાક પક્ષોએ સાથે મળીને ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છે.”

    વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “બંધારણીય સંસ્થાઓ આપણા દેશનો પાયો છે. તેથી જ આજકાલ આ સંસ્થાઓ પર પ્રહાર કરવામાં આવે છે. તેને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની વિશ્વસનીયતા ખતમ કરવાનું કાવતરું રચવામાં આવે છે.”

    વિપક્ષી એકતા પર આરોપ લગાવતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “આજે તમામ ભ્રષ્ટાચારી એક મંચ પર આવી રહ્યા છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરેલા અભિયાને આજે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ બંનેના મૂળિયા હલાવી દીધા છે.”

    વડા પ્રધાન મોદીએ કહ્યું, “દુનિયામાં ભારતના વાગી રહેલા ડંકાને કારણે ભારત વિરોધી શક્તિઓનું એકજૂથ થવું સ્વાભાવિક છે. આ શક્તિઓ કોઈક રીતે ભારત પાસેથી વિકાસનો કાળખંડ છીનવી લેવા માગે છે.”

    વડા પ્રધાન મોદીએ બીજું શું કહ્યું?

    દેશની જનતા જોઈ રહી છે કે અગાઉની સરકારે ભ્રષ્ટાચારના નામે માત્ર ખાનાપૂર્તિ કરી છે.

    કૉંગ્રેસના નેતાઓ એક સમયે કહેતા હતા- તેઓ જનસંઘને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. આજની કૉંગ્રેસ કહે છે- મોદી, તમારી કબર ખોદવામાં આવશે.

    લોકોના આશીર્વાદથી જ આપણે ટકી શક્યા છીએ અને ખીલ્યા છીએ. દેશવાસીઓના પ્રેમથી વધ્યા છીએ. આ આપણી મૂડી છે. દેશવાસીઓના આશીર્વાદથી આપણે પ્રગતિ કરી છે, પ્રગતિ કરી રહ્યા છે અને કરતા જ રહીશું.

    ભાજપ એવો પક્ષ નથી, જે અખબારો અને ટીવી સ્ક્રીનની ચમકથી પેદા થયો હોય. ભાજપ પોતાના કાર્યકરોના બળ પર અને જમીન પર કામ કરીને આગળ વધ્યું છે. તે ગરીબોની સાથે ખભે ખભા મિલાવીને આગળ વધ્યું છે.

  3. પંજાબ : અમૃતપાલ સિંહના 'સરેન્ડર' વિશે પોલીસે શું કહ્યું?

  4. કેન્દ્રીય એજન્સીઓ, કોર્ટના નિર્ણયો પર થઈ રહેલા સવાલો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?

  5. રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ

  6. લૉકડાઉનમાં નોકરી ગુમાવ્યા પછી અમિતાએ રસોઈના શોખને કેવી રીતે સફળ બિઝનેસ બનાવ્યો?

  7. હું સાવરકર નથી જે માફી માગું, ભલે મને મારે કે જેલમાં પૂરી દે : રાહુલ ગાંધી

  8. બૉક્સર સ્વીટી બૂરાની કમાલ, 81 કિલો વર્ગમાં ગોલ્ડ જીત્યો

  9. જો 10 વર્ષ પહેલા રાહુલ ગાંધીએ એ વટહુકમ ફાડ્યો ન હોત તો આજે તેમનું સંસદસભ્ય પદ બચી ગયું હોત...

  10. વડા પ્રધાન મોદી સામે માનહાનિનો કેસ કરશે રેણુકા ચૌધરી, ‘શૂર્પણખા’ સાથે સરખામણી કર્યાનો આરોપ

    ‘મોદી અટક’ કેસમાં રાહુલ ગાંધી પર સુરતની કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું છે કે તેઓ વડા પ્રધાન મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે.

    રેણુકા ચૌધરીએ ટ્વીટમાં આરોપ લગાવ્યો છે કે, “એક અભિમાનીએ મારી સરખામણી શૂર્પણખા સાથે કરી હતી. હું તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ. જોઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે.”

    રેણુકા ચૌધરીએ આ ટ્વીટ સાથે વડા પ્રધાન મોદીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

    આ વીડિયોમાં તેઓ ગૃહમાં બોલી રહ્યા છે કે, “હું તમને વિનંતી છે કે રેણુકાજીને કંઈ ન કરો. રામાયણ સિરીયલ પછી આજે મને આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.”

    આ મામલો 2018ના સંસદ સત્ર સંબધિત છે. ત્યારે વડા પ્રધાન મોદી ગૃહને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રેણુકા ચૌધરીના હસવાનો અવાજ આવ્યો, ત્યારે સભાપતિએ તેમને શાંત રહેવા કહ્યું હતું. ત્યારબાદ વડા પ્રધાન મોદીએ સભાપતિને સંબોધિત કરતા આ વાત કહી હતી.

    ચાર વર્ષ જૂના ‘મોદી અટક’ બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે.

    કૉંગ્રેસનો આરોપ છે કે સરકાર રાહુલ ગાંધીનો અવાજ દબાવવાના પ્રયાસ કરી રહી છે. કારણ કે તેઓ સરકાર પર સવાલ ઉઠાવે છે.

  11. 'રાહુલ ગાંધીએ નિડરતાથી બોલવાની કિંમત ચૂકવી', સંસદનું સભ્યપદ રદ થતાં કૉંગ્રેસ શું બોલી?

  12. રાહુલ ગાંધીને સજા મળતાં હવે એમના સાંસદપદનું શું થશે?

  13. ‘રાહુલ ગાંધી કોઈ પણ જગ્યાએ કંઈ પણ બોલી દે છે’ - ભાજપના નેતાએ આવું નિવેદન કેમ આપ્યું?

  14. ચીને પહેલીવાર સ્વદેશી MRNA કોવિડ વૅક્સિનને મંજૂરી આપી

    કોવિડ મહામારી સાથે સંકળાયેલા કડક નિયમોને ખતમ કર્યાના કેટલાક મહિના બાદ ચીને તેની પ્રથમ સ્વદેશી એમઆરએનએ કોવિડ વૅક્સિનને મંજૂરી આપી દીધી છે.

    આ વૅક્સિન બનાવનાર કંપની સીએસપીસી ફાર્માસ્યુટિકલે કહ્યું હતું કે, દવા નિયામકોએ ઇમરજન્સી ઉપયોગ વૅક્સિનને મંજૂરી આપી છે.

    ચીનની પ્રયોગશાળાઓ વર્ષોથી એમઆરએનએ વૅક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચીને વ્યાપક ઘરેલું ઉપયોગ માટે વિદેશ બનાવટની વૅક્સિન મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, મૃત્યુ અને ગંભીર બીમારીને રોકવામાં ચીની રસીઓ એમઆરએનએ રસી કરતાં ઓછી અસરકારક રહી છે.

    ચીને મુખ્યત્વે પોતાના દેશમાં જ બનાવેલી રસીઓનો ઉપયોગ કર્યો છે- કોરોનાવૅક જેને સિનોવૅક કંપની દ્વારા બનાવવામાં આવી છે અને સિનોફાર્મા.

    એમઆરએન ટેકનૉલૉજીમાં મૅસેન્જર આરએનએ નામના જિનેટિક કોડનો ઉપયોગ થાય છે. તે વાયરસના સંપર્કમાં આવે ત્યારે તે શરીરને વાસ્તવિક વાયરસ સામે લડવા માટે તૈયાર કરે છે.

  15. ‘મોદી’ સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની સજા, કોર્ટે જામીન આપ્યા

  16. ગુજરાતમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો, ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ?

  17. 'પ્લીઝ અમ્મીને બચાવી લો', સુરતના ડૉક્ટરે પાકિસ્તાનની મહિલાની જિંદગી કઈ રીતે 'બચાવી?'

  18. બિલકીસબાનો કેસ: સુપ્રીમ કોર્ટ દોષિતોની મુક્તિ અંગે સુનાવણી માટે વિશેષ ખંડપીઠ રચશે

  19. અદાણી જૂથની એ કોલસાની ખાણ જેનો 'છત્તીસગઢનાં ફેફસાં' ગણાતા જંગલમાં વિરોધ થઈ રહ્યો છે

  20. #INDvAUS : ત્રીજી વનડેમાં ભારતને જીતવા માટે 270 રનનો લક્ષ્યાંક